આ રાની ઘાસ વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.
ઉદયન ઠક્કર

જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ

જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ
ત્યારે આપણા ખમીસને ખીસું નથી હોતું,
તે પેલીનો હોય છે,
પેલી તેની હોય છે.
કદરૂપો ગવૈયો રંગમાં ગાતાં ગાતાં
જેવો સુંદર દેખાય
તેવા આપણે સુંદર હોઇએ છીએ.

જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,
ત્યારે આપણે આપણે નથી હોતાં :
આપણે હોઇએ છીએ કોઇક અનોખા જાદુગર :
કંડમ પાંસળીમાં
ગંધે ઉભરાઇ જતા ફૂલબાગ ખીલવનાર,
ક્યારેક પણ કદીક પણ કોઇએ એક કાળે
પ્રેમ કરવો હોય ભલે ચીલાચાલુ તો પણ
તેણે તેના ફિક્કા ચહેરાને સુખચંદ્ર કહેવો.

તેને હોય પંચોત્તેરનો બેઝિક તો પણ
તેણે તેને સાદ કરવો રાજા કહીને.
તેના જન્મદિવસે તેણે લાવવો યાદ કરીને
પાણી છાંટેલો જૂઇનો ગજરો છ પૈસાનો.
(અચ્છી વસ્તીમાં તે રાતના સસ્તો મળે છે.)
છ બાય છની ખોલીમાં પોપડા ઉખડેલાં,
લંગડા ટેબલ પાસેના કાટ ખાધેલા ખાટલાને
તે બન્ને એ કહેવાનો ‘શયનમહાલ’
આ બધું સોગંદ ખાઇને કહું છું કે, સાચું હોય છે.

કારણ જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,
ત્યારેજ આપણે સાચા હોઇએ છીએ ચૂકીને એકાદ વાર
જ્યારે પેલી પ્રેમ કરે છે
ત્યારે તે તેને ગાઇને બતાવે છે
કંપતા બેસૂર અવાજમાં :
તેને પણ તે સૂર દેખાય છે પોપટી પાંદડી જેવાં.
કારણ ત્યારે પેલી પોતે જ એક ગીત હોય છે,
કારણ ત્યારે પેલો પોતે જ એક ગીત હોય છે.

પછીથી જીભ દાઝે છે, હોઠ બળી જાય છે.
વાસી ભજીયાનાં બળેલા ઓડકારા આવે છે જિંદગીને.
મોંમાં ભરાઇ જાય છે કડવા દ્વેષનું થૂંક.
પણ તે થૂંકતો નથી જગત પર :
કમમાં કમ એક વાર ગળી જાય છે તે સમજણથી :
કારણ પેલીએ સીવેલા હોય છે તેના – તેના રાજાનાં –
બે જ ફાટેલા પુરાણાં શર્ટ ફરી ફરીને
અને પેલાએ થીંગડા મારેલા પાલવથી
તેણે સાંધેલું હોય છે એક આકાશ.

 

True love reinvents itself every second…….

6 Comments »

  1. મીના છેડા said,

    August 31, 2011 @ 3:14 AM

    શ્રી મંગેશજીને સાંભળતા જીવીએ છીએ એ પણ જિંદગીનો મજાનો લહાવો છે…
    આ અનુવાદ વાંચતી વખતે મંગેશજીના એમના મૂળ મરાઠી લહેકા સાથેના અવાજમાં સાંભળેલું આ કાવ્ય અત્યારે પણ વાતાવરણમાં તરી ગયું….

  2. divya parekh said,

    August 31, 2011 @ 11:17 AM

    ઘ્ણા વખતે મન્ગેશજીને મલ્યા! અતિ સુન્દર.

  3. himanshu patel said,

    August 31, 2011 @ 12:01 PM

    દ્લિત વાસ્તવિકતાનો અને મુવમેન્ટનો એક અનોખો અવાજ—
    પછીથી જીભ દાઝે છે, હોઠ બળી જાય છે.
    વાસી ભજીયાનાં બળેલા ઓડકારા આવે છે જિંદગીને.

  4. વિવેક said,

    September 2, 2011 @ 2:20 AM

    સુંદર !

  5. ધવલ said,

    September 4, 2011 @ 8:44 AM

    વાહ !

  6. Ajay gala said,

    June 14, 2015 @ 5:13 AM

    A perfect poem for real life love story…,

    Prem aandhado hoy che, evu fari purvaar kartu kavya

    Too……goooood

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment