એ જ મારે જોવું છે – અનિલ ચાવડા
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે
કોણ છે મારા નયનમાં. શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે
કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે
આવ, મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો
કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે
હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું
કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે
કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ બોલ્યા કરે
‘કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.’
-અનિલ ચાવડા
છંદના પ્રચલિત આવર્તનો કરતાં એક કે બે આવર્તન વધુ વાપરીને ગઝલને થોડી લાંબા બહેરની કરીને ધ્યાનાકર્ષક બનાવવું એ પણ એક ખૂબી છે. “ગાલગાગા”ના સામાન્યત: વપરાતા ચાર આવર્તનોમાં બે બીજા ઉમેરી અનિલ ચાવડાએ આ ગઝલને ગેયતાનો અલગ જ થડકો બક્ષ્યો છે. આવી જ અને આ જ છંદમાં એક વધારાનું આવર્તન ઉમેરેલી એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો. લાંબી બહેરની આવી ગઝલો લખવાની ‘માસ્ટરી’ જવાહર બક્ષીની કલમમાં પણ જોવા મળે છે. અત્રે પ્રસ્તુત ગઝલ વિશે જો કે એક વાત જરૂર કહીશ, કે બહેર લાંબી કરવાના આયાસ આખી ગઝલમાં એવી રીતે ઓગળી ગયા છે કે આખી કૃતિ ખૂબ જ આસ્વાદ્ય બની રહી છે અને એ જ છે કવિની સાર્થક્તા…
પંચમ શુક્લ said,
June 23, 2007 @ 5:11 AM
નવી બહેર જોઈ આનંદ થયો વિવેકભાઇ
કૃષ્ણ જમના સોંસરા નીકળ્યા છે ….મજાનો પ્રયોગ.
એક જમાનામાં જયેન્દ્ર શેખડીવાલા એટલી લાં..બી પંક્તિઓની કવિતા કરતાં કે એ હંમેશા ‘લેન્ડસ્કેપ’માં જ છાપવામાં આવતી. આડી કવિતા જોઇને જ ખબર પડી જાય કે આ જયેન્દ્ર શેખડીવાલા. આ રીતે નયન દેસાઇ પણ ખરાં ઉતરે!
ધવલ said,
June 24, 2007 @ 10:23 AM
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે
કોણ છે મારા નયનમાં. શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે
– સરસ !
કસુંબલ રંગનો વૈભવ said,
June 25, 2007 @ 3:39 AM
સુંદર રચના………..
Hiral Thaker - 'Vasantiful' said,
June 25, 2007 @ 4:09 AM
Very nice GAZAL……Keep it up Anil….
ashok makwana said,
June 29, 2007 @ 9:21 AM
અનિલ ભાઈ ચાવડા આપની ગઝ્લો વાચુ છઉ આપને ખુબ અભિનન્દન્!!!!!!!!!!!!!
સુન્દર ગઝ્લ!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
shaileshpandya BHINASH said,
June 30, 2007 @ 11:27 PM
kya bat hai…very nice my friend……..
joshi jigar said,
July 15, 2007 @ 12:59 AM
my dear anil. its really a great creation of ur thought. you have an ability to become a great poet of gujarati langauge.
murabia jigar said,
August 1, 2007 @ 10:36 AM
hi anil
i am jigar murabia. you have done good job. keep it up you r the pride of our college. i try to submit your poems in other site.
kuldeep karia'sarus' said,
August 27, 2007 @ 2:50 AM
perfect
superb gazal
nothing to say for this gazal
badhaj sher khub sara chhe
pan pratham sher to kharekhar khoob gamyo
very good…………………………….!
Ramesh Parmar said,
January 21, 2008 @ 12:21 AM
excellant. unbeleavable. a poet at this age can also do such miracles?
tejas said,
July 1, 2009 @ 4:32 AM
i also wont to see that, I like this poem.”અભિનન્દન્”
dr.ketan karia said,
November 18, 2011 @ 9:02 AM
ટૂંકી અને લાંબી બ્હેર બન્ને નિભાવવી કપરી હોય છે….અભિનંદનને પાત્ર
Suresh Shah said,
July 3, 2015 @ 9:23 PM
કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે
ક્યાંથી? અગમનો ભેદ ઉકેલવા ક્યાં ક્યાં શોધ્ય્ં? કેવો ઉન્માદ, આકંઠા ….
આસ્વાદ કરાવવા બદલ આભાર.
Bhadreshkumar Joshi said,
June 24, 2017 @ 11:02 PM
Dear Vivekbhai
This Gujarati is real Gujarati Higher Level – for me at least. All so many readers have appreciated the gazal so much.
Please વિચાર વિસ્તાર કરો.
Thanks.
PALASH SHAH said,
April 12, 2020 @ 7:12 AM
આ ગઝલ ખૂબ ગમી .. ધન્યવાદ અનિલભાઈ ….
લોકડાઉન ના સમયમાં આશીર્વાદરૂપ …..