અડધે રસ્તે – સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. ઉષા પટેલ)
આપણે બધા
આપણે બધા અધવચ્ચે અટવાયેલી જિંદગી જીવી રહ્યા છીએ.
આપણે સંપૂર્ણ આવેગ સાથે
નથી ધૃણા કરી શકતા
નથી પ્રેમ,
નથી ગુસ્સે થઈ શકતા
નથી ક્ષમા આપતા;
અધૂરી કામનાઓ,
અધૂરી ઈચ્છાઓ,
અધૂરાં સપનાંઓ,
અધૂરી વાતો,
બધું જ આપણામાં સંતાડીને
અધૂરા રસ્તા પર ફરીએ છીએ,
ડરીએ છીએ, કતરાઈએ છીએ,
અધૂરી દૃષ્ટિ,
અધૂરા વિચાર,
અધૂરા સંબંધોને
સ્વીકારીએ છીએ,
અને એમને જો પૂર્ણતાની શોધમાં
લાવારીસ ફરતા મળી જઈએ છીએ
તો અડધે રસ્તેથી પાછા વાળી દઈએ છીએ.
– સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. ઉષા પટેલ)
હરીશ દવે said,
March 7, 2007 @ 11:36 PM
ધવલભાઈ! મઝાની કૃતિ લાવ્યા છો! જગજીતની “હેલો ઝિંદગી” વાળી ગઝલ યાદ આવી ગઈ ….
અધૂરે સે રિશ્તોં મેં જલતે રહો …
અધૂરી સી ચાહત પે પલતે રહો ….
મગર જિયે જાને કા દસ્તૂર હૈ ……
સર્વેશ્વરજીની કૃતિનો અનુવાદ પ્રશંસનીય છે ….. હરીશ દવે અમદાવાદ
nilam doshi said,
March 8, 2007 @ 12:09 AM
સરસ રચના આભાર
Bhumi said,
July 2, 2016 @ 6:28 AM
Just Amazing !!