એના સિવાય દર્દનો બીજો નથી ઈલાજ,
આનંદથી નિભાવો બધી સારવારને.
મરીઝ

દીવાદાંડીઓ – યામામોતો તારો [ જાપાન ] – અનુ-વેણીભાઈ પુરોહિત

દીવાદાંડીઓ કવિઓ જેવી લાગે છે:
જ્યાં જ્યાં જોખમનો ભય –
ત્યાં બન્નેની સાબદી નજર.

પવનના ઉદરમાં જ આકાર લેતું તોફાન
અથવા તો
ફૂંફાડાબંધ આવી રહેલું
મહાસાગરનું મોજું….

કવિઓ દીવાદાંડીઓ જેવા લાગે છે :
વેદનાની અનુભૂતિ આત્મસાત કરીને
તેઓ પોતાનું એકાંત ઊભું કરે છે,
કારણકે બન્નેના ભર્ગ-વરણ્યને
હમ્મેશાં દૂર દૂરનો ફાસલો હારી જાય છે.
તેમનું ભીતર
કોઈ પણ અંધકાર કરતાં વધુ અતલ હોય છે.

 

સ્ટાલિન પોતાના સેનાપતિઓને કહેતો કે – ‘શત્રુપક્ષનો એક સેનાપતિ છટકી જશે તે ચાલશે પણ શત્રુપક્ષનો એકપણ કવિ છટકવો ન જોઈએ.’ !!!

5 Comments »

  1. Deval said,

    January 2, 2012 @ 11:51 PM

    ખુબ સુન્દર રચના …મજા પડી…

  2. sweety said,

    January 3, 2012 @ 6:11 AM

    વેદનાની અનુભૂતિ આત્મસાત કરીને
    તેઓ પોતાનું એકાંત ઊભું કરે છે

    ખુબ સુદર

  3. pragnaju said,

    January 3, 2012 @ 10:09 AM

    તેઓ પોતાનું એકાંત ઊભું કરે છે,
    કારણકે બન્નેના ભર્ગ-વરણ્યને
    હમ્મેશાં દૂર દૂરનો ફાસલો હારી જાય છે.
    તેમનું ભીતર
    કોઈ પણ અંધકાર કરતાં વધુ અતલ હોય છે.
    વાહ્
    યાદ
    દીવાદાંડી એ કેવી દગાબાઝ નીકળી,
    દિશા બતાવી ત્યાની ,
    જીવન નૌકા થોભવા જ્યાં બંદર નથી !
    એ કઈ રીતે સુંદરતા સર્જી શકે ?
    જેના ઘરના અરીસા પણ સુંદર નથી !
    હું જગતના અંધકારો ચીરી નીકળી જતે
    માત્ર તારી આંખ મારી દિવાદાંડી હતી

  4. Dhruti Modi said,

    January 4, 2012 @ 5:45 PM

    વાહ !!!

  5. amirali khimani said,

    January 5, 2012 @ 3:49 AM

    સ્ત્ય છે ક્વિ દિવાદાડિ સ્માણજ છે.જ્યા ન પોચે રવિ ત્યા પઃહોચે કવિ. સ્ટાલિન રશિયાનો સ્તાધિશ હ્તો તે પ્ણ શ્ત્રુના સયનિક થિ નહિ પ્ણ ક્વિથિ ડરતો હ્તો.એનુ દ્ર્શતાન તેનો હરિફ ટ્રોટસ્કિ હ્તો જે એક ક્વિ અને ચિન્ત્ક હ્તો.સટાલિને તેનો વધ કરાવેલો.કવિ ના કાવ્યો ક્રાતિ સ્રર્જિ શ્કેછે. ક્વિ નુ ચિન્તન દિલ ના ઉનડાણ મા ઉત્રિ જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment