કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા !
મૂકેશ જોશી

નાદાન બનીશું – વિવેક મનહર ટેલર

થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૫-૨૦૧૦)

નેટના રસ્તે થઈને આજે સાચેસાચ ઘર ઘરમાં પહોંચેલા આપણા દિલોજાન દોસ્ત વિવેકને લયસ્તરો અને આપણા સૌ તરફથી જન્મદિવસની અઢળક અઢળક શુભેચ્છાઓ…

27 Comments »

  1. deepak said,

    March 16, 2011 @ 1:27 AM

    પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
    મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

    જે કિધુ એ કરીને બતાવ્યું છે … 🙂

    જન્મદિવસની અઢળક અઢળક શુભેચ્છાઓ…

  2. Saji Samuel said,

    March 16, 2011 @ 1:38 AM

    Many Many Happy Returns of the Day…. 🙂

  3. Jayshree said,

    March 16, 2011 @ 1:39 AM

    Happy Birthday દોસ્ત…! જન્મદિવસની મબલખ શુભેચ્છાઓ..!

  4. ડૉ.મહેશ રાવલ said,

    March 16, 2011 @ 3:19 AM

    મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું….-જેવી ખુમારીસભર ભાવના અને જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું…જેવી સ-રસ ભાવનાઓનો સુભગ સમન્વય જેમના મન વચન અને કર્મમાં, એક નહીં પણ અનેકવાર અનુભવ્યો છે
    એવા, બધાનાં હ્રદય-ઘરમાં નેટના રસ્તે પહોંચેલા કવિ મિત્ર શ્રી વિવેકભાઈને એમના જન્મદિન નિમિત્તે
    ખાસ શુભેચ્છાઓ…..
    જય હો…!

  5. jigar joshi 'prem' said,

    March 16, 2011 @ 4:02 AM

    જન્મ દિન નિમિત્તે આકાશભરીને શુભકામનાઓ દોસ્ત્….

  6. ઉલ્લાસ ઓઝા said,

    March 16, 2011 @ 4:16 AM

    કવિ શ્રી વિવેકભાઈને જન્મદિન મુબારક.
    વર્ષો-વર્ષ સુંદર ગીતોની ભેટ ‘નેટ’ દ્વારા પહોંચાડતા રહો તેવી શુભ-કામના.
    યોગિની અને ઉલ્લાસ ઓઝા

  7. સુનીલ શાહ said,

    March 16, 2011 @ 5:16 AM

    સુંદર ગઝલ..
    વિવેકભાઈને જન્મદિન મુબારક.

  8. વિહંગ વ્યાસ said,

    March 16, 2011 @ 5:19 AM

    સુંદર ગઝલ. આ ગઝલને વિવેકભાઇએ જીવી બતાવી છે. અઢળક શુભેચ્છાઓ.

  9. pragnaju said,

    March 16, 2011 @ 6:51 AM

    કવિ,તબિબ,મિત્રને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ
    પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
    મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
    વચન પાળનારનૅ તરહી મુશાયરાથી અભિનંદન અપાય તેવી કવિ મિત્રોને વિનંતિ.
    સૌ પ્રથમ અમારા બ્લોગ પરની તેમની જ ગઝલથી તેમનું અભિવાદન કરીએ

    શબ્દ હડતાલ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,
    આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે.
    જે કબૂલાત હમણાં આપે કરી એ હકીકતમાં શું જરૂરી છે ?
    આપના દિલમાં જે જે વાત હતી આપની આંખમાં ઢબૂરી છે !
    ચાલી ચાલીને લાગણીઓનો નીકળે દમ તો નીકળે પરસેવો,
    બાકી હૈયા ને આંખની વચ્ચે, બોલો તો કેટલીક દૂરી છે ?
    યુદ્ધમાં વ્યસ્ત છે તને શી ખબર, તારો રથ શી રીતે વિજયને વર્યો ?
    આંગળી જે ધરી ધરીમધ્યે એ કઈ ઈચ્છાની સબૂરી છે ?
    આપણા સાથનાં રહસ્યોની વાત કેવી ઝડપથી વેચાણી !
    આપણે જ્યાં છૂટાં થવાનું હતું ત્યાંથી આ દાસ્તાન અધૂરી છે.
    સાથે અમારી દિકરીની પંક્તીઓ
    ગાવ પંખીઓ મન મૂકીને ગાઓ,
    એક પંક્તિ મનેય સ્ફૂરી છે.
    ’યામિની’ આ ગઝલ પૂજા જેવી,
    શબ્દ સુગંધ પણ કપૂરી છે

  10. જયેન્દ્ર ઠાકર said,

    March 16, 2011 @ 7:01 AM

    પગમાં છે સ્વપ્નોના પગરખાં,
    અને બન્યા છો મા ગુર્જરીના રખાં.
    ધન્ય છે આ તમારી લાગણીઓને
    જે પ્રસારેછે ઉમંગો જિવનમાં.

    જન્મ દિન મુબારક!

  11. Pancham Shukla said,

    March 16, 2011 @ 7:55 AM

    જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ.

  12. Atul Jani (Agantuk) said,

    March 16, 2011 @ 8:02 AM

    કવિશ્રીને જન્મદિવસના અભિનંદન.

  13. Gaurang Thaker said,

    March 16, 2011 @ 8:11 AM

    વિવેકભાઈને જન્મદિન મુબારક…..બહુ જ સરસ ગઝલ…

    એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
    જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

  14. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    March 16, 2011 @ 8:15 AM

    Many Happy Returns of the Day.

  15. ચાંદસૂરજ said,

    March 16, 2011 @ 9:39 AM

    કવિશ્રી વિવેકભાઈને એમના જન્મદિનની એક વધુ વર્ષગાંઠ પર હાર્દિક અભિનંદન !

  16. Maheshchandra Naik said,

    March 16, 2011 @ 9:45 AM

    સ્નેહી કવિશ્રી ડો.વિવેકભાઈને જન્મદિવસની અનેક શુભકામનાઓ…………
    આવતા અનેક વરસો સુધી કાવ્ય, ગીત, ગઝલ, સંગીત અને ગુજરાતી સાહિત્યની સેવા કરવાની આપને પ્રભુ સામર્થ્ય, શક્તિ, પ્રદાન કરતા રહે એવી પ્રાર્થના અને આપના દ્વારા સ-રસ રચનાઓ અમને પ્રાપ્ત થતી રહે એ જ શુભેચ્છાઓ, ખુબ ખુબ જીઓ………………..જય હો…….

  17. Girish Parikh said,

    March 16, 2011 @ 2:35 PM

    વિવેકભાઈને જન્મદિનના શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન.

    પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
    મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

    વિવેકભાઈના આ શેર વિશે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર લેખ લખ્યો છેઃ
    http://girishparikh.wordpress.com/2010/06/28/%E0%AA%98%E0%AA%B0-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE/

    નીચેના લેખમાં ‘વિવેક મનહર ટેલરના શેરોનો આનંદ’ પુસ્તક સર્જવાનો વિચાર રજૂ કર્યો છેઃ
    http://girishparikh.wordpress.com/2011/03/08/%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%a3%e0%ab%80/

    આ લખનાર ‘વિવેક મનહર ટેલરના શેરોનો આનંદ’ પુસ્તકનું સર્જન કરશે તો એમાં ઉપરના શેર વિશેનો લેખ જરૂર લેશે.

    –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

    તા.ક. ગિરીશનું ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’ મે ૧૮, ૨૦૧૧, આદિલના ૭૫મા જન્મદિને પ્રગટ થશે.

  18. કવિતા મૌર્ય said,

    March 16, 2011 @ 2:54 PM

    વિવેકભાઈને જન્મદિન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ…!!!

  19. DHRUTI MODI said,

    March 16, 2011 @ 8:39 PM

    જન્મદિવસ મુબારક હો!!!!! સુંદર રચના.

  20. sudhir patel said,

    March 17, 2011 @ 12:34 AM

    સુંદર ગઝલ સાથે વિવેકભાઈને જન્મ-દિવસની હાર્દિક વધાઈ!
    સુધીર પટેલ.

  21. rajesh gajjar said,

    March 17, 2011 @ 12:15 PM

    તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.
    ખુબ સરસ…..

  22. Kalpana said,

    March 17, 2011 @ 7:50 PM

    જન્મદિનની અનેક વધાઈ વિવેકભાઇ. મા ગુર્જરીનો ખોળો ફરી મવી આપવા બદલ આભાર.

  23. Pushpakant Talati said,

    March 18, 2011 @ 6:17 AM

    કવિ શ્રી વિવેક મનહર ટેલર, ઉર્ફે ડોક્ટર સાહેબ ને તેઓના (ખાલીજગ્યા) મા જન્મ-દિન નિમિત્તે હાર્દિક હાર્દિક અને હાર્દિક શુભકામનાઓ –
    – તે મ જ –
    અન્યો ને HAPPY & COLOURFUL HOLI

  24. વિવેક said,

    March 18, 2011 @ 8:30 AM

    સહુ દોસ્તોનો અંતઃકરણપૂર્વક આભાર…

  25. Lata Hirani said,

    March 18, 2011 @ 11:25 PM

    જન્મદિવસની વિવેકભાઇને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

    ગાંઠ પડે ત્યારે નાદાન બની જવું બહુ અઘરું છે અને જેની આંખમાં રથની ધરીમાં આંગળી મૂકી જીતનું વરદાન બનવાની ઝંખના હોય એને માટે તો ખાસ…

    લતા જ. હિરાણી

  26. વિવેક said,

    March 19, 2011 @ 1:11 AM

    આભાર !!

  27. mehul said,

    March 19, 2011 @ 12:48 PM

    સરસ,………….એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
    જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment