આ રાની ઘાસ વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.
ઉદયન ઠક્કર

ગઝલ – ભરત ત્રિવેદી

અરે હાલ મારા તો એવા થયા છે
પરાયા પૂછે છે કે છે કે ગયા છે?

હતી સાયબી કંઈ અમારી નવાબી
હવે યાદના થોડા સિક્કા બચ્યા છે

વમળમાં હતી જોકે કશ્તિ છતાંયે
ડૂબી કે તરી કંઈયે વાવડ મળ્યા છે?

સમય તુંયે કેવો રહ્યો ભાગેડુ કે,
અહીં કોઈને તારાં પગલાં જ્ડ્યાં છે?

ઈલાજો હશે ઝાંઝવાં પી જવાના
અમે શબ્દને એટલે તો પૂજ્યા છે

ધરા જેમ કાયમ જે અહીંયાં તપ્યા છે
ગગનને નીચે એ ઊતારી શક્યા છે

– ભરત ત્રિવેદી

એક મજાની ગઝલ…  બધા જ શેર મનનીય…

8 Comments »

  1. સુનીલ શાહ said,

    April 26, 2014 @ 3:22 AM

    સરળ, સુંદર ગઝલ

  2. narendrasinh said,

    April 26, 2014 @ 3:36 AM

    સમય તુંયે કેવો રહ્યો ભાગેડુ કે,
    અહીં કોઈને તારાં પગલાં જ્ડ્યાં છે?

    ઈલાજો હશે ઝાંઝવાં પી જવાના
    અમે શબ્દને એટલે તો પૂજ્યા છે અતિ સુન્દર

  3. Mehul Bhatt said,

    April 26, 2014 @ 7:22 AM

    superb !

  4. Manubhai Raval said,

    April 26, 2014 @ 11:49 PM

    અરે હાલ મારા તો એવા થયા છે
    પરાયા પૂછે છે કે છે કે ગયા છે?

    હતી સાયબી કંઈ અમારી નવાબી
    હવે યાદના થોડા સિક્કા બચ્યા છે

    સમય સમય ની વાત છે

  5. rajesh patel said,

    April 27, 2014 @ 1:21 AM

    સમય તુંયે કેવો રહ્યો ભાગેડુ કે,
    અહીં કોઈને તારાં પગલાં જ્ડ્યાં છે? વ્હા વ્હા ભરત ભાઇ

  6. Bhavin Modi said,

    April 28, 2014 @ 12:59 AM

    અરે હાલ મારા તો એવા થયા છે
    પરાયા પૂછે છે કે છે કે ગયા છે?

    awesome line…

    Bhavin MOdi
    9974525210

  7. ભરત ત્રિવેદી said,

    April 30, 2014 @ 3:26 PM

    પ્રિય વિવેકભાઈ , ગઝલ લયસ્તરોના વાંચકો સુધી પહોંચાડવા બદલ ખૂબ આભાર.

    -ભરત ત્રિવેદી

  8. Yogesh Shukla said,

    May 2, 2014 @ 1:47 PM

    સુંદર ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment