બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર.
મુકુલ ચોક્સી

છેટું એક જ વેત !! -નિનાદ અધ્યારુ

એને માટે એજ છે અક્ષર, એજ છે એની ગીતા,
કોરે-કોરી પાટી ઉપર શૈશવ પાડે લીટા !

ચાર પગે એ ચાલે તોયે અંતર કાપે લાખ,
ચાંદામામાને ઓળખતી એની દુધિયા આંખ !

બોખું-બોખું હસતો ચહેરો કરતું અઘરા યોગ,
ફળિયાના ક્યારાની માટી એના છપ્પન ભોગ !

ચોટી એવી વાળેલી કે જાણે કોઈ તાજ,
બાળારાજા રડી-રડીને કરતું ઘરમાં રાજ !

એનો કક્કો સમજે એવો ક્યાં કોઈ ભડવીર !
ઊકેલો તો લાગે જાણે અંધારામાં તીર !!

રંગબેરંગી રમક્ક્ડાઓ એની મોટી ફોજ,
ટોટીવાળી દૂધની બોટલ બે ટાણાની લોજ !

માના હાલરડાંથી ઝરતું હરિ સમું શું હેત !
ઈશ્વરના બે રૂપ મળે છે, છેટું એક જ વેત !!

-નિનાદ અધ્યારુ

બાળગીતાના સહજ અધ્યાય સમા દોહા લઈ આવતા આ કવિને કયા શબ્દોમાં વખાણવા ?

6 Comments »

  1. Rajnikant Vyas said,

    January 17, 2015 @ 4:15 AM

    બાળ સહજ ક્રિયાઓને કવિએ બાખૂબીથી કાવ્યમા વણી લીધી છે.

  2. Harshad said,

    January 17, 2015 @ 1:35 PM

    બહૂત ખૂબ. very nice and really touched me and took me to my childhood.

  3. Jayshree said,

    January 17, 2015 @ 2:13 PM

    આને સ્વરબધ્ધ કરી હોય તો મઝા આવી જાય…

  4. Shah Pravinachandra Kasturchand said,

    January 17, 2015 @ 2:58 PM

    મોટપણે નાનપણમાં સરકવું અને તે પણ બાળસહજતાથી
    એ મુશ્કેલતો નહીં અને સરળ પણ નહીં.
    નિનાદ અધ્યારુ માટેતો જરા પણ અઘરું ના હોય.

    મારા મનમાં ઊઠે કેવો આ અનહદનો આહ્લાદ?
    બાકી તો કૂવામાં સરક્યો’તો કોકિલ કેરો સાદ્.

  5. Sudhir Patel said,

    January 18, 2015 @ 11:27 PM

    સુંદર દોહા-કવિતા!

  6. KETAN YAJNIK said,

    January 17, 2017 @ 12:04 AM

    બુઝુર્ગની બાળકવિતા નો નાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment