ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.
હરજીવન દાફડા

ઊલટી રમત – તસલીમા નસરીન (અનુ. સોનલ પરીખ)

મેં જોયો
બજારમાં એક પુરુષને, એક સ્ત્રી ખરીદતાં
મારે પણ ખરીદવો છે, એક પુરુષ
સાફ દાઢીમૂછ, ચોખ્ખા કપડાં, ઓળેલા વાળ
શરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જે
મુખ્ય માર્ગ પર, વેચાવા
તેને કોલરથી ખેંચી
રિક્ષામાં ફેંકવો છે
તેની ગરદન, પેટ અને છાતીમાં આંગળીઓ નાખી
ઘેર લાવી પટકવો છે પથારીમાં
ને પેટ ભરાય એટલે
એડીવાળાં સેન્ડલથી ફટકારી, ગંદી ગાળો દઈ
હડસેલી મૂકવો છે: ‘ચાલ ફૂટ… તારી જાતના…’
માથા પર મેલો પાટો બાંધી
ચામડી ખણતો
સવારે તે ઝોકાં ખાતો હશે શેરીમાં
કૂતરાં તેના જખમ પરથી ફૂટતાં લોહીપરુ ચાટતા હશે
ને જતી આવતી સ્ત્રીઓ, બંગડીઓ રણકાવતી
અટ્ટહાસ્યથી ગલી ગજવતી જશે
સાચે જ
એક પુરુષ ખરીદવો છે મારે
તાજો, તંદુરસ્ત, છાતી પર વાળવાળો
તેને મસળી કચડી છૂંદી લાત મારી નાખી દેવો છે બહાર
ને બરાડવું છું: ‘મોં કાળું કર, ચાલ્યો જા, હરામી!’

– તસલીમા નસરીન ( -અનુ. સોનલ પરીખ)

ચાબખાના સોળ જેવી આ કવિતા એટલે નકરો, નફકરો અને નગ્ન આક્રોશ. જ્યારે ચીસો સદીઓ સુધી બહેરા કૂવાઓમાં ભટક્યા કરે ત્યાર પછી જ આવો આર્તનાદ ઉદભવી શકે. આ કવિએ પોતાનું વતન, બાંગ્લાદેશ, તો ઘણા વર્ષોથી છોડી દેવું પડેલું. અને હવે છેવટે ભારત પણ છોડી દેવું પડ્યું છે. કોઈને સત્ય સાંભળવું ગમતું નથી.

( ‘દિવ્યભાસ્કર’ માંથી )

27 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    March 3, 2010 @ 11:26 PM

    “પતિ એટલે બીજા વરૂઓથી બચાવતો એક ભૂખ્યોડાંસ વરૂ…!”

    આ કાવ્ય વાંચી ઉપરોક્ત પંક્તિ યાદ આવી ગઇ.

  2. કલ્પેશ ડી. સોની said,

    March 4, 2010 @ 12:19 AM

    સ્ત્રી ઉપર પણ આવું લખાણ કરી શકાય છે. પરંતુ ડાહ્યા માણસનું આ કામ નથી.
    સ્ત્રી પક્ષપાતી છે. પુરુષનો જ પક્ષ લે છે. દા.ત.
    ભાભીને નહિ પણ ભાઈને, વહુ ને નહિ પણ દીકરાને, દીકરીને નહિ પણ દીકરાને પસંદ કરે છે.
    મને લાગે છે કે પુરુષ દ્વારા કુટુંબમાં જે સ્ત્રી-હિંસા થાય છે એમાં પણ સ્ત્રી(સાસુ) વેરભાવના તૃપ્ત કરવા પુરુષ(દીકરા)ને હથિયાર તરીકે વાપરતી હોય છે.
    સામાજિક સંબંધના સંદર્ભમાં પુરુષ તરફનું સ્ત્રીનું વલણ જોવું જરુરી છે.
    કેવળ પુરુષ તરીકે પુરુષ સ્ત્રીના જીવનમાં નથી આવતો, તે સંબંધના સ્વરુપે જ આવે છે.
    નસરિમાનું આ લખાણ માત્ર પુરુષને લગતું છે. કેવળ પુરુષ સ્ત્રી માટે તેમજ કેવળ સ્ત્રી પુરુષ માટે સામાજિક સંદર્ભના અભાવમાં જંગલી જ હોય છે.

  3. વિવેક said,

    March 4, 2010 @ 1:34 AM

    મર્મવેધી…

  4. tirthesh said,

    March 4, 2010 @ 2:25 AM

    ‘કોઈને સત્ય સાંભળવું ગમતું નથી’- સાચી વાત, પરતું આ બહેને સત્ય સિવાયનું પણ ઘણુબધું લખ્યું છે અને પુરુષ ખરીદવા નીકળવાના ઓઠા હેઠળ સસ્તી ચર્ચાસ્પદ્તા ખરીદતી વધુ દેખાતી હોય છે.

  5. chandrika patel said,

    March 4, 2010 @ 2:28 AM

    ખુબ જ મર્મવેધી.ખુબ વેદના અને અક્રોશ ઝલ્કે છે.મને ખબર ન્હોતી કે તસલીમાજી આટલું સારું લખે છે.
    વિવેકભાઈ નો મોબાઈલ નમ્બર મળી શકે?
    ચંદ્રિકા

  6. kanchankumari parmar said,

    March 4, 2010 @ 3:40 AM

    પુરુષ એટલે લોહિ તરસ્યો વાઘ ;એક વખતત લોહિ ચાખે પછિ મારણ ના મુકે……

  7. deepak parmar said,

    March 4, 2010 @ 4:56 AM

    મારુ પોતાનુ પણ એમજ માનવું છે કે મોટા ભાગના સમાજોની રચના પુરુષને કેન્દ્ર મા રાખીનેજ કરવામા આવી છે… પણ હવે સમય બદલાઈ રહ્યો છે.. કદાચ એ દિવસ દૂર નથી જ્યારે સ્ત્રીઓ ને ૩૩% આરક્ષણની જરૂર નહિ રહે….

  8. Indrajit said,

    March 4, 2010 @ 6:31 AM

    આ વાત નારિ વિશે કોઇ પુરુશે લખિ હોત તો નારિ શક્તિ તુટિ પડત

    (ચાર મળે ચોટલા તો ભાગે ઘર ન ઓટલા)

    ઈન્દ્રજિત

    indramuni06@rediffmail.com

  9. preetam lakhlani said,

    March 4, 2010 @ 7:18 AM

    કવિતા મા કવયિત્રરી એ જે વાત કરી છે તેની સામે આપણે બોલવા જેવુ નથી, સ્ત્રીને જીવન મા ડગલે ને પગલે અનિયાય કોઇને કોઇ કારણે થતો જ હોય છે એમ મારુ માનવુ છે, યુગોથી ચુપ ચાપ આશુ પીઇને સહન કરી લેતી સ્ત્રી હજી જોઇએ એટલી લડત આપવા કેમ જાગુરત નથી થઈ ?, તેનુ આ લખનારને દુઃખ છે, કદાચ આમા પણ પુરુષ જાતનુ રાજકારણ કામ કરતુ હ્શે!બીજા બધાની તો કયા વાત કરવી આ અમેરીકા પણ કોઇ સ્ત્રીને પ્રમુખ તરીકે શીકારવા કયા તેયાર છે! નારી તુ નારાયણ છો! બસ થોડી રાહ જો, રાત ભર કા હે યહ અનધેરા કીસકે રોકે રોકા હે સબેરા!!!!!

  10. Pushpakant Talati said,

    March 4, 2010 @ 7:50 AM

    બહુજ ગમ્ભીર અને વિચાર માન્ગી લેતો આ વિષય છે.

    કવિતા સ્પર્શી ગઈ – અનુવાદ પણ મન તથા કલમ ને બે-લગામ રીતે સાવ છુટા રાખી ને કરવામાઁ આવેલ હોવાથી અસરકારક રીતે થયેલ છે.

    વાચકોની કોમેન્ટ્સ પણ ઘણુ ઘણુ કહી જાય છે આપણા આજના માણસોનાઁ મન અને ચરિત્ર બાબત.

    મારા તરફથી આ ક્રુતી માટે ફક્ત નીચે મુજબ જ કોમેન્ટ છે

  11. Pushpakant Talati said,

    March 4, 2010 @ 7:51 AM

    NO COMMENT PLEASE

  12. dhaval said,

    March 4, 2010 @ 8:46 AM

    હા તસ્લિમા બેન એમનિ રિતે સન્જોગો પ્રમાને સાચા હશે………….પન કવિતા મા ના મર્મ નિ સાથે સાથે એમ નો પબ્લિસિતિ સ્તન્ત પન બ્હુ ઉભર્યો

  13. Pancham Shukla said,

    March 4, 2010 @ 8:47 AM

    Good post Dhaval.

    A gamut of expressions and emotions make poetry. It helps in expanding the horizons of readers.

  14. PRADIP SHETH. BHAVNAGAR said,

    March 4, 2010 @ 9:20 AM

    કદાચ ,લેખિકાનુ નામ ન લખ્યુ હોત તો પણ ખબર પડી જાત ,આ તસ્લીમા નસરીન સિવાય બીજુ કોઇ ન હોઇ શકે….

  15. urvashi parekh said,

    March 4, 2010 @ 9:41 AM

    અનુવાદ સુન્દર રીતે થયો છે.
    અક્રોશ ની પણ એક હદ હોય ને?

  16. Pancham Shukla said,

    March 4, 2010 @ 9:47 AM

    નારદમત અનુસાર આક્રોશના ત્રણ પ્રકાર છે.

    ૧. નિષ્ઠુર
    ૨. અશ્લીલ
    ૩. તીવ્ર

    આને ૨કે ૩જા પ્રકારમાં મૂકવો એ વાચકનું કામ.

    આક્રોશનો કોશગત અર્થઃ

    http://www.gujaratilexicon.com/index.php?action=GGDictionary&sitem=%E0%AA%86%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B6&dict=2&type=1&page=0

  17. ઊર્મિ said,

    March 4, 2010 @ 10:24 AM

    ધારદાર આક્રોશ… કવયત્રીએ જાણે એક્કેક શબ્દમાં અગ્નિ પ્રગટાવ્યો છે!

  18. SMITA PAREKH said,

    March 4, 2010 @ 11:35 AM

    આટલો મર્મવેધી આક્રોશ!!!!!
    તો ભીતરની ચોટ કેવી હશે?

  19. preetam lakhlani said,

    March 4, 2010 @ 11:54 AM

    Tirthesh, તને રઇ રઇ ને સમજાણુ કે કોઇને સત્ય સાંભળવુ ગમતુ નથી!! બાકી તો ધણાને કાવ્ય સાથે જ નાતો છે, નહી કે વ્યકતિ સાથે, અટલે મારા જેવા સાચુ ગોળ ગોળ બોલવાને બદલે કહી દે છે કે આ બકવાસ છે અને આ સારુ છે,…બાકી કોઇ મુબઈ કે સુરતનો હોય તો તેનાથી શુ ફ્ર્ક પડે છે ?

  20. Girish Parikh said,

    March 4, 2010 @ 1:31 PM

    ગુરુ દત્તની અમર ફિલ્મ ‘પ્યાસા’ નાં સાહીર લુધીઆનવીનાં અમર ગીતોમાંનું એક “જીન્હે નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ …” ગાનાર પુરૂષ હતો, પણ એ જગાએ સ્ત્રી પણ હોઈ શકે. સાહીર સાહેબે દર્દ કલામય રીતે ગીતમાં વણ્યું છે, મોહમદ રફીએ હ્રદય સોંસરવું ઊતરી જાય એ રીતે ગાયું છે, સચીનદાએ આત્મા રેડીને એને સંગીતમાં મઢ્યું છે, અને ગુરુ દત્ત અભિનય કરતા હોય એમ નહીં પણ સંવેદનશીલ કવિ વિજયનું પાત્ર જીવતા હોય એમ લાગે છે!

  21. અનામી said,

    March 4, 2010 @ 3:38 PM

    ya,pyassa nu e song j yad aave che…….
    ye kooche ye neelaam ghar dil_kashi ke
    ye luT_te hue kaarawaaN zindagii ke
    kahaaN haiN, kahaaN haiN muhaafiz Khudi ke?
    jinhe naaz hai hind par vo kahaaN haiN?
    kahaaN haiN kahaaN haiN kahaaN haiN?
    ye pur-pech galiyaaN, ye badnaam baazaar
    ye gumnaam raahii, ye sikkoN ki jhaNkaar
    ye ismat ke saude, ye saudoN pe takaraar
    jinhe naaz hai hind par vo kahaaN haiN?
    ye sadiyoN se be-Khauf sahmii sii galiyaaN
    ye maslee hui adh-khulee zard kaliyaaN
    ye bikati hui khokalii rang-raliyaaN
    jinhe naaz hai hind par vo kahaaN haiN?
    vo ujale dareechoN meiN paayal ki chhan-chhan
    thaki haarii saaNsoN pe tabale ki dhan-dhan
    ye be-ruuh kamroN meiN khaaNsii kii Than-Than
    jinhe naaz hai hind par vo kahaaN haiN?
    ye phuuloN ke gajare, ye peekoN ke chheeNTe
    ye be-baak nazreN, ye gustaaKh fiqare
    ye Dhalake badan aur ye beemaar chehare
    jinhe naaz hai hind par vo kahaaN haiN?
    yahaaN peer bhii aa chuke haiN jawaaN bhi
    tanuumand beTe bhi, abbaa miyaaN bhi
    ye biwi bhi hai aur behan bhi hai, maaN bhi
    jinhe naaz hai hind par vo kahaaN haiN?
    madad chaahti hai ye hawwaa ki beTi
    yashodaa ki ham-jins raadhaa ki beTi
    payaMbar ki ummat zulaiKhaa ki beTi
    jinhe naaz hai hind par vo kahaaN haiN?
    zaraa mulk ke raahbaroN ko bulaao
    ye kuuche ye galiyaaN ye maNzar dikhaao
    jinheN naaz hai hind par unako laao
    jinhe naaz hai hind par vo kahaaN haiN?
    kahaaN haiN kahaaN haiN kahaaN haiN?

  22. akur vyas said,

    March 4, 2010 @ 9:51 PM

    ૮૨માં પરણી ૮૬માં છૂટા છેડા,૮૬માં ફરી પરણી૧૯૯૧માં છુટા,૯૧માં પરણી ૧૯૯૨માં છૂટા છેડા….(એના વિશે ૪૦થી ૫૦ વેબ છે વાંચી વળો)
    તો પૂરુષ પ્રત્યે આટલી નફરત!!!!!સમાજીક સંબંધોમાં વ્યાપેલી તરાડ માથી આવેલું આ કાવ્ય(?)
    કઈ રીતે???? can not live with him and can not live without him..mmmmm

  23. Name said,

    March 6, 2010 @ 7:36 AM

    વાસ્તવિકતા સમજવા કદાચ સ્ત્રી તરીકે જન્મવું પડશે ?!

    પંચમભાઈ, આક્રોશનો કોશગત અર્થ – સ્ત્રી કે પુરુષનાં આક્રોશને વ્યકત કરી શકે ખરો ? 🙂

  24. Pinki said,

    March 6, 2010 @ 7:43 AM

    સ્ત્રી તરફી કે પુરુષ તરફી રચના ????? –

    પુષ્પકાંતભાઈએ કહ્યું એમ, પ્રતિભાવો વ્યક્તિગત અને સમાજની માનસિકતા છતી કરે છે.

  25. વિવેક said,

    March 6, 2010 @ 8:00 AM

    તસલીમા નસરીનની આ રચના કદાચ કવિતાની એરણ પર સો ટચનું સોનું ન પણ હોય, કદાચ એમણે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે પણ આ કવિતા લખી હશે પણ એમાં કઈ વાત છે જે અનાદિકાળથી ચાલ્યા આવતા પુરુષપ્રધાન સમાજનો ખરો અરીસો નથી?

    આ કવિતા કોઈ પણ શોષિત સ્ત્રીનો વાંઝણો ગુસ્સો જ છે માત્ર… પુરુષ ખરીદીને પોતાનું ‘પેટ’ પણ આ સ્ત્રીને ભરવું જ છે, અદ્દલ એ જ રીતે જે રીત પુરુષ કદાચ સદીઓથી કરતો આવ્યો છે… હા, બધા પુરુષો આવા નથી હોતા પણ આ બધા પુરુષોની વાત પણ નથી…

  26. Nikhil Darji (Umbergaon, Gujarat) said,

    March 12, 2010 @ 8:09 AM

    તસલિમા નસરિન વિશે ગુજરાતીમા વધારે લખાણ ક્યા મળશે?
    મારા ઇમેલ ID પર જણાવવા કોઈ કૃપા કરશે?
    nikhildarji@gmail.com

  27. pragnaju said,

    March 14, 2010 @ 3:21 PM

    સાચે જ
    એક પુરુષ ખરીદવો છે મારે
    તાજો, તંદુરસ્ત, છાતી પર વાળવાળો
    તેને મસળી કચડી છૂંદી લાત મારી નાખી દેવો છે બહાર
    ને બરાડવું છું: ‘મોં કાળું કર, ચાલ્યો જા, હરામી!’

    સંસારની આખી બાજી અહીં સવળી નહીં પણ અવળી ચાલે છે. હવે પુરુષનું વેર સ્ત્રી લે છે અને કેર વર્તાવે છે. સ્ત્રી વસ્તુ હોય, ચીજ હોય, જણસ હોય એમ એ બજારમાં ખરીદાતી હોય છે અને એનો ખરીદનાર પુરુષ હોય છે. સમાજની જો આ વ્યવસ્થા હોય તો એક સ્ત્રી તરીકે મારે પણ બજારમાંથી એક પુરુષ ખરીદવો છે-મારી પોતાની શરતે.
    પહેલાં તો એ વેચાવા તૈયાર હોવો જોઈએ અને પુરુષ એવો જોઈએ છે જેના દાઢીમૂછ સાફ હોય, ચોખ્ખા કપડાં હોય, ઓળેલા વાળ હોય, શરીર અને સ્નાયુઓ દેખાય એવા હોય, ખરીદી કરું પછી હું એની સાથે મારી રીતે વર્તીશ.
    જમાનાઓથી સ્ત્રીઓ પર જે જુલમ-સિતમ ગુજારાયા છે એનું વેર વાળીશ. તેને મારીશ, ઝુડીશ, ગંદી ગાળો દઈશ અને હડસેલી મુકીશ. એને ખબર પડે કે નારી જાત જોડે ભૂતકાળમાં જે વર્તન કરેલું એનો જવાબ આપતા મને આવડે છે.
    બહાર હડસેલી મુકીશ પછી કૂતરા એના જખમ પરથી લોહીપરુ ચાટતા હશે અને જતી આવતી સ્ત્રીઓ બંગડીઓ રણકાવતી અટ્ટહાસ્યથી ગલી ગજવતી હશે. મારે સાચે જ એક પુરુષ ખરીદવો છે, તાજો, તંદુરસ્ત, છાતી પર વાળવાળો.
    ચંદ્રકાંત બક્ષીનું એક વાક્ય યાદ આવે છે. ‘છાતીના વાળને વિગ નથી હોતી.’ મારે આ પુરુષને કહો કે પુરુષ જાતને મસળી, કચડી, છૂંદી, લાત મારી ફેંકી દેવો છે બહાર અને બરાડીને એના પર થૂંકવી છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment