દીકરી – ઉદયન ઠક્કર
દીકરીએ પ્હેરતાં પ્હેરી લીધાં
મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું
એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું
નાનીમાંથી મોટી સંખ્યા બાદ કર
જા, થઈ જા એની ઉંમરનો ફરી
જાદુમંતર જાત પર એકાદ, કર
નાની સરખી યુક્તિ અજમાવી લીધી
આ જુઓને, એણે શીર્ષાસન કર્યું
રમતાં રમતાં સૃષ્ટિ સુલટાવી લીધી
‘લાવો, ઓળી આપું?’ કહીને દીકરી
કોરા કેશે કાંસકીને ફેરવે
ગૂંચ ઉકેલે, ટચૂકડે ટેરવે
– ઉદયન ઠક્કર
થોડા વખત પર ત્રિપદીનો પ્રકાર મૂકેશ જોષીની કલમે માણ્યો હતો. એ જ પ્રકાર આજે ઉદયન ઠક્કરની કલમે માણો. ફરક એટલો કે આ ત્રિપદી-ગુચ્છ એક જ વિષય પર છે. વિષય પણ સરસ છે અને કલ્પનોની તાજગી અને કુમાશ તો ઊડીને આંખે વળગે છે. દીકરી વાળ ઓળવાની કોશિષ કરતા કરતા તમારા માથામાં એની નાનકડી આંગળીઓ પ્રેમથી ફેરવે એ તદ્દન નાજુક ક્ષણને કવિએ અહીં આબાદ પકડી પાડી છે !
દીકરી « સહિયારું સર્જન - પદ્ય said,
June 1, 2007 @ 11:59 PM
[…] દીકરીએ પ્હેરતાં પ્હેરી લીધાં મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું […]
Yogesh Pandya said,
July 1, 2011 @ 7:35 AM
દીકરીએ પ્હેરતાં પ્હેરી લીધાં મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું
વાહ ઉદયન ઠક્કર વાહ ………………………. ખુબ સરસ
Reksh Thummar said,
August 11, 2011 @ 4:27 AM
ખુબ સરસ