સવાર – સુરેશ જોષી
(પંતુજીની દૃષ્ટિએ)
આજે સવારે બેઠી નિશાળ,
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.
હારબંધ આ કબૂતર ગોખે
ગઈ કાલનો પાઠ ઝરોખે;
સવારનો આ ચન્દ્ર રાંકડો –
ધ્રૂજતે હાથે લખેલ આંકડો!
સુર્યકિરણની દોરી રેખા
કોણ, કહોને, માંડે લેખાં?
આજ સવારે બેઠી નિશાળ
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.
– સુરેશ જોષી
ગંભીર કવિ કોઈક વાર હળવું કાવ્ય લખી નાખે ત્યારે વાંચીને આનંદ થઈ જાય છે. અર્થની આંટીઘૂટીને બદલે નિતાંત કુદરતી કાવ્ય – જાણે ગંભીર ચહેરા પર અચાનક પ્રસરી વળેલું સ્મિત
કોઈ વાર એવો વિચાર આવી જાય કે હાસ્ય-વિનોદને આજદીન સુધી આપણે જે હળાહળ અન્યાય કર્યો છે એના પ્રાયશ્ચિતરૂપે બધા કવિ-લેખકોએ દર ત્રણ રચનાએ એક હળવી (હળવી નહીં તો કમ સે કમ ‘અ-ગંભીર’) રચના કરવી જ પડે એવો કાયદો કરવો જોઈએ. શું કહેવું છે ?
Deval said,
August 24, 2011 @ 12:38 AM
Very True sir….bus A-gambhir rachana na standards n norms aapde bhavako ae nakki karvana nahi to a-gambhir pana per pan gambhir lekho-kavitao thai jashe…
…..sundar rachana…thanx for sharing….
વિવેક said,
August 24, 2011 @ 2:48 AM