ગૂંજ્યા કરે મહેલમાં પગરવ હજુ “પ્રણય”
અંદર પ્રવેશ્યું કોણ એ ઝાંપાથી ગુપ્ત છે
અનંત રાઠોડ ‘પ્રણય’

અકર્મક પ્રેમ વિશે – ઉશનસ્

(વસંતતિલકા સૉનેટ)

પ્રેમને શું કરવો, નવ પીગળે જે;
ને ના વહે દશદિશે થઈને પ્રવાહ ?
ના કોઈની પણ ફળાવી શકે આહ,
એવો અહં શું કરવો, નવ ઓગળે જે ?

પ્રેમનું શું કરવું, નિજમાં જે રહે,
ને કર્મમાં પરિણમે નહીં અન્ય કાજે ?
આટાટલાં અસુખથી જગના લાજે ?
બુંદને શું કરું જે પ્રસરે , ના વહે ?

પ્રીતનું શું કરવું, નવ વિસ્તરે જે
ભૂમા સુધી ? નવ શકે પડી ગાંઠ ખોલી ?
ના જે સહે ધીરજપૂર્વક રહૈ અબોલી
સૌ દુઃખ વિશ્વભરનાં ઊંચકી શિરે જે ?

જો દીપ કો તમસ અન્યનું ના ઉજાળતો
તો અગ્નિ તે, નિજમહીં ખુદને બાળતો.

ઉશનસ્

5 Comments »

  1. જ્યશ્રી said,

    December 16, 2006 @ 6:15 PM

    જો દીપ કો તમસ અન્યનું ના ઉજાળતો
    તો અગ્નિ તે, નિજમહીં ખુદને જ બાળતો.

    વાહ…!! simply superb.

  2. Suresh Jani said,

    December 18, 2006 @ 11:15 AM

    ભૂમા સુધી ? નવ શકે પડી ગાંઠ ખોલી ?
    અહીઁ ભૂમિ છે કે ભૂમા?

  3. chetu said,

    December 18, 2006 @ 6:11 PM

    એક્દમ સરસ શબ્દો….અને અર્થ પુર્ણ સોનેટ ..

  4. વિવેક said,

    December 20, 2006 @ 7:03 AM

    ભૂમા શબ્દ જ સાચો છે, સુરેશભાઈ! ભૂમા એટલે અનંતતા, વિશાળતા.

  5. pranali said,

    February 17, 2007 @ 12:16 AM

    ગુજરાતિ ગઝલ નુ આ એક ખુબ સુન્દર નજરાનુ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment