યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.
વિવેક મનહર ટેલર

(જુદો વરસાદ) – હર્ષદ ચંદારાણા

ઘરમાં ઘૂસી આવે તે વરસાદ જુદો છે
અબોલાં ય તોડાવે તે વરસાદ જુદો છે

ચોખ્ખાં કરતો ઘસી-ઘસી  પહાડોનાં અંગો
માતા જેમ નવડાવે તે વરસાદ જુદો છે

સરોવરને ક્યાં ખોટ ? પણ દાતાઓના દાતા
છલકતા છલકાવે તે વરસાદ જુદો છે

ભાન ભૂલી ભીંજાવું એ તે કઈ બલા છે ?
એનો અરથ સમજાવે તે વરસાદ જુદો છે

પાળા, પથ્થર, ભીત્યું, રસ્તા ને ફૂટપાથો
મૂઆને ફણગાવે તે વરસાદ જુદો છે !

– હર્ષદ ચંદારાણા

છત્રીની અંદર વરસતો વરસાદ તો જુદો જ હોય ને !  🙂

10 Comments »

  1. Atul Jani (Agantuk) said,

    June 8, 2011 @ 11:56 PM

    અરે વાહ ચોમાસાની તૈયારી થવા લાગીને શું વાત છે? 🙂

  2. Shital Baxi , Vadodara said,

    June 9, 2011 @ 2:55 AM

    ખરેખર ખુબજ સારિ રચના……

  3. P Shah said,

    June 9, 2011 @ 3:20 AM

    મૂઆને ફણગાવે તે વરસાદ જુદો છે…..વાહ !

    સમયોચિત સુંદર રચના !

  4. dr.j.k.nanavati said,

    June 9, 2011 @ 5:26 AM

    આવરે…..વરસાદ
    સાંભળજે.. તું સાદ

    છે તરસ જળની અષાડી માસના સોગંદ છે
    ના ખપે મૃગજળ હવે, આભાસનાં સોગંદ છે

    માનવી તો ઠીક પણ જોજે અબોલા જીવને
    જે ચડ્યા અધ્ધર, બધાનાં શ્વાસના સોગંદ છે

    રામ, લક્ષમણ, જાનકીનો તો સહી લીધો અમે
    કેમ સહેશું, તેં લીધો વનવાસ, ના સોગંદ છે

    માનવીના આંતકોથી થરથર્યા કરીએ, હવે
    ઓણ સાલે તેં ગુઝાર્યા ત્રાસના સોગંદ છે

    સ્થાન જે લીધું પ્રભુ, તેને હવે શોભાવજે
    જેમના પર જીવતા, વિશ્વાસના સોગંદ છે

  5. Satish Dholakia said,

    June 9, 2011 @ 9:42 AM

    આવ રે વરસાદ , ઘેબરિયો પરસાદ , ઉનિ ઉનિ રોટ્લિ ને કારેલા નુ શાક !

  6. pragnaju said,

    June 9, 2011 @ 10:07 AM

    વરસાદની મઝાની રચના
    યાદ આવે
    જુના જમાનાની બસ જેમાં વરસાદની મૌસમમાં છત્રી ખોલી બેસવું પડતુ!!
    ભાન ભૂલી ભીંજાવું એ તે કઈ બલા છે ?
    એનો અરથ સમજાવે તે વરસાદ જુદો છે

  7. DHRUTI MODI said,

    June 9, 2011 @ 3:38 PM

    જુદા વરસાદની ગઝલ ગમી.

  8. ધવલ said,

    June 9, 2011 @ 10:33 PM

    ભાન ભૂલી ભીંજાવું એ તે કઈ બલા છે ?
    એનો અરથ સમજાવે તે વરસાદ જુદો છે

    – સરસ !

  9. Sudhir Patel said,

    June 11, 2011 @ 12:35 PM

    વાહ! હર્ષદભાઈ, વરસાદની જુદી જ તરી આવતી ગઝલ!
    સુધીર પટેલ.

  10. Kalpana said,

    June 13, 2011 @ 10:47 AM

    અધ્ધર ચઢેલા જીવના શ્વાસના સોગંદ. વરસાદ વરસાવવાનો આ યત્ન સફલ થાય તો કેવું સારું! પ્રભુને વિશ્વાસના સોગંદ દઈ દીધાં!

    સરસ વર્ષાઋતુ નું સુન્દર કાવ્ય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment