ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ

હાઈકુ – પરાગ ત્રિવેદી

ભરબપોરે
તડકો ઓઢી સૂતું
ખેતર શાંત !

* * *

ઘોર અંધારી
રાત, તો યે સપનાં
રંગબેરંગી !

પરાગ ત્રિવેદી

8 Comments »

  1. સુરેશ જાની said,

    October 1, 2006 @ 12:45 PM

    સરસ અને ચોટદાર હાઇકુ.
    મારા બ્લોગ પર હાઇકુ વિશે સમજણ આપતો લેખ લખી આપશો તો આભારી થઇશ.

  2. મીના છેડા said,

    October 1, 2006 @ 10:36 PM

    સરસ..

  3. Chetan Framewala said,

    October 2, 2006 @ 11:55 AM

    ગાંધી જયંતિ અને દશેરાની આપ સૌ ને હાર્દિક શુભકામના,

    સુંદર હાઈકુ,

    મારો વર્ષો પહેલાં લખયેલ હાઈકુ યાદ આવી ગયો.

    ફૂલ-પાંખડી,
    રંગ-રંગી, ને ભ્રમે,
    કાળો ભ્રમર !

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  4. ધવલ said,

    October 2, 2006 @ 11:26 PM

    સુંદર હાઈકુ, વિવેક અને ચેતન.

    વર્ષો પહેલા એક વાર હાઈકુના કાવ્યપ્રકાર પર મારા એક (અ)કવિ મિત્રે એક મજાનું હાઈકુ લખેલું…. એ આજે અકારણ યાદ આવે ગયું !

    હાઈકુ એક
    વાંચું. આવે વિચાર
    મને. ‘કાયકુ ?’

    (બમ્બૈયા ભાષામાં ‘કાયકુ’ )

    આવા કેટલાય હાયકુ અમે મિત્રો જોડી કાઢતા અને યથાશક્તિ ગુજરાતી કવિતાના હનનનો પ્રયાસ કરતા 🙂 એ દિવસો કવિતા લખવાના નહીં પણ કવિતા જીવવાના હતા ! હવે એ દિવસો ગયા અને લીસોટા જેવા આ શબ્દો રહી ગયા.

  5. કસુંબલ રંગનો વૈભવ said,

    October 3, 2006 @ 2:37 AM

    સરસ ….

  6. nilamdoshi said,

    October 5, 2006 @ 11:11 AM

    અન્ધારી રાત ભલે ને હોય એના સપના તો રંગીન જ હોવાના.હાઇકુ ની મજા માણી.મારો પ્રિય કાવ્ય પ્રકાર.

  7. kapil said,

    September 23, 2008 @ 7:37 AM

    એક હાઇકુ મારા તરફ થી.

    પંખી વનમાં
    ટહુકા કરે, શે’રે
    વાહન શોર.

    આશા છે બધાને ગમશે

  8. Ronak said,

    July 5, 2009 @ 9:22 AM

    ખૂબ સરસ .. અદભુત.. અલૌકિક..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment