બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
વિવેક મનહર ટેલર

સ્વમાન – કૃષ્ણલાલ શ્રીધરાણી

માન તમારે હાથ ન સોંપ્યું;
                  કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
                  શર સૌ પાછાં પામશો.

ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
                 વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
                  પર્વત ચીરે ઝાટકે               – માન…

હિમાદ્રિ અમલિન સુહાસે
                 ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
                 હાસ્ય કરી અવહેલતો          – માન…

રેતી કેરા રણ ઉપર ના
                બાંધ્યા મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
                પાયા રોપ્યા પ્રાણના !

માન તમારે હાથ ન સોંપ્યું,
                કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
                શર સૌ પાછાં પામશો.

– કૃષ્ણલાલ શ્રીધરાણી

આ ગીતની ધૃવપંક્તિનો કહેવત સમાન થઈ ગઈ છે. એલેનોર રૂઝવેલ્ટની પ્રખ્યાત વાત યાદ આવે છે, No one can make you feel inferior without your permission.

11 Comments »

  1. વિવેક said,

    February 17, 2010 @ 1:13 AM

    સાદ્યંત સુંદર રચના….

  2. અમ્રુત ચૌધરી said,

    February 17, 2010 @ 1:57 AM

    શ્રીધરાણીને યાદ કરવા બદલ ધન્યવાદ. ખૂબ ઓછુ જાણીતુ પણ સરસ મજાનુ ગીત આપવા બદલ
    આભાર.

  3. ચાંદ સૂરજ said,

    February 17, 2010 @ 4:33 AM

    યોગ્યતાને નેવે મૂકનારા પૂજારીને ઠપકો અપનારા શ્રીધરાણી સ્વમાનની પણ કેવી સંગીન અને અડિખમ પ્રતિમા કંડારે છે.એ કવિને વંદન.

  4. Bharat Patel said,

    February 17, 2010 @ 7:09 AM

    Can an yone help in finding this poem:

    મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ

  5. વિવેક said,

    February 17, 2010 @ 7:34 AM

    જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…

    – આ અઠવાડિયે મળી જશે… અહીં જ !

  6. Pancham Shukla said,

    February 17, 2010 @ 7:36 AM

    સુંદર કવિતા. શ્રીધરાણીની એકાધિક કવિતાઓ માટે આમે મને પક્ષપાત છે.

  7. rekha sindhal said,

    February 17, 2010 @ 9:52 AM

    આપણા સ્વમાનનેી રક્ષા બેીજાએ શા માટે કરવેી પડે? ફક્ત આપણે નબળા હોઈ તો જ, એ ખરૂં પણ આર્થિક નબળાઈવાળા કે જેને ખાવાના ય ફાંફા છે તેને માન શું અને અપમાન પણ શું ? લોકોથી હડધૂત થતા રહીને પણ ફકત બે ટંક ખાવા મળે તો ય સંતોષ એવા કરોડો લોકો પૃથ્વી પર છે. શું આપણે એમને માન-અપમાનથી પર કહીશું?

  8. ઊર્મિ said,

    February 17, 2010 @ 10:16 AM

    ……………………………..

    માન તમારે હાથ ન સોંપ્યું,
    કેમ કરી અપમાનશો ?
    વજ્ર સમું અણભેદ હ્રદય આ,
    શર સૌ પાછાં પામશો.

    આહાહા… અદભૂત પંક્તિ… મારી ખૂબ જ પ્રિય…

  9. shvet soni said,

    February 18, 2010 @ 8:02 AM

    ખુબ જ સરસ્……!!!!!!!!!!

  10. pragnaju said,

    February 21, 2010 @ 12:01 AM

    સ રસ રચનાની ખૂબ સરસ પંક્તીઓ

    રેતી કેરા રણ ઉપર ના
    બાંધ્યા મ્હેલ સ્વમાનના;
    શ્રદ્ધાના અણડગ ખડકો પર
    પાયા રોપ્યા પ્રાણના !

  11. Pinki said,

    February 21, 2010 @ 8:17 AM

    રેતી કેરા રણ ઉપર ના
    બાંધ્યા મ્હેલ સ્વમાનના;
    શ્રદ્ધાના અણડગ ખડકો પર
    પાયા રોપ્યા પ્રાણના !

    વાહ…. !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment