એને તમે શું કહેશો ? – પન્ના નાયક
તરફડાટ એટલે ? –
તમે કહેશો,
જલની બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ !
પણ ઘૂઘવતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?
– પન્ના નાયક
જે પાણી વિના તરફડે એ માછલાને તમે પાણીથી છાનું રાખો પણ જે માછલી આખા ભરેલા સાગર વચ્ચે તરફડતી હોય એનો તો વળી શો ઉપાય કરવો ? ભરેલા ભંડાર વચ્ચે અંદરની તડપતા મનની વાત અહીં બહુ ધારદાર રીતે કરી છે. આ વાંચીને તરત એકલતાના ઉપનિષદ જેવું મુકુલ ચોકસીનું આ મુક્તક યાદ આવી ગયું.
જેને ખાલીપો લાગે છે પળભર
તેઓ ગમતું કશુંક અડી લે છે
જે ભયાનક રીતે અટૂલા છે
તે તો ટોળામાં પણ રડી લે છે.
સુરેશ said,
June 7, 2007 @ 9:12 PM
ઉંચકી સુગંધ એક ઉભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
– ભાગ્યેશ જહા
વિવેક said,
June 8, 2007 @ 3:05 AM
વેદનાની વાતોથી વ્લોવી નાંખે એવી સુંદર રચના… અને મુકુલભાઈનું મુક્તક પણ એવું જ સુંદર…