જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
આદિલ મન્સૂરી

એક હુંફાળો માળો ! – તુષાર શુક્લ

હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

– તુષાર શુક્લ

પ્રસન્ન સાનિધ્યને ઉજવતું આ ગીત મોકલવા માટે આભાર, સ્નેહ ત્રિવેદી.

આગળ મૂકેલું તુષારભાઈનું ખૂબ જ સરસ ગીત એમ પૂછીને થાય નહીં પ્રેમ પણ આ સાથે જોશો. અને, સાથે સાથે ટહુકા પર જયશ્રીએ મૂકેલા એમના બે મઝાના ગીત પણ સાંભળો. આજનો દિવસ આખો મઘમઘ થઈ જવાની ગેરેંટી !

5 Comments »

  1. sonal said,

    April 28, 2007 @ 5:43 AM

    ખુબ સુન્દર્ એક આશા સ્ભ્રર અને જાને મારુ પોતાનુ

  2. Pranav Shukla said,

    April 28, 2007 @ 12:50 PM

    Nice. Thanks to Sneh Trivedi for sharing.

  3. રસિક ઠાકર said,

    April 30, 2007 @ 8:18 AM

    અદભુત, શ્રી તુષારભાઈ અદભુત.

    “એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
    મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.
    અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,”

  4. avdhesh said,

    September 14, 2008 @ 3:30 AM

    આભાર બહેન સ્નેહ!

  5. Tulsi Shastri said,

    May 24, 2011 @ 9:05 PM

    Can you please upload two very nice songs …

    1) Maara sapna maa avya Hari
    2) chalne chalya jaiye haath laine haath maa…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment