એની સોબતમાં – ભરત વિંઝુડા
લોક અળગી અળગી બાબતમાં મળ્યાં,
તો ય એની એ જ હાલતમાં મળ્યાં.
ઓળખી શકતો નથી હું કોઈને,
શી ખબર, સૌ કઈ મહોબતમાં મળ્યાં.
રંગબેરંગી છે એથી સાચવ્યા,
જે અનુભવ એની સોબતમાં મળ્યાં.
માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં.
અન્ય લોકોની ય પણ છે હાજરી,
આમ સૌ છેવટની દાવતમાં મળ્યાં.
– ભરત વિંઝુડા
આપણે બધા ટોળાં ને ટોળાં ભેગા કર્યે રાખીએ છીએ, ને ખરેખર જરૂરત હોય છે માત્ર એક જ માણસની.
વિહંગ વ્યાસ said,
October 11, 2010 @ 9:17 PM
વાહ….વાહ….ખુબજ સુંદર ગઝલ. મજા પડી ગઇ. ભરતભાઇનો એક અન્ય શેર: પોતપોતાની સમજ પણ હોય છે, હોય છે જ્યારે સહુનો એક મત
ડૉ.મહેશ રાવલ said,
October 11, 2010 @ 9:37 PM
સરસ ગઝલ.
Bharat Trivedi said,
October 11, 2010 @ 9:40 PM
ભારે છેતરામ્ણી લાગી આ ગઝલ! કોઈ ભોળા ભાવકને પ્રથમ વાંચને તો શીરા જેવી સુંવાળી લાગે પણ પચાવવા આખી બપોર કસરત કરવી પડે! સાચી વાત ને ભરતભાઈ?
-ભરત ત્રિવેદી
deepak said,
October 11, 2010 @ 11:45 PM
માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં.
ખુબ સરસ…
Gunvant Thakkar said,
October 11, 2010 @ 11:47 PM
ઓળખી શકતો નથી હું કોઈને,
શી ખબર, સૌ કઈ મહોબતમાં મળ્યાં.
વાહ…ખુબ સુંદર, મરીઝની ગઝલો જે દિમાગી કસરતો કરાવે છે એવી જ કસરતો ભરતભાઇની ગઝલો પણ કરાવે છે
AMIT N. SHAH. said,
October 12, 2010 @ 1:07 AM
રંગબેરંગી છે એથી સાચવ્યા,
જે અનુભવ એની સોબતમાં મળ્યાં.
માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં.
LA JAWAB
Kirtikant Purohit said,
October 12, 2010 @ 1:14 AM
સુઁદર અભિવ્યક્તિ- કવિશ્રેીને અહિ શાબ્દિક દાદ દઊઁ છુ.
માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં.
ઉલ્લાસ ઓઝા said,
October 12, 2010 @ 1:58 AM
સુન્દર ગહન ગઝલ.
jigar joshi 'prem' said,
October 12, 2010 @ 4:21 AM
વાચીને ઉમળકો થયો….મજા આવી
VIJAY JANI said,
October 12, 2010 @ 5:15 AM
માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં.
સુંદર શેર.
kishoremodi said,
October 12, 2010 @ 9:34 AM
ખુબ જ માર્મિક ગઝલ
mahendra joshi said,
October 12, 2010 @ 1:06 PM
ભરતભાઇ સરળ શબ્દોમા બહુ જ તત્વગ્યાન આપે છે. એમનો જ એક અન્ય શેર
હજુ તો સંભડાવી છે ફક્ત પ્રસ્તાવના તમને,
હજુ પણ ક્યા કહી છે મે અહિ કોઇ કથા તમને!
મને છાતીમાં દુખતુ હોય ને માથુ દુખે તમને,
ખુદાએ આપી છે મારાથી ઉંચી વેદના તમને!
…ભરત વિંઝુડા.
Pinki said,
October 12, 2010 @ 1:25 PM
માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં. .. બહુત ખૂબ !
DHRUTI MODI said,
October 12, 2010 @ 3:59 PM
સુંદર ગઝલ.
માણસોના ટોળાં ને ટોળાં અહીં,
ઍક માણસની જરૂરતમાં મળ્યાં.
સરસ.
pragnaju said,
October 12, 2010 @ 6:09 PM
સરસ ગઝલ
માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં
વાહ્
અનામી said,
October 13, 2010 @ 1:28 AM
ખુમારીસભર….
vimal agravat said,
October 19, 2010 @ 12:54 PM
સરસ રચના ભરતભાઈ
sona jethi said,
November 5, 2010 @ 6:23 AM
bahu saras rachna chhe
pragnaju said,
December 31, 2010 @ 7:34 AM
સુંદર ગઝલ