સાવ થાકી ગયેલ પગને લઈ
એક ઈચ્છા જ ચાલતા રાખે
ભરત વિંઝુડા

યુવાગૌરવ: ૨૦૦૮: ધ્વનિલ પારેખ

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૮ માટે ધ્વનિલ પારેખને આપવામાં આવ્યો. ધ્વનિલ પારેખને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_dhwanil copy

આઠે પ્રહર સમયના અહીં તો પ્રહાર છે,
નાજુક છે એ કદી તો કદી ધારદાર છે.

દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

સુખમાં છે અંધકાર ને દુઃખમાં સવાર છે,
તું જે રમી રહ્યો છે બધાં આ પ્રકાર છે.

આ પ્રેમ દોસ્ત ! મેઘધનુષની કિનાર છે,
ચાલી શકે તો ચાલ ફક્ત એકવાર છે.

દર્શન થયા ઘડી બે ઘડી તોય સાર છે,
ઈશ્વર વિશે બધાંનો જ સારો વિચાર છે.

– ધ્વનિલ પારેખ

દરિયા અને નદીવાળો ધ્વનિલનો શેર ગુજરાતી ગઝલના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ચૂક્યો છે પણ એ સિવાયના શેર પણ મનનીય થયા છે…

17 Comments »

  1. રાકેશ ઠક્કર, વાપી said,

    July 28, 2011 @ 2:10 AM

    ધ્વનિલ પારેખને અભિનંદન! આ શેર પણ ધ્યાનાર્હ છે.
    આ પ્રેમ દોસ્ત ! મેઘધનુષની કિનાર છે,
    ચાલી શકે તો ચાલ ફક્ત એકવાર છે.

  2. રાજેશ જોશી 'આરઝુ' said,

    July 28, 2011 @ 2:26 AM

    ધ્વનિલભાઇને ખુબ ખુબ અભિનંદન!

  3. Atul Jani (Agantuk) said,

    July 28, 2011 @ 3:30 AM

    આ પ્રેમ દોસ્ત ! મેઘધનુષની કિનાર છે,
    ચાલી શકે તો ચાલ ફક્ત એકવાર છે.

    સાચી વાત છે : નદીના ઉધારવાળો શેર ઘણો જાણીતો છે. ઉપરનો શેર પણ ગમ્યો.

    ધ્વનિલભાઈને અભીનંદન.

  4. Anil Chavda said,

    July 28, 2011 @ 4:06 AM

    Kavi Shree Dhvanil Pareikhne Khub Khub Abhinandan….

  5. મીના છેડા said,

    July 28, 2011 @ 4:12 AM

    આઠે પ્રહર સમયના અહીં તો પ્રહાર છે,
    નાજુક છે એ કદી તો કદી ધારદાર છે.

    દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
    એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

    વાહ!

    સ્નેહાભિનંદન

  6. manoj j parmar said,

    July 28, 2011 @ 6:47 AM

    સરસ મજા નિ કાવ્ય રચના ચ્હે ….
    મને ખુબ પસન્દ અવિ …..

  7. urvashi parekh said,

    July 28, 2011 @ 6:59 AM

    ખુબજ સરસ.
    દરીયો ભલે ને માને વાળી વાત સરસ.
    ખુબ ખુબ અભીનન્દન પુરસ્કાર માટે.

  8. Rina said,

    July 28, 2011 @ 8:04 AM

    many congratulations to dhvanilbhai..

  9. Kalpana said,

    July 28, 2011 @ 1:23 PM

    વાહ ધ્વનિલ. ફૂલો ફ્લો અને આવા મૌલિક વિચારો ઝળકાવતા રહો.
    અભિનન્દન.

  10. DHRUTI MODI said,

    July 28, 2011 @ 3:35 PM

    અભિનંદન.

    દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
    ઍને ખબર નથી કે નદીનું ઉધાર છે.
    ખૂબ સરસ અને ખૂબ જ સહજ.

  11. P Shah said,

    July 29, 2011 @ 3:46 AM

    અભિનંદન !

  12. Deval said,

    July 29, 2011 @ 9:14 AM

    kavi shree ne khub khub abhinandan….

  13. chiman Patel "CHAMAN" said,

    July 29, 2011 @ 11:49 AM

    અભિનંદન !અભિનંદન !! અભિનંદન !!!

  14. Sudhir Patel said,

    July 29, 2011 @ 11:17 PM

    Congratulations to Dhvanil Parekh!
    Very nice Ghazal!
    Sudhir Patel.

  15. Hardwar Goswami said,

    July 31, 2011 @ 4:29 AM

    ધ્વનિલ પારેખને અભિનંદન!

  16. raksha shukla said,

    July 31, 2011 @ 4:52 AM

    ધ્વનિલ પારેખને અભિનંદન!

  17. kshitij said,

    August 7, 2011 @ 12:25 PM

    બિજો શેર દ્અરિયા …અને અન્તિમ શેર બન્ને ખુબ ગમ્યા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment