મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

હો રંગ રસિયા -અવિનાશ વ્યાસ

હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ?
આ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો ?

આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો,
આ ચૂડલિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.    હો રંગ o

આજ અમે ગ્યા’તાં દોશીડાને હાટ જો,
આ ચૂંદલડી રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.   હો રંગ o

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો,
આ મોજડિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.   હો રંગ o

-અવિનાશ વ્યાસ

આજકાલ ચાલી રહેલી આ ગરબા-રાસની મૌસમમાં આજે અવિનાશભાઈનો એક ખૂબ જ લોકપ્રિય રાસ માણીએ… ઉષા મંગેષકર અને હેમુ ગઢવીનાં સ્વરમાં આ રાસ આપ અહીં સાંભળી શકો છો.

4 Comments »

  1. ઉલ્લાસ ઓઝા said,

    October 21, 2010 @ 3:40 AM

    અવિનાશભાઈઍ ગુજરાતી ગીત-સંગીત અને રાસ-ગરબાને આપેલી ઍક અણમોલ ભેટ.

  2. kishoremodi said,

    October 21, 2010 @ 11:29 AM

    મને ગમતો રાસ વાંચીને ખૂબ આનંદ અનુભવ્યો.ખરેખર મજા પડી. આભાર

  3. Bharat Trivedi said,

    October 21, 2010 @ 2:09 PM

    આ ગરબાની કોઈ parody કરે તો મઝા પડે! હવે તો એકલા રાસ રમી આવેલા રંગ રસિયાની આંખ રાતી નહીં પણ black and blue ઘર આંગણે જ થઈ જાય! અને મહામૂલી મોજડીઓનો વરસાદ થાય તે તો વધારાનો!

  4. mahesh dalal said,

    October 24, 2010 @ 11:38 AM

    શતબ્દિ વર્રસ્ મા અવિનાશ ને યાદ કરિએ .. ખુબ આનન્દ સાથે ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment