થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં,
ચારે તરફથી એની નજરમાં હતા અમે.
– આશ્લેષ ત્રિવેદી

ગઝલ – જયંત સંગીત

આંધળી આંખે બધું જોતાં રહે છે ટેરવાં,
સ્પર્શનું રૂપાંતરણ કરતાં રહે છે ટેરવાં.

એકબીજામાં ભળીને ઓગળી જાતું સકલ,
ને સપાટી પર ફકત તરતાં રહે છે ટેરવાં.

ના થવાની તૃપ્ત હું ક્યારેય પણ વ્હાલી સખી,
રોજ મારામાં તરસ ભરતાં રહે છે ટેરવાં.

આ દિવસની માછલી પણ હાથમાં રહેતી નથી,
ને ઉપરથી રાત ખોતરતાં રહે છે ટેરવાં.

શું કહું ? શરમાઉં છું કહેતા તને સંગીતયા,
એમને સ્પર્શ્યા પછી રાતાં રહે છે ટેરવાં.

– જયંત સંગીત

ધીમે ધીમે ઉઘાડો તો સકળ ઓગળીને એકાકાર થઈ જાય એવી પણ દોડીને પસાર થઈ જાવ તો સપાટી પર ફક્ત ટેરવાં જ તરતાં રહી જાય એવી ગઝલ. અને આ સ્પર્શની, પ્રેમની તરસની કદી તૃપ્તિ પણ થતી નથી… જેટલું પીઓ એટલી એટલી એ વધવાની, ઇચ્છાની જેમ જ…. દિવસ હાથમાં નથી ને રાતની ઝંખના છે…

12 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    March 5, 2010 @ 1:53 AM

    એકબીજામાં ભળીને ઓગળી જાતું સકલ,
    ને સપાટી પર ફકત તરતાં રહે છે ટેરવાં.

    સ-રસ વાત !

  2. minesh shah said,

    March 5, 2010 @ 2:48 AM

    ખુબજ સરસ

  3. Pushpakant Talati said,

    March 5, 2010 @ 4:40 AM

    આ ગઝલ અને આ વિષય ઉપર થોડુ વધુ વિસ્તારથી સમજાવોને – મારી સાથે સાથે બીજા ને પણ મઝા આવશે.

  4. કિરણસિંહ ચૌહાણ said,

    March 5, 2010 @ 8:10 AM

    બહુ જ સુંદર, મીઠી ગઝલ.

  5. vimal agravat said,

    March 5, 2010 @ 9:12 AM

    બોટાદનું સંગીત સાહિત્યજગતમાં સતત સંભળાતું રહે છે.બોટાદમાં આટલું સરસ લખતા કેટલાં કવિઓ છે?

  6. urvashi parekh said,

    March 5, 2010 @ 10:08 AM

    સ્પર્શ…
    ટેરવા ના સ્પર્શ ને આંખ ના હોય તો પણ..
    અને તેના વડે ઘણુ બધુ બોલ્યા વગર કહી શકાય છે.

  7. ધવલ said,

    March 5, 2010 @ 5:06 PM

    આ દિવસની માછલી પણ હાથમાં રહેતી નથી,
    ને ઉપરથી રાત ખોતરતાં રહે છે ટેરવાં.

    – સરસ !

  8. kanchankumari parmar said,

    March 6, 2010 @ 4:50 AM

    ટહુકા એવા ટેરવે ગુંજિ ઉઠ્યા કે મન મ્ંદિર ના ખુણે ખુણા ઝગમગિ ઉઠ્યા…..

  9. Pancham Shukla said,

    March 6, 2010 @ 9:14 AM

    સરસ, માણવી ગમે એવી ગઝલ.

  10. ashok trivedi said,

    March 6, 2010 @ 9:56 AM

    thanks for gazal .mana mari kolam mata saras shere laystaro mathi mala che. chartsanket every monday gujaratsamacher guj mid- day every wed. my web site . http://www.chartsanketstock.com 09820728124. mumbai.kandivali (east).Ashok Trivedi.

  11. parshad said,

    March 7, 2010 @ 12:43 AM

    This is really a genuine and fine gazal.Congrats to the poet and thank you for presenting it here.

  12. pragnaju said,

    March 14, 2010 @ 3:06 PM

    આ દિવસની માછલી પણ હાથમાં રહેતી નથી,
    ને ઉપરથી રાત ખોતરતાં રહે છે ટેરવાં.

    શું કહું ? શરમાઉં છું કહેતા તને સંગીતયા,
    એમને સ્પર્શ્યા પછી રાતાં રહે છે ટેરવાં.
    વાહ

    લાગણીની વ્યગ્રતા છે ટેરવાં.
    બંધ દ્વારોની વ્યથા છે ટેરવાં.
    શક્યતા સબંધની એમાં હશે, …
    જુવાનીના દિવસો એ રંગીન રાતો,
    ખુવારી મહીં એ ખુમારીની વાતો;
    સદીઓ અમે બાદશાહી કરી છે- …
    તેમની આ સૂર સંગીતની મહેફીલ આમ જ સલામત રહે
    અને
    અનોખું બંધન આપણને સૌને જોડી રહેનારું બની રહે એ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment