ક્યાં ક્યાં ફરું – લલિત ત્રિવેદી
હું દરશની ધખ લઈ ક્યાં ક્યાં ફરું ?
આંખની ઓળખ લઈ ક્યાં ક્યાં ફરું ?
આ ખખડધજ ખખ લઈ ક્યાં ક્યાં ફરું ?
પંડ, હે ગોરખ ! લઈ ક્યાં ક્યાં ફરું ?
હું પ્રતીતિનો પ્રતાપી રાજવી,
રાખ લઈ, રખરખ લઈ ક્યાં ક્યાં ફરું ?
સાચવ્યા છે તો ય પરપોટા, સ્વજન !
ટેરવાં ને નખ લઈ ક્યાં ક્યાં ફરું ?
એકદંડી વક્ષની કથની લઈ
હોઠમાં અબરખ લઈ ક્યાં ક્યાં ફરું ?
ક્યાં સુધી આ ધાન્ય ને આ ધન્યતા ?
આ ચરણ ને ચખ લઈ ક્યાં ક્યાં ફરું ?
કેમ ઊતરે સ્પર્શ વિષકન્યાઓના ?
હું ત્વચામાં વખ લઈ ક્યાં ક્યાં ફરું ?
વિષ વિષય ઋતુઓ રૂંવાટી કંપનો,
કોટિ તેત્રીસ દખ લઈ ક્યાં ક્યાં ફરું ?
એક પળને પણ ન હું પામી શકું,
ચોરિયાસી લખ લઈ ક્યાં ક્યાં ફરું ?
– લલિત ત્રિવેદી
એક રચનામાં કલ્પનો અને અર્થછાંયાઓની જાણે આખી ફોજ !
(ધખ=ધગશ, ખખ=જીર્ણ (શરીર), રખરખ=તલસાટ, ચખ=ચક્ષુ, વખ=ઝેર)
વિવેક said,
February 22, 2012 @ 6:50 AM
અદભુત ગઝલ… સાવ નવા કાફિયાઓ અને આટલી પ્રદીર્ઘ હોવા છતાં સાદ્યંત સુંદર !!
વાહ, કવિ!
nehal said,
February 22, 2012 @ 9:03 AM
હું દરશની ધખ લઈ ક્યાં ક્યાં ફરું ?
આંખની ઓળખ લઈ ક્યાં ક્યાં ફરું ?
સાચવ્યા છે તો ય પરપોટા, સ્વજન !
ટેરવાં ને નખ લઈ ક્યાં ક્યાં ફરું ?
એક પળને પણ ન હું પામી શકું,
ચોરિયાસી લખ લઈ ક્યાં ક્યાં ફરું ?
વેદાંત ફિલોસોફી અને આવી સરળ ગઝલ સ્વરુપે….મઝા પડી..ગઈ
Darshana Bhatt. said,
February 22, 2012 @ 9:15 AM
Marm sparshi gazal.
manilal.maroo said,
February 23, 2012 @ 2:42 AM
heart feeling gazhal. i like it manilal.m.maroo
jigar joshi 'prem said,
February 23, 2012 @ 11:11 AM
બહુ જ સુઁદર રચના…..
Sudhir Patel said,
February 24, 2012 @ 9:55 AM
વાહ! કાફિયાઓને ધન્ય કરતી સુંદર ગઝલ!!
સુધીર પટેલ.
bharat vinzuda said,
February 25, 2012 @ 9:58 AM
નવા જ રદીફ અને કાફિયા અને અનોખો જ મિજાજ
વાહ…
pragnaju said,
February 26, 2012 @ 5:08 AM
ક્યાં સુધી આ ધાન્ય ને આ ધન્યતા ?
આ ચરણ ને ચખ લઈ ક્યાં ક્યાં ફરું ?
કેમ ઊતરે સ્પર્શ વિષકન્યાઓના ?
હું ત્વચામાં વખ લઈ ક્યાં ક્યાં ફરું ?
વાહ્
આમ્રપાલી વૈશાલીની અને વસંતસેના ઉજ્જૈનની હતી. ત્યારે તેમનો ઉપયોગ જાસૂસી કાર્યોમાં કરવામાં આવતો. જ્યારે જાસૂસી કરતી ત્યારે તેઓ વિષકન્યાઓ કહેવાત
હાલમા વિષકન્યાઓ પોતાના રક્ષણ માટે હમેશા આ વિષ પોતાની સાથે રાખે છે તેઓ જાતે જ જંગલમાંથી સાપ પકડી ઝેર કાઢે છેઝારખંડના સંથાલ પરગણા વિસ્તારમાં ઘણી બધી નાગકન્યાઓ રહે છે. આ સંથાલી આદિવાસી બાળકીઓને અહીંયા નાગકન્યા તરીકે માનવામાં આવે છે. આ બાળાઓ પોતાના દુશ્મનો માટે એટલી જ ખતરનાક છે, જેટલી ચોટ ખાધેલી નાગણ હોય.આ આદિવાસી યુવતીઓ પાસે ઝેર પણ હોય છે. આ ઝેરના સહારે…