નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
બરકત વિરાણી 'બેફામ'

અંતર મમ વિકસિત કરો

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર

રવીન્દ્રનાથની પ્રાર્થનાનો આ અનુવાદ આપણામાંથી મોટાભાગનાએ અનેકવાર સાંભળ્યો હશે. કવિશ્રી સુરેશ દલાલ આ કવિતાને ભગવદ ગીતા સમકક્ષ મૂકે છે.

પ્રસ્તુત કવિતામાં એક પણ શબ્દ ધ્યાન બહાર રાખી શકાય એવો નથી. એકે-એક શબ્દ પર પૂરતું ધ્યાન આપીને વિચારીએ તો જ આ કવિતા કમળ બનીને ભીતર ખુલે. મને જે પંક્તિ સવિશેષ સ્પર્શી ગઈ એ છે, યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ.  મને બધાની સાથે જોડો અને મારા બધા બંધનો તોડો… અહીં ‘બધા’ શબ્દ ખૂબ અગત્યનો છે… કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મને સગપણ-લાગણી-સંબંધ અને પૈસા-દરજ્જાની ગણતરી કર્યા વિના સર્વની સાથે સમ્યકભાવે જોડો… હું હું ન રહું, બધામાં ભળી જાઉં.. મારા અને તારા વચ્ચે કોઈ અંતર ન રહે… પણ કવિતાનો ઉત્તમ ભાગ તો બધા બંધનોથી મુક્ત કરોની પ્રાર્થનામાં છે.  બધાની સાથે જોડાઈને પણ બધાથી મુક્ત કરો..  આ વિચાર કલાકો સુધી આપણને અટકાવી દે એવો ગહન છે…

 

6 Comments »

  1. Rina said,

    March 3, 2012 @ 2:35 AM

    awesome and awesome aswaad……

  2. vineshchandra chhotai said,

    March 3, 2012 @ 3:22 AM

    વિશ્વ ના મહન કવિ ગુરુદેવ નિ રચ્ના ,,,,,,,,,,,,,,ગુરુવર્ય મન્નિય સુરેશ્ભાઇ નો અનુવાદ , પરમ સુખ્મય …………………………………વન્દન …………નમસ્કાર ……………………

  3. ધર્મેન said,

    March 3, 2012 @ 9:52 AM

    આ સુંદર પ્રાર્થના ની ચિત્રાત્મક અભિવ્યક્તિ અહીંયા ઃ

  4. P. Shah said,

    March 4, 2012 @ 11:15 PM

    અદભુત !

  5. pragnaju said,

    March 7, 2012 @ 2:18 AM

    આ અદ ભૂત પ્રાર્થનાની
    ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
    નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.
    પંક્તીઓ ગાતા એક કસક થાય…
    આંખ ભીની થાય
    ધ્યાનમા ઉતરી જવાય

  6. ravindra Sankalia said,

    October 23, 2013 @ 9:56 AM

    રવીન્દ્રનાથનુ આ બહુજ જાણીતી પ્રાર્થના. નિશાળમા ભણ્યા હતા અને ગાતા પણ હતા. બધુજ છોડી દેવુ છ્તા બધામા ભળી જવુ એ વિચારજ કેટલો સુન્દર છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment