ગઝલ – જાતુષ જોશી
આમ તો બસ એ જ અંતિમ લક્ષ્ય છે
એ વિષે પણ કેટલાં મંતવ્ય છે.
કૈંક ખૂણા ગોળ પૃથ્વીમાં જડે !
જો, અહીં અગ્નિ, પણે વાયવ્ય છે.
આપણો સંતત્વનો દાવો નથી,
આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે.
વ્હેંચવાથી જે સતત વધતું રહે,
આ હૃદયમાં એક એવું દ્રવ્ય છે.
સ્વપ્નનો છે અર્થ કેવળ શક્યતા;
સ્વપ્ન પણ આવે નહીં એ શક્ય છે.
જાતુષ જોશી
-આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે કહીને કેટલી સરળતાથી મનુષ્યજીવનની નબળાઈનો કવિએ સ્વીકાર કરી લીધો ! અને સ્વપ્નની વ્યાખ્યા અને વાસ્તવિક્તાને મત્લાની બે કડીમાં સાંકળીને બોટાદના જાતુષ જોશીએ કમાલ નથી કરી લીધી ! (જન્મ : 02-01-1979)
Vihang Vyas said,
October 14, 2006 @ 5:55 AM
પ્રિય વિવેકભાઈ,
જાતુષની ગઝલ સરસ છે, તમારી ગઝલ પારખું દ્રષ્ટિ માટે અભિનંદન.
તેમનો એક શેર કહી વિરમું છું…..
તમેજ હોડી, તમેજ દરિયો
તમેજ પોતે વમળ મહાશય !
Maharshi said,
October 14, 2006 @ 1:09 PM
હદય સ્પર્શિ કવિતા બદલ જાતુશ ભાઇ ને ખુબ ખુબ અભિનન્દન.
મહર્ષિ
Jayshree said,
October 14, 2006 @ 3:39 PM
Really… Excellent words..!!
વ્હેંચવાથી જે સતત વધતું રહે,
આ હૃદયમાં એક એવું દ્રવ્ય છે.
સ્વપ્નનો છે અર્થ કેવળ શક્યતા;
સ્વપ્ન પણ આવે નહીં એ શક્ય છે
UrmiSaagar said,
October 15, 2006 @ 6:40 PM
Simply….. superb!!
Exellent gazal!!
Kayo sher best chhe ee nakki thaij naa shake…. jya badhaj sher ek ekthi chadiyaata chhe!!
JATUSH JOSHI said,
October 22, 2024 @ 3:45 AM
મને ખબર ન હતી
કે લયસ્તરોમાં મારી આ ગઝલ પણ છે.. બહુ આનંદ થયો… કારણ એ કે … મારી આ પ્રથમ ગઝલ છે… પુન: આનંદ.. આભાર.
વિવેક said,
October 23, 2024 @ 11:35 AM
@ જાતુષ જોશી:
લયસ્તરોના ઉંબરે આપના આગમનનો આનંદ