ન જાણે કોણ, ક્યારે આવી ઘૂંટી લે અઢી અક્ષર,
બને તો સ્વચ્છ રખો હરઘડી હૈયાની પાટીને !
મુસાફિર પાલનપુરી

ધરતીની રૂંવાટી હો -ગની દહીંવાળા

ઋતુ હો કોઈ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો.

કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો.

સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો.

પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.

પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.

પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’, એકાદ તો સંબંધની એવી સપાટી હો.

-ગની દહીંવાળા

અસ્તિત્વ, પવન, સમય,  હૈયું, સંબંધ……. દરેક શે’ર વિશે એક એક નિબંધ લખવો પડે એટલા જ સબળ બધ્ધા જ શેરો થયા છે.  આપણું અસ્તિત્વ એ તો ધરતીની રૂંવાટી જેવું છે, કેટલી અદભૂત કલ્પના !

11 Comments »

  1. kirtikant Purohit said,

    August 19, 2010 @ 10:09 AM

    સાવ સાચુ છે. પ્રત્યેક શેર ખુદમા એક કવિતા છે.

  2. Pancham Shukla said,

    August 19, 2010 @ 11:09 AM

    ગનીચાચાની સાદ્યંત સુંદર ગઝલ અને એક ઉત્તમ કવિતા પણ. સપાટીપરની શેરિયત અને ગઝલિયતની બોલબાલામાં જ્યારે આવી સશક્ત ગઝલ કવિતાની જેમ પણ પમાય/માણી શકાય ત્યારે ખૂબ સારું લાગે છે.

  3. vallimohammed lakhani said,

    August 19, 2010 @ 1:14 PM

    ગનિ ચચનિ ગઝલ એતલે સરિતનુ ઝરનોૂો ન્ગ્રતુલતે થન્ક્સ લખનિ

  4. Ramesh Patel said,

    August 19, 2010 @ 10:33 PM

    એક અનોખા વિચાર સૌંદર્યથી મઢેલી ગઝલ.
    ખૂબ જ ગમી.
    રમેશ પટેલ(આકાશદીપ)

  5. રાકેશ ઠક્કર, વાપી said,

    August 19, 2010 @ 11:41 PM

    વાહ ગનીચાચા !
    સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
    ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો.

  6. Deval said,

    August 20, 2010 @ 12:13 AM

    Waah…… Gani chacha ni kalpana etle adbhut…. thanx for sharing this Urmi ji….

  7. pragnaju said,

    August 20, 2010 @ 10:25 AM

    સુંદર ગઝલ
    પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
    ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.

    પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
    સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.

    વાહ્

  8. વિવેક said,

    August 21, 2010 @ 2:29 AM

    અદભુત ગઝલ… કોઈ કહી શકે કે આ ગઝલ પરંપરાની ગઝલના ઉસ્તાદે લખી છે? સાવ જ તરોતાજા ગઝલ… વાહ!!!

  9. mahesh dalal said,

    August 21, 2010 @ 6:46 AM

    ગાનિ ચાચા , ક્યા કહેના ?

  10. અનામી said,

    August 21, 2010 @ 1:57 PM

    વાહ,ક્યા બાત!!દરેક શેર અદભૂત થયો છે….ને વિવેકભાઈની વાત સાથે પણ સહમત….

  11. sanket said,

    August 22, 2010 @ 1:04 AM

    સખત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment