બધું ભૂલી જવું છે દોસ્ત! પણ સમય તો લાગશે!
ઉતારી દેવો છે આ બોજ પણ સમય તો લાગશે!
- વિવેક મનહર ટેલર

તરણા ઓથે ડુંગર રે – ધીરો

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં;
અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી.

સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન્ ,
તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી.
તરણા ઓથે ડુંગર રે….

કોને કહું ને કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,
અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુધ્ધિ થાકી રહે તહીં.
તરણા ઓથે ડુંગર રે….

મનપવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ,
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપૂરણ, જેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહીં કો ઠાલો રે, એક અણુમાત્ર કહીં;
તરણા ઓથે ડુંગર રે….

સદ્ ગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે? પોતે પોતાની પાસ;
દાસ ‘ધીરો’ કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તું હિ તું હિ.
તરણા ઓથે ડુંગર રે….

ધીરો

6 Comments »

  1. ધીરો « ગુજરાતી સારસ્વત પરિચય said,

    November 2, 2006 @ 12:59 AM

    […] # તરણા ઓથે ડુંગર રે!  ડુંગર કોઇ દેખે નહીં.” […]

  2. વિવેક said,

    November 3, 2006 @ 3:13 AM

    સરસ મજાનું ગીત… નાના નાના કલ્પનોથી ખૂબ મોટી મોટી વાતો કહી દીધી…

  3. Neela Kadakia said,

    November 5, 2006 @ 8:28 PM

    કૌમુદિ મુનશીને મુખે ગવાયેલુ આ ગીત ખૂબ સુંદર છે.

  4. તરણા ઓથે ડુંગર રે - ધીરો « તુલસીદલ said,

    February 13, 2008 @ 11:27 AM

    […] તરણા ઓથે ડુંગર રે – ધીરો તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં; અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી. […]

  5. Rajendra Trivedi, M.D. said,

    February 13, 2008 @ 11:30 AM

    THANKS TO “LAYASTARO”
    WE WANT TO BRING “DHIRO” IN TULSIDAL.

  6. sudhir said,

    July 11, 2013 @ 8:55 AM

    સરસ મજ્હાનિ વાત સરલ રિતે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment