હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
મરીઝ

જાણભેદુ – કિરણસિંહ ચૌહાણ

અહીં પાણી પોતે થયા વ્હાણભેદુ,
હશે એની સાથે કોઇ જાણભેદુ.

પછી સુખ તો શું… સુખના વાવડ ન આવે,
કે બેઠા હો જયાં કૈંક એંધાણભેદુ.

તને જોઇને હૈયે હળવાશ વ્યાપી,
કે તારું આ સાંનિધ્ય છે તાણભેદુ.

ગમે નમ્રતા અમને ઝરણાની યારો,
છે નાજુક ઘણું તોય છે પ્હાણભેદુ.

કરો હર દવા તોય પીડા વધે છે,
ઘણી લાગણી હોય છે પ્રાણભેદુ.

– કિરણસિંહ ચૌહાણ

ફેસબુક આમ તો એક બિમારીની કક્ષાએ પહોંચી શકે એ હદે આપણા લોહીમાં વકરી રહ્યું છે. પણ એ છતાં એના ફાયદા કે અસ્તિત્વને નકારી શકાય એમ નથી. આ ગઝલ જ જોઈ લ્યો ને! ફેસબુક પર કિરણસિંહ ચૌહાણના પુત્રના એક ફોટોગ્રાફ પર પ્રતિભાવોની હારમાળા ચાલી એમાં મેં જાણભેદુ શબ્દ વાપર્યો અને કવિશ્રી ઓવારી ગયા.. મને કહે સાંજ પહેલાં ‘જાણભેદુ” પર એક ગઝલ લખી મોકલાવું છું. મેં કહ્યું સ્વાગત… એક ગઝલ હું પણ લખી નાંખીશ… અને એમ ફેસબુકની ચર્ચાની આડ-પેદાશ સ્વરૂપે જન્મી બે ગઝલ…

આજે કિરણસિંહ ચૌહાણની કલમે એમની ‘જાણભેદુ’ ગઝલ માણીએ પણ આવતીકાલે આજ સ્થળે મારી ‘જાણભેદુ’ ગઝલ માણવાનું ચૂકશો નહીં…

15 Comments »

  1. Atul Jani (Agantuk) said,

    September 1, 2011 @ 3:10 AM

    ગુર્જર કાવ્ય ધારા પર આ ગઝલ વાંચેલી – તેની ઉત્પતીનું રહસ્ય અત્યારે સમજાણું. એક ગઝલ તમે જ્યારે લખી જ નાખી છે તો અમે ય કાલે વાંચી નાંખશું.

  2. sarju said,

    September 1, 2011 @ 3:41 AM

    ઍક દમ સરસ ગઝલ …..

  3. anil chavda said,

    September 1, 2011 @ 6:29 AM

    kya baat hai kiranbhai…
    Radif-kaafiya or puri gazal ghajal laa-javab hai

  4. Satish Dholakia said,

    September 1, 2011 @ 6:58 AM

    હમણા ઘણા વખત થી લય સ્તરો માણવા નહોતુ મળતુ. સુંદર ગઝલ થી શરુઆત..

  5. કિરણસિંહ ચૌહાણ said,

    September 1, 2011 @ 9:27 AM

    આભાર વિવેકભાઇ! આભાર મિત્રો!

  6. jigarjoshi 'prem' said,

    September 1, 2011 @ 11:04 AM

    વાહ કિરણભાઈ…. અદભુત રચના થઈ છે…ખુબ ખુબ અભિનંદન. વિવેકભાઈ આપનો પણ આભાર…

  7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 1, 2011 @ 12:19 PM

    ગુજરાતી શબ્દકોશનું વજન વધવાનું હવે.
    કિરણ બની જાય સિંહ તો આ થવાનું હવે.

  8. Dhruti Modi said,

    September 1, 2011 @ 5:36 PM

    રમત રમતમાં કહેવાયેલી સુંદર ગઝલ.

  9. ધવલ said,

    September 1, 2011 @ 9:56 PM

    ગમે નમ્રતા અમને ઝરણાની યારો,
    છે નાજુક ઘણું તોય છે પ્હાણભેદુ.

    – સરસ !

  10. લયસ્તરો » જાણભેદુ – વિવેક મનહર ટેલર said,

    September 2, 2011 @ 1:21 AM

    […] ગર્ભમાંથી જન્મેલી કિરણસિંહ ચૌહાણની જાણભેદુ ગઝલ આપણે માણી. આજે બેક-ટુ-બેક માણીએ મારી એક […]

  11. Rakesh Thakkar, Vapi said,

    September 2, 2011 @ 2:39 AM

    સુંદર ગઝલ. વાહ કિરણભાઈ!
    ગમે નમ્રતા અમને ઝરણાની યારો,
    છે નાજુક ઘણું તોય છે પ્હાણભેદુ.

  12. Lata Hirani said,

    September 2, 2011 @ 2:57 AM

    તને જોઇને હૈયે હળવાશ વ્યાપી,
    કે તારું આ સાંનિધ્ય છે તાણભેદુ.

    કરો હર દવા તોય પીડા વધે છે,
    ઘણી લાગણી હોય છે પ્રાણભેદુ.

    અરે વાહ આ બે શેરોમા બહુ મજા પડી ગઇ !! અભિનન્દન કિશોરભાઇ…

  13. MAYANK S TRIVEDI said,

    September 2, 2011 @ 1:01 PM

    કિરણભાઈ….
    અભિનન્દન
    તને જોઇને હૈયે હળવાશ વ્યાપી,
    કે તારું આ સાંનિધ્ય છે તાણભેદુ.
    અદભુત રચના
    સુંદર ગઝલ.

  14. મીના છેડા said,

    September 3, 2011 @ 10:42 AM

    સરસ !!!

  15. Pinki said,

    September 6, 2011 @ 12:02 AM

    નેટનું નામ સાંભળતા વેંત મોં વાંકું કરતાં લોકોને ફેસબુકનો ફાયદો જાણી ગમશે ! કેટલાં બધાં નવા શબ્દોની શોધ થઈ ગઈ … ગુજરાતી ભાષા સમૃદ્ધ થઈ ગઈ 🙂

    ઘણી લાગણી હોય છે પ્રાણભેદુ. … વાહ !

    સરસ ગઝલ… !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment