કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા

હે રી મૈં તો…. – મીરાંબાઈ

હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય.
ઘાયલકી ગતિ ઘાયલ જાણૈ, જો કોઈ ઘાયલ હોય;
જૌહરકી ગતિ જૌહરી જાણૈ, કી જિન જૌહર હોય.
સૂલી ઉપર સેજ હમારી, સોવણ કિસ બિધ હોય.
ગગનમંડલ પર સેજ પિયાકી, કિસ બિધ મિલણા હોય?
દરદકી મારી બન-બન ડોલું, બૈદ મિલ્યા નહીં કોય;
મીરાંકી પ્રભુ પીર મિટેગી, જબ બૈદ સાંવળિયા હોય.

– મીરાંબાઈ
 

મીરાંબાઈના પદને વળી ટિપ્પણ હોય ? જાતમાં છિદ્રો થાય અને જાત પોતે બંસરી બને ત્યારે આ સૂર નીકળે….

8 Comments »

  1. rajul b said,

    February 12, 2012 @ 3:19 AM

    નિતાંત ભાવપુર્ણ પદ..

  2. Dr jagdip nanavati said,

    February 12, 2012 @ 11:16 AM

    હું રખે રાધા બનું તો વાંસળી થઇ વાગજે
    મસ્ત મીંરા બાવરી, તો ઝેર થઈને આવજે

  3. Darshana Bhatt. said,

    February 12, 2012 @ 10:02 PM

    Mira ni amar rachana.

  4. manilal.maroo said,

    February 12, 2012 @ 10:07 PM

    no words for this mirabais bhajan. supreb, excllegent, manilal.m.maroo

  5. વિવેક said,

    February 13, 2012 @ 1:44 AM

    સાદ્યંત સુંદર અમર પદ…

    તીર્થેશની ટિપ્પણી પરથી એક શેર યાદ આવ્યો:

    હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
    કદી વાંસળી આ બરાબર ન વાગી…

  6. M.D.Gandhi, U.S.A. said,

    February 13, 2012 @ 9:09 PM

    મીરાંબાઈની સરસ ભક્તિરચના છે.

  7. pragnaju said,

    February 14, 2012 @ 12:51 AM

    પ્રેમની ગાન કરો
    અને
    પામો અનુભૂતિ

  8. amirali khimani said,

    February 16, 2012 @ 12:26 AM

    આ ભ્જ્ન મિરાબાય નુ એક સદા અમર પદ છે.પણ આમા એક કડિ ખુટેછે.જે મે સામભ્ળેલિ ઃના મે જાણુ આર્તિ બનધન,ના પુજાકિરિત હરિ મેતો પ્રેમ દિવાનિ. આ ભ્જ્ન એકાન્ત મા આખો બધ કરિ મન્મા ગાયેતો દિલનિ આરપાર તિરનિ જેમ મનમા ઉત્રિ જાય છે.મને આ ભ્જ્ન વારમ વાર સમભળ્
    ગમે છે.અને નય્ન ભિના થએ જાય છે. પરવરદિગાર આપ્ણા અન્તરમા અજવાળિ કરે એવિ પ્રાથના છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment