હો જી – અઝીઝ ટંકારવી
ક્યાં આરો ઓવારો હો જી
ઉતારશું ક્યાં ભારો હો જી
થોડી ઠોકર થોડાં ફૂલો
સપનાનો અણસારો હો જી
પહોંચી જાશો સામે પાળે
સ્હેજ તમે જો ધારો હો જી
આમ સાચવીને શું કરશું?
જળ જેવો જન્મારો હો જી
એ કેડીથી ગુમ થવાનું
વારા ફરતી વારો હો જી
-અઝીઝ ટંકારવી
અઝીઝ ટંકારવીની આ ગઝલ પહેલી નજરના પ્રેમ જેવી અનુભૂતિ છે. સાવ સરળ શબ્દો અને સુંદર ઉપલબ્ધિ. આમ તો બધા જ શેર સુંદર છે પણ જાતને સાચવીને બેસી રહેવાને બદલે વહેતા રહેવાનો અણસાર આપતો ‘આમ સાચવીને શું કરશું? જળ જેવો જન્મારો હો જી ‘ વાળી વાત મને ખૂબ સ્પર્શી ગઈ.
DILIPKUMAR K.BHATT said,
February 23, 2007 @ 4:35 PM
Azizjee ne kamal kardiya.Han main to assi sal kaa ho gaya hun aur asaiy hi pani mafak bah raha hun.Nicely worded and as if it is for me.Thanks.
farzana said,
July 30, 2007 @ 8:46 AM
i like this ghazal a lot….i wolud like to read somr more ghazals of Mr.Aziz Tankarvi……
asif bha said,
July 30, 2007 @ 8:48 AM
excellent……more ghazals of the poet please…..
AFTAB said,
September 29, 2007 @ 2:23 AM
વાહ આ રચના ખુબ સરસ છે.
ખરેખર, આ ગઝલ, પહેલી નજરના પ્રેમ જેવી અનુભૂતિ છે.
સુંદર યાર…
અતિસુંદર છે
આફતાબ said,
September 29, 2007 @ 2:41 AM
વી વોન્ત મોર…..ગઝલ.
raja faruk said,
January 7, 2008 @ 9:06 PM
સુન્દર ગઝલ અઝિઝ સહેબ
સેન્દ મોર
ગુજ્રરાતિ વાચ્વુ ગમે ચ