ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.
ચિનુ મોદી

શું જોઇતું’તું- અનિલ ચાવડા

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઇતું’તું?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઇતું’તું?

જો પ્રવેશે કોઇ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લ્હેરખીઓ ;
એક બારી એટલી વાંખી શકાતી હોત તો શું જોઇતું’તું?

ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીંછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?

આ ઉદાસી કોઇ છેપટ જેમ ખંખેરી શકાતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઇતું’તું?

-અનિલ ચાવડા

માણસની જાતને મળે એનાથી કદી સંતોષ થતો નથી. આમ થયું એના બદલે આમ થયું હોત તો કેટલું સારૂં! આ ‘જો’ અને ‘તો’ની વચ્ચે અટવાતી જિંદગી છોને મૃગજળ જેવી કેમ ન હોય, બધાને એ જ રીતે છેતરાવું ખપે છે. આવનાર સાથે ફક્ત સુખ જ લાવતો હોય તો? પત્રની સાથે હવામાં ઓગળેલો ભાવ પણ વાંચી શકાતો હોય તો? સમયના તૂટેલા અનુસંધાનો કે પછી ચહેરા પર તરી આવતી ગમગીનીને સમારી કે છુપાવી શકાતા હોય તો? મનુષ્યજીવનના અધૂરા-મધુરા સ્વપ્નોની વાત લઈ આવી છે આ ગઝલ…

18 Comments »

  1. Jayshree said,

    January 20, 2007 @ 11:39 AM

    વાહ વિવેકભાઇ….
    મને ઘણી ગમી આ ગઝલ….

    બધા જ શેર ગમ્યા… અને આ તો ખાસ…

    જો પ્રવેશે કોઇ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લ્હેરખીઓ ;
    એક બારી એટલી વાંખી શકાતી હોત તો શું જોઇતું’તું?

  2. raeesh maniar said,

    January 26, 2007 @ 1:03 PM

    નવોદિત કવિની સાદ્યંત સુંદર ગઝલ…….!

  3. વિવેક said,

    January 29, 2007 @ 3:29 AM

    રઈશ મનીઆરનો લયસ્તરો પર સાંપડેલો પ્રતિભાવ એ અમારી મહેનતનું મોંઘેરૂં ઈનામ છે… આભાર, રઈશભાઈ….

  4. ankur suchak said,

    March 19, 2007 @ 1:03 AM

    Great dear anil,

    Keep it up. U r doing very well.

    આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
    પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઇતું’તું?

    Its great
    Ankur Suchak

  5. Hiral Thaker said,

    March 19, 2007 @ 4:08 AM

    Realy very nice GAZAL.. Keep writting…..

    All the bset

  6. asokmakwana said,

    March 25, 2007 @ 4:36 AM

    ક્યા બાત હૈ…
    બહોત ખુબ્…………………
    મને ગમતી કેટલીક સુન્દર કવિતામા આનો પણ આજથી સમવેસ થાય છે.

    આભાર વિવેક્ભાઈ…
    આભાર અનિલભાઈ ચાવડા

  7. લયસ્તરો » એ જ મારે જોવું છે - અનિલ ચાવડા said,

    June 23, 2007 @ 7:19 AM

    […] છંદના પ્રચલિત આવર્તનો કરતાં એક કે બે આવર્તન વધુ વાપરીને ગઝલને થોડી લાંબા બહેરની કરીને ધ્યાનાકર્ષક બનાવવું એ પણ એક ખૂબી છે. “ગાલગાગા”ના સામાન્યત: વપરાતા ચાર આવર્તનોમાં બે બીજા ઉમેરી અનિલ ચાવડાએ આ ગઝલને ગેયતાનો અલગ જ થડકો બક્ષ્યો છે. આવી જ અને આ જ છંદમાં એક વધારાનું આવર્તન ઉમેરેલી એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો. લાંબી બહેરની આવી ગઝલો લખવાની ‘માસ્ટરી’ જવાહર બક્ષીની કલમમાં પણ જોવા મળે છે. અત્રે પ્રસ્તુત ગઝલ વિશે જો કે એક વાત જરૂર કહીશ, કે બહેર લાંબી કરવાના આયાસ આખી ગઝલમાં એવી રીતે ઓગળી ગયા છે કે આખી કૃતિ ખૂબ જ આસ્વાદ્ય બની રહી છે અને એ જ છે કવિની સાર્થક્તા… […]

  8. shaileshpandya BHINASH said,

    June 30, 2007 @ 11:31 PM

    very…nice……….

  9. kuldeep karia'sarus' said,

    August 27, 2007 @ 2:44 AM

    gazal khoob sari chhe,pan pratham shen na ula misra ma tari bhool chhe athva print mistake chhe “varta fari aakhi”ne badle “varta aakhi fari”hovu joie.jaldi sudhari leje
    very good
    keep it up
    best of luck for next

  10. kuldeep karia'sarus' said,

    August 27, 2007 @ 2:47 AM

    gazal khoob sari chhe,pan pratham shen na ula misra ma tari bhool chhe athva print mistake chhe “varta fari aakhi”ne badle “varta aakhi fari”hovu joie.jaldi sudhari leje
    by d way a gazal no bijo sher khuk khub khub gamyo
    congratulation
    very good
    keep it up
    best of luck for next

  11. વિવેક said,

    August 27, 2007 @ 3:24 AM

    પ્રિય કુલદીપભાઈ,

    આપનું અવલોકન સાચે જ દાદ માંગી લે એવું છે. ટાઈપ કરવાની ભૂલ જ હોઈ શકે છતાં કવિની મૂળ કૃતિ જોયા વિના હું સુધારો નહીં કરી શકું એટલે એ શોધીને યોગ્ય સુધારો સત્વરે કરી લઈશ…

  12. Pranav said,

    August 28, 2007 @ 6:21 AM

    “વારતા ફરી આખી ” જ બરાબર લાગે છે…ગઝલ જેવુ લાગે છે..”વારતા આખી ફરી ” તો સમાચાર જેવુ લાગશે..છન્દ ને વાન્ધો હોય તો હુ ચૂપ…..

  13. Harsh Kavathekar said,

    January 9, 2008 @ 8:02 AM

    good one boss………….

  14. Ramesh Parmar said,

    January 21, 2008 @ 12:25 AM

    just to say you touched bottom of my heart.

  15. suresh said,

    February 22, 2010 @ 8:06 AM

    aakhi gazal jodar 6e
    bahot khub
    kya bat hai
    dobdara
    aa badha sabdo zamkha pade evi rachna 6e, saheb

  16. Percocet. said,

    June 26, 2010 @ 4:43 PM

    Percocet….

    Percocet 93-490. Percocet signs of abuse. Percocet. How do you snort percocet. Percocet verses lortabs. Buy percocet online. Percocet dosage….

  17. Chavda Rakeshchandra K. said,

    July 29, 2010 @ 9:59 AM

    શ્વાસ ને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
    ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો.
    ક્યા બાત હે યાર

  18. PALASH SHAH said,

    April 12, 2020 @ 7:24 AM

    જો અને તો ની ગઝલ ….
    સુંદર રચના …
    આભાર અનિલભાઈ ચાવડા….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment