એક પોએટ એટલે મૂંઝાય છે – અદમ ટંકારવી
એક પોએટ એટલે મૂંઝાય છે
ભાષાબાઈ એઇડ્સથી પીડાય છે
વ્હેર ધ શુ પિન્ચીઝ ખબર પડતી નથી
બ્લડસ્ટ્રીમમાં પીડા જેવું થાય છે
એઈજ સિક્સટીની થઈ ગઈ એ ખરું
કિન્તુ તું સિક્સટીન દેખાય છે
હું લખું ઇંગ્લીશમાં તારું નામ ને
એમાં સ્પેલિંગની ભૂલો થાય છે
શી વુડન્ટ લિસન ટુ એનિવન અદમ
આ ગઝલને ક્યાં કશું કહેવાય છે
– અદમ ટંકારવી
વર્ષોથી બ્રિટનમાં વસેલાં અદમ ટંકારવીએ અંગ્રેજી શબ્દોનો ગઝલના અવિભાજ્ય અંગ તરીકે ઉપયોગ કરીને ‘ગુજlish ગઝલો’ નામે આખો સંગ્રહ કર્યો છે. અંગ્રેજી ભાષા અહીં અર્થમાં ઉમેરો કરતી આવે છે અને ગઝલને એક નવું પરિમાણ આપે છે. એક પોએટ એટલે મૂંઝાય છે, ભાષાબાઈ એઇડ્સથી પીડાય છે – એ વાત ગુજરાતી કરતા અંગ્રેજીમાં જ વઘારે સચોટ લાગે છે.
ઊર્મિ સાગર said,
July 20, 2006 @ 10:05 PM
વાહ! દેશી ગઝલમાં ભળી ગઇ થોડી પરદેશી ભાષાયે!!
વાંચવાની મઝા આવી…
“ઊર્મિ સાગર”
https://urmi.wordpress.com