ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
ભાગ્યેશ જહા

ઓ લ્હેરખી ! – મનસુખલાલ ઝવેરી

ઓ લ્હેરખી !
ન્હોતું કશું ને અલી! ઊઠી તું ક્યાંથી,
પોઢી ગયેલ મારા સોણલાં જગાડતી !
મેં તો અભાગણીએ જાણ્યું:
કે માણ્યું-ના માણ્યું
એ સર્વ ગયું ચાલ્યું
રે દૂર દૂર દૂર પેલાં ઝાંઝવાંની સંગ ત્યાં,
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી ?
ઓ લ્હેરખી!

તારે ઘડીક આમ અમથું આ લ્હેકવું;
માનવના હૈયાને અણદીઠું દેખવું!
દેખવું ને ઝંખવું ને ઝૂરવું સદાય, ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?
ઓ લ્હેરખી!

હૈયાનાં આભ ભરી જાગ્યો વિજોગ આ!
આવડીક જિંદગીમાં આવી શી વેદના!
મનમાં ન માય કે ન હોઠે કહેવાય,ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?

– મનસુખલાલ ઝવેરી

અનંતમાંથી અલગ થઈ,મૂળભૂત અનંતતાને વિસરી,અનંત તરફની યાત્રા એટલે જીવન… જાણે કે એક શાશ્વત અને ઈશ્વરીય છળ… સંસારમાં ડૂબેલા માનવને એક વિપળ માટે પરમ તત્વના અસ્તિત્વની આછેરી ઝાંખી થઈ જાય છે અને એ લ્હેરખી એને અશાંત કરીને ચાલી જાય છે…. કોઈકની યાત્રા ત્યાંથી શરુ થાય છે તો કોઈક તેને પળભરનો ભ્રમ ગણીને અવગણી દે છે…..

10 Comments »

  1. jigar joshi 'prem' said,

    September 26, 2010 @ 4:21 AM

    સરસ

  2. Kirtikant Purohit said,

    September 26, 2010 @ 8:01 AM

    મનમાં ન માય કે ન હોઠે કહેવાય,ત્યાં
    આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!

    કેટ્લી સરસ અભિવ્યક્તિ આપણા એક માનવન્તા કવિ તરફથી.!

  3. jay gajjar said,

    September 26, 2010 @ 9:24 AM

    Very nice. A true picture with good thoughts
    Congratulations for selecting a nice poem of Late Shri M Zaveri

  4. sapana said,

    September 26, 2010 @ 11:25 AM

    વાહ..કેવી સરસ લ્હેરખી!!
    સપના

  5. DR Bharat Makwana said,

    September 26, 2010 @ 12:11 PM

    મેં તો અભાગણીએ જાણ્યું:
    કે માણ્યું-ના માણ્યું
    એ સર્વ ગયું ચાલ્યું
    રે દૂર દૂર દૂર પેલાં ઝાંઝવાંની સંગ ત્યાં,

    સુંદર ભોળા દિલની ભાવના નું નિરૂપણ!

    વિવેકભાઈ ,
    ચિત્રલેખામાં આપના વીશે સચોટ અને એકદમ ઉમદા લખાણ વાંચ્યું. અભિનંદન! નવી બુક પ્રકાશિત થયે જાણ કરશો.

  6. ધવલ said,

    September 26, 2010 @ 9:32 PM

    ઉમદા સોનેમઢ્યુ ગીત !

  7. prabhat chavda said,

    September 26, 2010 @ 11:46 PM

    ખુબ સરસ

  8. P Shah said,

    September 26, 2010 @ 11:50 PM

    જીવનનાં નીર જા હલાવી ઓ લ્હેરખી !

    સુંદર અભિવ્યક્તિ ભર્યું ગીત !

  9. pragnaju said,

    September 28, 2010 @ 6:55 AM

    હૈયાનાં આભ ભરી જાગ્યો વિજોગ આ!
    આવડીક જિંદગીમાં આવી શી વેદના!
    મનમાં ન માય કે ન હોઠે કહેવાય,ત્યાં
    આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
    જીવનનાં નીર જા હલાવી?
    સ રસ અભિવ્યક્તિ
    યાદ આવી
    લ્હેરખી આવી પવનની સ્હેજ ત્યાં તો
    એક તણખાનું રૂપાન્તર તાપણામાં !

  10. વિવેક ટેલર said,

    September 30, 2010 @ 8:32 AM

    સુંદર રચના… તીર્થેશનો ટૂંકો આસ્વાદ પણ ગમ્યો…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment