કવિતા – જયન્ત પાઠક
ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.
– જયન્ત પાઠક
કવિતા લખવાની પ્રક્રિયા પર કવિઓએ ઘણું લખ્યું છે. કવિ હોવા વિષે મારું પ્રિય કાવ્ય છે સમુદ્ર. આગળ વિવેકે તો સર્જનની પ્રક્રિયા બયાન કરતા ઉત્તમોતમ શેર-પંક્તિઓનું મઝનું સંકલન કરેલું ( ભાગ એક અને ભાગ બે ) એય અહીં ફરી મમળાવવા જેવું છે.
Neela Kadakia said,
March 21, 2007 @ 12:43 AM
કવિની હિંમતને દાદ આપવા જેવી છે.
INDRAVADAN VYAS said,
May 15, 2008 @ 8:30 PM
MY GOD ! WHAT A LIST OF REQUIREMENTS YOU NEED TO BECOME A POET.IT IS SCARY.I THOUGHT TO WRITE A POETRY IS A “SAHAJ” PROCESS, RESULT OF A SPONTANIOUS OUTBURST OF EMOTIONS. AS I HAVE SEEN MANY POETS, THEY ARE EASY GOING ,SAFE RIDERS AND SLOW IN ALL ASPECTS.THERE ARE GREAT POETS LIKE VIR NARMAD,JHAVERCHAND MEGHANI,DULA BHAYA KAG,KAVI NIRALA,AMRUTGHAYAL,RAMESH PAREKH UMASHANKAR JOSHI,SUNDARAM TO QUOTE FEW.
MATHE KAFANBANDHINE FARNARA KAVIYO BHAGYEJ JOVA MALE CHHE.
WITH DUE RESPECT TO JAYANT PATHAK I HAVE POINTED OUT MY VIEWS.I DO NOT WANT TO OFFEND ANY ONE BY MY REMARKS.I INVITE FRIENDS AND ALL READERS TO OFFER THEIR VIEWS ON THE SUBJECT AND PROLONG THE DISCUSSIONS.
THANKS,
I ENJOYED THE POEM EQUALLY LIKE MANY OTHERS.I WISH WE FIND MORE AND MORE KAVI WITH THESE VIRTUES.
INDRAVADAN G VYAS
લયસ્તરો » કવિતા વિશે ત્રણ રચનાઓ – જયન્ત પાઠક said,
October 28, 2011 @ 12:31 AM
[…] હોઈ શકે. જયન્ત પાઠકની જ કવિતા વિશેની કવિતા અને કવિતા ન કરવા વિશે કવિતા – બંને આ […]