શબ્દ રામરોટી છે – રાજેન્દ્ર શુક્લ
રાતદિન ભરી બખિયા ઝીણું ઝીણું ઓટી છે,
પામવા પરા-કાષ્ઠા, પ્યાસને પળોટી છે.
કોણ કો’ક કેતું’તું કે બડી કસોટી છે,
આ મૂકું લો ખિસ્સામાં, ક્ષણ ફકત લખોટી છે!
લાખ પૂછશો તો યે એ કશું ન કહેવાના,
જેણે એક વેળા પણ વેદના વળોટી છે!
એક પળ નહીં લાગે, હાલશું ખખેરીને,
મોજમાં જરા અમથી જાત આ રજોટી છે!
ઘૂઘરા પગે ઘમકે, આભની અહાલેકે,
શ્વાસની ખભે કાવડ, શબ્દ રામરોટી છે!
– રાજેન્દ્ર શુક્લ
(‘ઘિર આયી ગિરનારી છાયા’)
૨ જૂને અમદાવાદમાં ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ સર્જક – કવિવર રાજેન્દ્ર શુક્લને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન – રણજિતરામ સુવર્ણચંદ્રક – પ્રદાન કરવામાં આવ્યો. ગયા વર્ષે નરસિંહ મહેતા પુરસ્કાર એમને અર્પણ થયેલો. આ પ્રસંગે શબ્દના આ પરમ ઉપાસકની એક ગઝલ આજે માણીએ.
આ ગઝલ માટે પંચમ શુક્લ લખે છે : ૧૯૮૦ માં દાહોદની નવજીવન આર્ટસ કોલેજમાંથી રાજેન્દ્ર શુક્લ (સંસ્કૃતના પ્રાધ્યાપક) અને એમના પત્ની નયના જાની (અંગ્રેજીના પ્રાધ્યાપક, ગોલ્ડ મેડલીસ્ટ) સાંપ્રત શિક્ષણ પ્રણાલીને તિલાંજલી આપી, પોતાનાં પુત્રો ધૈવત અને જાજવલ્યને શાળાનાં શિક્ષણને બદલે ઘરે પોતીકાં શિક્ષણની વિભાવના સાથે માત્ર કલમને ખોળે બેસે છે કદાચ એ અરસામાં લખાયેલી આ ગઝલ છે.
વિવેક said,
June 5, 2007 @ 2:47 AM
મહાકવિ શ્રી રાજેન્દ્રભાઈને અભિનંદન પાઠવવા જેટલી મારી યોગ્યતાના અભાવે માત્ર વંદન કરીશ…. સુંદર ગઝલ મૂકવા બદલ અભિનંદન…
BHARGAVI said,
June 5, 2007 @ 5:12 AM
I am eagerly searching a poem by Shri Balashankar Kanthariya saying “shane kahu tane saap no bharo…..” Shall be thankfull if anybody can provide the same, help or source to above mentioned email ID.
BHARGAVI said,
June 5, 2007 @ 5:25 AM
my email ID is bhargavijpatel@yahoo.co.in Thanks.
વિવેક said,
June 13, 2007 @ 4:04 AM
પ્રિય ભાર્ગવી,
બાળાશંકર કંથારિયાની કવિતા “શાને કહું તને સાપનો ભારો” લયસ્તરો પર જરૂર મૂકી શકાશે પણ જો આપ એ કવિતાની પ્રથમ પંક્તિ આપી શકો તો… આખા પુસ્તકમાંથી એક લીટી શોધવી બાકી તો અશક્ય છે…
BHARGAVI said,
June 15, 2007 @ 7:53 AM
શ્રિ વિવેક, અહિ ઉપર જે પન્ક્તિઓ મે લખિ એ અપુર્તિ અને ખોટિ હોવા બદલ માફિ ચાહુ chhu.જે કવિતા હુ શોધતિ હતિ એનિ સાચિ પન્ક્તિઓ ->”શાને તુ સાપ નો ભારો લાડકડિ, તુ તુલસિ નો ક્યારો લાડ્કડિ………….” ટુક સમય મા મારા લગ્ન chhe, અને મારા પિતાજિ ક્ન્કોત્રિ મા લખવા માટે આતુરતા પુર્વક શોધિ રહ્યા હતા અને અન્તે મળી ગઈ. એ આખી કવિતા અહિ મુકતા મને આનન્દ થશે.
વિવેક said,
June 15, 2007 @ 8:37 AM
“શ્રી” નો ટોપલો માથે નાંખીને કમર ક્યાં તોડી નાંખો છો, મિત્ર? આપ જો આખી કવિતા મને ઈ-મેઈલ કરી શક્શો તો આપના સૌજન્યસ્વીકાર સાથે એ અહીં પ્રકાશિટ કરવામાં મને આનંદ જ થશે, પ્રિય ભાર્ગવી… આવનાર લગ્નજીવન માટે સમગ્ર લયસ્તરો ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
મારું ઈ-મેઈલ એડ્રેસ:
dr_vivektailor@yahoo.com
BHARGAVI said,
June 17, 2007 @ 3:27 PM
શ્રી વિવેક
માત્ર એક લીટી, અને એ પણ ખોટી, ના આધારે તમોને કવિતા શોધવાની મહેનત કરાવવા બદલ ફરી એક વખત માફિ ચાહુ છુ. શ્રી હિતેન આનન્દ્પરા ની એક કવિતા અહિ મુકતા મને આનન્દ થશે.
પ્રેમ આખી જિન્દગી નો મર્મ છે,
ઍ વિનાની સર્વ વાતો તર્ક છે.
ગાલ ઉપર ખન્જનો હોતા હશે?
ઍ તમારા ટેરવાનો સ્પર્શ છે.
શેર ઉપર વાહ જો એની મળે,
ઍ જ ક્ષણ મારા જીવન મા પર્વ છે.
હુ તને વાચુ નહિ તો શુ કરુ,
તુ આખી વાત નો સન્દર્ભ છે.
હોઠ તારા એ જ છે પણ તે છતા,
નામ ત્યા મારુ નથી નો ફર્ક છે.
હુ કરચલા થી સદ ડરતો રહ્યો,
આમ જુઓ તો મારી રાશિ કર્ક છે.