તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.
– બરકત વિરાણી ‘બેફામ’

ગઝલ – મોના નાયક ‘ઊર્મિ’

આજનો અંધાર જો, રળિયાત છે !
આપણી વચ્ચે શું કોઈ વાત છે?

ક્યાં ગયો લય, જે હતો હર શબ્દમાં?
દિલમાં મારા એ જ ઉલ્કાપાત છે.

એ ધધખતું રણ લઈને આવશે,
એ સ્મરણ છે, એ જ એની જાત છે.

એટલું સહેલું નથી, જીવન તો એક
યુદ્ધ છે, ને એના કોઠા સાત છે.

કેમ તું ચર્ચાય છે, હોવાપણું?
તું નથી ને તોયે તું સાક્ષાત છે.

ક્યાં લગી એ પાળશે નિઃસ્તબ્ધતા ?
‘ઊર્મિ’ની તાસીર ઝંઝાવાત છે.

-મોના નાયક ‘ઊર્મિ’

લયસ્તરોની સહસંપાદિકા અને આશાસ્પદ કવયિત્રી મોનાની એક તરોતાજા ‘ઊર્મિ’સભર ગઝલ… સરળ ભાષા, સહજ બોધ અને ત્વરિત પ્રત્યાયનશીલતા – કોઈ પણ ઉત્તમ ગઝલના આ બધા ઘરેણાં યોગ્ય રીતે પહેરીને આવેલી આ દુલ્હનને આવકારીએ…

22 Comments »

  1. Rina said,

    March 2, 2012 @ 1:31 AM

    વાહહહ………………….

  2. vineshchandra chhotai said,

    March 2, 2012 @ 4:15 AM

    તમો અએ , તો કમલ કરિ …………….સબ્દોનિ દુનિયા ને ………હલવિ નાહખિ ………….અભિનદનદ્ન ………………..આભાર ……….ધન્યવાદ પન

  3. Devika Dhruva said,

    March 2, 2012 @ 8:11 AM

    ઓહોહો….લાંબા અરસા બાદ ઉર્મિની ખુબસુરત ગઝલ…

  4. Hasit Hemani said,

    March 2, 2012 @ 8:13 AM

    રળિયાતથી ઝંઝાવાતની સફર માફક ના આવી. પાછા વચ્ચે ઉલ્કાપાત અને ધગધગતા રણના સ્ટેશનો. હા ઝંઝાવાતથી રળિયાતનો પ્રવાસ હોત તો મજા આવી જાત.

  5. ધર્મેન said,

    March 2, 2012 @ 9:15 AM

    આપની આ પંક્તિઓ એટલી ગમી ગઈ કે એને ચિત્રાત્મક રૂપે મારી વોલ પર મુકવાની લાલચ રોકી ના શક્યો … (http://www.facebook.com/photo.php?fbid=377070902305314&l=e9a857e8b3)
    “એ ધધખતું રણ લઈને આવશે,
    એ સ્મરણ છે, એ જ એની જાત છે.”

  6. P. Shah said,

    March 2, 2012 @ 10:49 AM

    ક્યાં લગી એ પાળશે નિઃસ્તબ્ધતા ?
    ‘ઊર્મિ’ની તાસીર ઝંઝાવાત છે.

    વાહ ! ઊર્મિબેન સરસ ગઝલ આપી.
    બધા જ શેર સરસ થયા છે. તેમાઁય મત્લા અને
    મક્તાના શેર તો લજવાબ થયા છે.
    અભિનંદન દિલસે !

  7. dipalee said,

    March 2, 2012 @ 12:47 PM

    શુ વાત છે!!! મોના બેન્………બહુ જ સુન્દર ગઝલ છે………મને લખતા તો બિલકુલ નથેી આવડતુ પણ થોડૉ ઘણૉ વચાવાનો શોખ તો ખરો…. એટલે મારેી કોમેન્ટ્સ તમને મળતેી રહેશે

  8. Jayshree said,

    March 2, 2012 @ 2:36 PM

    આ હા હા….

    એ ધધખતું રણ લઈને આવશે,
    એ સ્મરણ છે, એ જ એની જાત છે.

    ક્યાં લગી એ પાળશે નિઃસ્તબ્ધતા ?
    ‘ઊર્મિ’ની તાસીર ઝંઝાવાત છે.

    I wish you were here… Wonna give you a big tight hug..!!!

  9. Navnit said,

    March 2, 2012 @ 4:07 PM

    કેમ તું ચર્ચાય છે, હોવાપણું?
    તું નથી ને તોયે તું સાક્ષાત છે.

    After very very very long break, this one came out to make it up for all lost time or what? As always, throughly enjoyed each line. THANK YOU !

    You made your existance permanent in the Gujarati poem world. તું નથી ને તોયે તું સાક્ષાત છે.

  10. ધવલ said,

    March 2, 2012 @ 4:25 PM

    સરસ !

  11. urvashi parekh said,

    March 2, 2012 @ 6:19 PM

    સરસ.
    એ ધખધખતુ રણ લઈ આવશે,
    અને,કેમ ચર્ચાય છે, આ વાત ઘણી ગમી..

  12. Sudhir Patel said,

    March 2, 2012 @ 8:41 PM

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  13. sweety said,

    March 3, 2012 @ 2:11 AM

    એટલું સહેલું નથી, જીવન તો એક
    યુદ્ધ છે, ને એના કોઠા સાત છે.

    બહુજ સરસ્

  14. Atul Jani (Agantuk) said,

    March 3, 2012 @ 2:39 AM

    કેમ તું ચર્ચાય છે, હોવાપણું?
    તું નથી ને તોયે તું સાક્ષાત છે.

    આ શેર વાંચીને યાદ આવ્યું

    તું નથી, તું નથી, તું નથી, તું નથી,
    તું બધે તરવરે तेरे जाने के बाद.

  15. Shirish Kamdar said,

    March 3, 2012 @ 5:05 AM

    વાહ વાહ મજા આવિ ગઇ

  16. ઊર્મિ said,

    March 3, 2012 @ 2:13 PM

    સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર…

  17. Jignesh Naik said,

    March 5, 2012 @ 12:04 AM

    Veri Nice !!!!

    Have evu lage che k nami kavio ni yadi ma entry malvi joie
    કેમ તું ચર્ચાય છે, હોવાપણું?
    તું નથી ને તોયે તું સાક્ષાત છે.

    a panki khuba j gami.

    Congratulations !!

  18. Babu Patel said,

    March 5, 2012 @ 11:14 AM

    ખુબ સરસ,
    કેમ તું ચર્ચાય છે, હોવાપણું?
    તું નથી ને તોયે તું સાક્ષાત છે.

  19. pragnaju said,

    March 7, 2012 @ 2:59 AM

    એક ગુલમહોરી છાંય સરીખી છોકરી,
    એક ગરમાળાની ઝાંય સરીખી છોકરી,
    મોનાના
    અંતર માંહે જંતર વાગે ,
    અંધાર બને રળિયાત.
    અને
    ક્યાં લગી એ પાળશે નિઃસ્તબ્ધતા ?
    ‘ઊર્મિ’ની તાસીર ઝંઝાવાત છે.
    પ્રગટાવતા રહો આવી સર્વાંગ સુંદર ગઝલો

  20. Urmi said,

    March 23, 2012 @ 10:27 PM

    આભાર મિત્રો…

  21. ninad (aditya jamnagri) said,

    April 15, 2012 @ 1:33 PM

    ૪ શેર ખુબ સરસ્

  22. FirstJan said,

    October 4, 2017 @ 2:17 PM

    I see you don’t monetize your blog, don’t waste
    your traffic, you can earn extra bucks every month because you’ve got hi quality content.
    If you want to know how to make extra bucks, search for: Mrdalekjd methods for $$$

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment