આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.
પ્રહલાદ પારેખ

મુક્તક – કિસ્મત કુરેશી

એક કોરે કાળજું ને એક કોરે છે શિલા,
કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય;
કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં,
એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.

– કિસ્મત કુરેશી

5 Comments »

  1. Rina said,

    October 27, 2011 @ 9:14 AM

    વાહ….

  2. pragnaju said,

    October 27, 2011 @ 11:43 AM

    એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.
    સુંદર
    યાદ આવે અષ્ટાવક્ર પ્રશ્ન…કોને હૃદય નથી ?
    અશ્મન્ એટલે પાષાણ અને યાસ્ક મુનિએ શ્મન્ નો અર્થ શરીર કરેલો છે. એટલે શ્મનરહિત તે અશ્મન્ – અર્થાત્ શરીરરહિત-દેહાભિમાનરહિત એવા યોગીનું હૃદય શોકનું સ્થાન હોતું નથી. શ્રુતિ પણ એમ જ કહે છે કે શરીરાભિમાનરહિત યોગીને પ્રિય તથા અપ્રિયનો સ્પર્શ થતો નથી. દેહાભિમાન ગળી જાય છે ત્યારે યોગીના હૃદયના સર્વ શોકોને તરી જાય છે. અર્થાત્ મનરહિત જીવનમુક્ત થાય છે.

  3. Dhruti Modi said,

    October 27, 2011 @ 6:24 PM

    ખૂબ સરસ.

  4. urvashi parekh said,

    October 27, 2011 @ 7:39 PM

    ખુબજ સરસ.

  5. praheladprajapatidbhai said,

    October 29, 2011 @ 4:22 AM

    સુન્દર્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment