(મારું હૃદય) – ડોરથી લાઇવસે (અનુ. શીરીન કુડચેડકર)
મારું હૃદય તાર પર તણાયું છે
તંગ, તંગ.
નાની અમથી લહેરખી
ભલે મંદમંદ
મૂકી શકે કંપ.
તારો કેવળ એક શબ્દ
ગમે તેટલો હળવો,
તેને નંદવી શકે…
– ડોરથી લાઇવસે
(અનુ. શીરીન કુડચેડકર)
કવિતા ખરેખર શું છે એની પ્રતીતિ આવી કવિતા વાંચીએ ત્યારે જ થઈ શકે. કેટલું નાનું અમથું કાવ્ય પણ કેટલું વિશાળ ફલક!! કેનેડિયન કવયિત્રી હૃદયને તાર પર તણાયું છે કહ્યા પછી જે રીતે તંગ તંગની પુનરુક્તિ કરે છે એમાં તંતુવાદ્યના તણાયેલા તાર ચાક્ષુષ પણ થાય છે અને એનો રણકાર સંભળાય પણ છે. કવિતાનો એક જ શબ્દ આ રીતે જે ઇન્દ્રિયવ્યત્યય કરી શકે છે એ જ કવિતાની ખરી તાકાત છે…
અનામી said,
January 23, 2011 @ 6:30 AM
superb…
વિહંગ વ્યાસ said,
January 23, 2011 @ 11:11 AM
ખુબજ સરસ કવિતા.
pragnaju said,
January 23, 2011 @ 11:34 AM
મારું હૃદય તાર પર તણાયું છે
તંગ, તંગ.
નાની અમથી લખેરખી
ભલે મંદમંદ
મૂકી શકે કંપ.
આજે પણ આ એકતારો આપણી ભીતર જીવે છે – મારા, તમારા સૌમાં! માત્ર તેનું તીવ્ર સ્મરણ કરવાનું છે. તેમ થાય તો તે આપણને જીવનસંગીતથી ભરી દેવા ઉત્સુક છે. તેની પગલીએ પગલીએ દેવત્વનું કંકુ ઝર્યા કરે છે… તેનો એક એક સૂર સંવેદનાઓનો ઉછાળ છે.. આવી પગલીઓ આ નજર સામે જ છે.છતાં
તારો કેવળ એક શબ્દ
ગમે તેટલો હળવો,
તેને નંદવી શકે…
dHRUTI MODI said,
January 23, 2011 @ 4:24 PM
ભાવવિશ્વમાં ખૂબ મોટું કાવ્ય. જેમ હવાની મંદ લહેરખી પણ કંપ પેદા કરી શકે છે, ઍજ રીતે ઍક જ હળવો શબ્દ પણ મહત્વની વાતને નંદવી નાખવાની તાકાત ધરાવે છે.
urvashi parekh said,
January 23, 2011 @ 5:52 PM
સરસ અને સુન્દર, અને ઉંડાણભર્યુ.
ધવલ said,
January 23, 2011 @ 8:31 PM
કોમળ કોમળ કાવ્ય…
Girish said,
January 24, 2011 @ 8:06 AM
સાથે સાથે અંગ્રેજી કવિતા લખી હોત તો વધુ આનંદ થાત.
Anil Shah.Pune said,
November 4, 2020 @ 11:41 PM
દીલ મારૂં ક્યાં છે મારી પાસે,
જોયા છે તમને જે દહાડે…
તમારી એક મુશ્કાન બસ,
ધારે તો મને બચાવે….