એમ પૂછીને થાય નહીં : તુષાર શુક્લ
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી .
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
તુષાર શુકલ (29-9-1955) કવિ ઉપરાંત સારા સંચાલક પણ છે. તેઓ આકાશવાણી, અમદાવાદ સાથે સંકળાયેલા છે. એમની આ રચના શ્યામલ મુન્શીના કંઠે ‘હસ્તાક્ષર’ આલ્બમમાં સ્વરાંકિત થઈ છે.
ધવલ said,
March 25, 2006 @ 10:19 AM
બહુ જ મઝાનું કાવ્ય. દીલમાંથી સીધ્ધું કાગળ પર ઉતરી આવ્યું હોય એવું તદ્દન શુધ્ધ અને સરળ કાવ્ય. કાવ્યથી વધારે જરુરી તો મૂળ મુદ્દાની વાત -‘પૂછીને થાય નહીં પ્રેમ’… સત્તર આના સાચી વાત !
radhika said,
March 27, 2006 @ 6:45 AM
ભુલ સુધારવા બદલ આભાર, વીવેકભાઈ
HT said,
April 2, 2006 @ 12:58 AM
I was searching for this since long time. Thank you Tushar and Dhaval!
Anonymous said,
May 12, 2006 @ 6:05 AM
Just too good…….
kunjan said,
November 14, 2006 @ 2:41 PM
i like all of tushar shuklaji’s kavita…and i have seen him many times on t.v. i have never listen such a sweet voice and the way he speaks gujrati is just somthing words cant describe.i want to meet tushar shuklaji ,,once in my life,,,and wants to thank him for whatever he is doing for gujrati language and litreture..
Mansi Shah said,
January 5, 2007 @ 8:02 AM
અદભૂત! કેટલાંય વખતથી હું આ ગીત કોઈના કંઠે ગવાયેલું હોય તે શોધી રહી છું. લાગે છે હવે મને મળી જશે. I had an opportunity to listen Tusharbhai once! And what a programme it was! All of us were mesmerized by his speech.
mukesh shukla said,
January 5, 2007 @ 12:26 PM
વાહ્ તુશાર ભઈ , તમને બિરદાવવા શબ્દ નથિ. પન તમ્ને યાદ આવે તો આ પ મારા બચપન ના દોસ્ત ચ્હો , મુકેશ શુકલ……………………..
sagarika said,
March 26, 2007 @ 9:21 AM
સરસ ગીત છે.
Sneh said,
April 16, 2007 @ 1:33 AM
koi kehshe ahi gazal kevi rite post kari shakay?
Sneh said,
April 16, 2007 @ 1:37 AM
તુશારભાઈની પ્રશન્શા
માટે કોઇ શબ્દો નથી
વિવેક said,
April 16, 2007 @ 2:01 AM
પ્રિય સ્નેહ,
આપ કોઈ ગઝલ “લયસ્તરો” પર જોવા ઈચ્છતા હો તો અમને ઈ-મેઈલ કરી શકો છો. આપના ર્ણસ્વીકાર સહિત એ અમે યોગ્ય જણાયે પ્રકાશિત કરીશું. વાચક સ્વયં કૃતિ પોસ્ટ કરી શકે એવી સગવડ આપી શકાય એમ નથી…
sneh said,
April 18, 2007 @ 2:30 AM
Vivekbhai,
email address janavsho!
mare tusharbhai ni be -tran krutio post karvi che!
Regards’
sneh~!
વિવેક said,
April 18, 2007 @ 5:02 AM
dr_vivektailor@yahoo.com
mgalib@gmail.com
sbjani@gmail.com
Virendra said,
April 22, 2007 @ 2:08 AM
આભાર. તુષાર ભાઈ ના અન્ય કાવ્યો- મલે?
લયસ્તરો » એક હુંફાળો માળો ! - તુષાર શુક્લ said,
April 27, 2007 @ 11:32 AM
[…] આગળ મૂકેલું તુષારભાઈનું ખૂબ જ સરસ ગીત એમ પૂછીને થાય નહીં પ્રેમ પણ આ સાથે જોશો. અને, સાથે સાથે ટહુકા પર જયશ્રીએ મૂકેલા એમના બે મઝાના ગીત પણ સાંભળો. આજનો દિવસ આખો મઘમઘ થઈ જવાની ગેરેંટી ! […]
Ramesh said,
May 1, 2007 @ 10:44 AM
ITs too good to see all this here….any one can please put gazals or Muktaks of “Mariz”???
Pratik Chaudhari said,
August 31, 2008 @ 12:01 AM
એકદમ સચોટ અભિવ્યકતિ છે.
ગુજરતી સાહિત્ય ને આવી ઉતમ કૃતિ આપવા માટે શ્રી તુષાર શુકલ નો આભાર.
Tushar Shukla said,
August 15, 2009 @ 7:37 AM
i thank Laystaro for creating a bridge between poets and readers. this is a real good way to meet. Nav bharat prakashan has all my books.a recent publication edited by Sanjay Vaidy_35mm-is ” EVENING”.friends can have a look.
વિવેક said,
August 16, 2009 @ 4:53 AM
પ્રિય તુષારભાઈ,
લયસ્તરોના આંગણે આપનું સહૃદય સ્વાગત છે…
vishalkumar kondhiya said,
May 15, 2012 @ 12:49 AM
તુશાર ભાઇ મને ઝમ્કે ના ઝાન્ઝર તો ઝાન્ઝર્ કેહવાય ના ગિત મોકલ્વા નમ્ર વિનન્તિ
my email id is vishal91660@yahoo.co.in
yogesh shukla said,
June 28, 2014 @ 7:45 PM
શ્રી તુષાર શુક્લ કદાચ જન્મ તારીખ :- 29.06.1955
સુંદર રચના
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.