જીરવી નથી શકતા – હિતેન આનંદપરા
બીજાને શું જીરવશું ? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રાવાતને જીરવી નથી શકતા.
અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.
તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો
ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.
સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે
જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.
ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.
તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર ?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.
નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.
– હિતેન આનંદપરા
મનુષ્યનો સ્વભાવ જ એવો છે – સીધા અઢી અક્ષર બોલવાને બદલે અઢી પગલા આડા માંડવામાં જ એને ચેન પડે છે. મનુષ્યસ્વભાવની ઊણપોને ગઝલમાં કવિએ બરાબર ઝીલી લીધી છે. આ બધાને લાગુ પડે એવી ગઝલ છે. બધાને બંધબેસતી પાઘડી પહેરી લેવાની પૂરેપૂરી છૂટ છે !
amit n.shah. said,
April 18, 2010 @ 10:41 PM
હિતેન નિ જુનિ પન જનઇતિ ગઝલ્
અભિષેક said,
April 18, 2010 @ 11:39 PM
બહુ જ સાચી વાત કરી છે.
Viren Patel said,
April 18, 2010 @ 11:52 PM
હિતેન ભાઈની એક વધુ સચોટ ગઝલ્.
વિવેક said,
April 19, 2010 @ 12:57 AM
સુંદર ગઝલ… બધા શેર સારા થયા છે…
P Shah said,
April 19, 2010 @ 1:37 AM
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા…..
સુંદર રચના !
હેમંત પુણેકર said,
April 19, 2010 @ 4:10 AM
સુંદર ગઝલ! આ શેર ખાસ ગમી ગયાં:
બીજાને શું જીરવશું ? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રાવાતને જીરવી નથી શકતા.
અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.
ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.
નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા…….વાહ! આ શેર માટે ખાસ દાદ!
વિવેક said,
April 19, 2010 @ 7:12 AM
મત્લામાં જાત અને ચક્રાવાત કાફિયા વાપર્યા પછી આભાસ, અજવાસ, વરસાદ જેવા કાફિયા ન વપરાયા હોત તો ગઝલ અનિર્વચનીય બની હોત… એટલું જતું કરીએ તો આખી ગઝલ સંઘેડાઉતાર થઈ છે…
pragnaju said,
April 19, 2010 @ 8:19 AM
બીજાને શું જીરવશું ? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રાવાતને જીરવી નથી શકતા.
મત્લામાં જ મહાત થઈ ગયા
અને
ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે,
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.
તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.
ખૂબ સુંદર
કેટલાય સાધકો છે જે કોઈક અસાધારણ અનુભવ અથવા અનુગ્રહની અપેક્ષા રાખે છે, પરંતુ એક અથવા બીજી રીતે એમને એવા અનુગ્રહ કે અનુભવની પ્રાપ્તિ થઈ જાય તો તેને સહન કરી, જીરવી કે પચાવી નથી શકતા.
વિહંગ વ્યાસ said,
April 19, 2010 @ 8:47 AM
સારી ગઝલ છે. ઘણાં વર્ષ પહેલા કોઇ સામયિકમાં વાંચેલી છે.
sudhir patel said,
April 19, 2010 @ 10:17 PM
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
SMITA PAREKH said,
April 20, 2010 @ 12:34 AM
વાહ, ખુબ સુંદર ગઝલ. મત્લાનો શેર ખુબ ગમ્યો.
ડૉ.મહેશ રાવલ said,
April 20, 2010 @ 2:51 PM
હિતેનભાઈની સરસ ગઝલ.
જીરવી નથી શક્તા કહીને શું જીરવવા તૈયાર રહેવું જોઇએ, એ અખાના ચાબખાની જેમ કહી દીધું…વાહ જનાબ..!
Satish Dholakia said,
April 21, 2010 @ 11:59 AM
નવા સર્જક અને જુના સર્જક વાલિ વાત જેત્તલિ નિચાન ઉપર રહિ તેતલિ જ વરુક્શ વલિ વાત ઉત્ત્મ રહિ !
usha desai said,
December 30, 2010 @ 8:59 PM
અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.
ખુબ સાચિ વાત ખુબ કુશળતાથેી કરિ, મજા આવેી
આભાર …