જાણભેદુ – વિવેક મનહર ટેલર
લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,
આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.
જાણકારી હોય તો એવું નથી કે શોધવી પડતી નથી સંજીવની પણ
યોજનાઓ જ્યાં ઊંધી થઈ જઈ શકે એ છાવણી કેવી તો કે’ કે જાણભેદુ.
યુગયુગોથી એક ઇચ્છા માટે પંચેન્દ્રિય લાક્ષાગૃહમાં બળતી રહી છે,
ને વળી ઇન્દ્રિય પાછી સૌ અણીથી તે પણી કેવી તો કે’ કે જાણભેદુ.
મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,
ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.
શું તમે પણ સાવ આમ જ નીકળ્યા બાંયો ચઢાવી કાળક્રમ સાથે ઝઘડવા ?
એ ન ઇચ્છે તો કશું ના થાય, જાત જ એ તણી કેવી તો કે’ કે જાણભેદુ.
– વિવેક મનહર ટેલર
(૦૫/૧૧-૦૮-૨૦૧૧)
ગઈકાલે ફેસબુકના ગર્ભમાંથી જન્મેલી કિરણસિંહ ચૌહાણની જાણભેદુ ગઝલ આપણે માણી. આજે બેક-ટુ-બેક માણીએ મારી એક જાણભેદુ ગઝલ. એક જ શબ્દને લઈને જન્મેલી બે ગઝલ બે અલગ અલગ કવિની કલમે જન્મે ત્યારે કેવી અલગ તરી આવે છે ! હા, જો કે કિરણસિંહની કસાયેલી કલમ અને મારી કલમનો ફરક જો કે નજરે ચડી આવે છે… આ સંદર્ભમાં એક બોનસ શેર પણ આપ સહુ માટે:
રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ કલમમાં પરંતુ કમાલ નોખા છે !
neerja said,
September 2, 2011 @ 1:29 AM
beautiful. . the last sher too is too good
dr.ketan karia said,
September 2, 2011 @ 2:16 AM
મજા આવી ગઈ…યે બાત
Rakesh Thakkar, Vapi said,
September 2, 2011 @ 2:37 AM
સરસ ગઝલ
મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,
ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.
amirali khimani said,
September 2, 2011 @ 3:29 AM
vivek bhqi gujrqti is my mother tong but since i do not have gujrati key board this email is in english. I like your gazal, here in karachi we have very little gujrati litreture. Layastro provide us such a nice gujarati litreture so many peoples here like and appreciate Layastro we ejoy fresh gazals,kavya and other gujarati litreture.please continue new . with goodwishes and deep regards.
Atul Jani (Agantuk) said,
September 2, 2011 @ 4:53 AM
રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ કલમમાં પરંતુ કમાલ નોખા છે !
કારણ કે સહુની ભીતરના ભાવ નોખા છે.
સુનીલ શાહ said,
September 2, 2011 @ 11:00 AM
તમારી કલમ કસાયેલી નથી એવા વ્હેમમાંથી નીકળી જ જવું પડે તેવી કસાયેલી ગઝલ બદલ અભિનંદન. બધા જ શેર મઝાના થયા છે.
MAYANK S TRIVEDI said,
September 2, 2011 @ 1:06 PM
વિવેકભાઈ,
મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,
ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.
અભિનંદન. બધા જ શેર મઝાના છે.
nehal said,
September 2, 2011 @ 1:50 PM
મઝા આવી ગઈ……!
kartika desai said,
September 2, 2011 @ 2:48 PM
પ્રિય ગઝલકાર વિવેકજિ,ધન્યવાદ દિલ ગુલતાન…આપ સિધ્ધહસ્ત…સર્વ કાબિલે તારિફ.
મીના છેડા said,
September 2, 2011 @ 10:33 PM
યુગયુગોથી એક ઇચ્છા માટે પંચેન્દ્રિય લાક્ષાગૃહમાં બળતી રહી છે,
ને વળી ઇન્દ્રિય પાછી સૌ અણીથી તે પણી કેવી તો કે’ કે જાણભેદુ.
વાહ!!!
Mehul jodhpura said,
September 2, 2011 @ 10:39 PM
Duniya ni mane khabar nthi pan duniya 6e janbhedu……n ser pan kya bat !
himmatchhayani said,
September 3, 2011 @ 4:00 AM
મસ્ત રચના વિવેકભાઈ..!
Kiran Panchal said,
September 3, 2011 @ 4:28 AM
Really awesome …….!!!!!!!!!
anil chavda said,
September 3, 2011 @ 7:04 AM
are waah
khub j sundar gazal thai chhe vivekbhai
Dhruti Modi said,
September 4, 2011 @ 6:37 PM
નખશીખ સુંદર ગઝલ.
sudhir patel said,
September 5, 2011 @ 1:36 PM
બન્ને સુંદર ગઝલો માણવી ગમી!
સુધીર પટેલ.
Pinki said,
September 6, 2011 @ 12:04 AM
શું તમે પણ સાવ આમ જ નીકળ્યા બાંયો ચઢાવી કાળક્રમ સાથે ઝઘડવા ?
એ ન ઇચ્છે તો કશું ના થાય, જાત જ એ તણી કેવી તો કે’ કે જાણભેદુ… યે બાત હૈ !
Anil Shah.Pune said,
September 17, 2020 @ 1:11 AM
મારી લાગણીઓ વચ્ચે આજે ઉઘાડો પડ્યો,
આંખ ના આંસુઓ ને જોઈ મનમાં સોફો પડ્યો,
બધી યુક્તિઓ અજમાવી જોઈ એમને મનાવવાની,
જેટલી ચાલ ચાલી બધી ચાલમાં ઉંધો પડ્યો,
બધાને બધી રીતે મેં મંઝિલે પહોંચાડી દીધા,
કોન જાણે મારા રસ્તે હું ભૂલો પડ્યો,
મિત્રો ઓને જાણતો હતો નખશીખ પગથી માથા સુધી,
તે છતાંય મહેફિલ માં એમની સામે ભોંઠો પડ્યો,
પ્રભુ તારી જ હતી ઈર્ષા ને તારા દરબારમાં આવ્યો,
બધી રીતે માફી માગવા અનિલ તારા પગે પડયો…