સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર શાહના ગીતોમાંથી સૌથી વધુ લોકચાહના મેળવનાર આ ગીતને કવિના મુખે સાંભળો. આ ઝલક સર્જક અને સાહિત્ય દસ્તાવેજી ફિલ્મશ્રેણીમાંની રાજેન્દ્ર શાહ પરની ફિલ્મ ‘નિરુદ્દેશે’માંથી લીધી છે. (નિર્દેશન: પરેશ નાયક, છબીકલા: રાવજી સોંદરવા, પ્રાપ્તિસ્થાન: ગુજરાતી સાહિત્ય પરિષદ )
સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!
– રાજેન્દ્ર શાહ
Jayshree said,
January 5, 2010 @ 1:57 AM
ધવલભાઇ,
વિડિયો નથી ચાલતી… youtube મા login કરવુ પડશે?
Chandresh Thakore said,
January 5, 2010 @ 12:26 PM
ધવલભાઈઃ મારા પ્રિય ગીતોમાંનું એક આ ગીત. કોઈના કંઠે આ ગીત વર્ષો પહેલા મેં સાંભળ્યું હતું. ફરી સાંભળવાની તીવ્ર ઈચ્છા છે. એ માર્ગે તમે કે “લયસ્તરો”ના કોઈ ચાહક આંગળી ચીંધશો તો આભાર.
ઊર્મિ said,
January 5, 2010 @ 5:09 PM
અરે વાહ દોસ્ત, કવિશ્રીનાં સ્વમુખે માણવાની ખૂબ જ મજા આવી… ‘નિરુદ્દેશે’ ફિલ્મ મંગાવવી પડશે એવું લાગે છે !
pragnaju said,
January 7, 2010 @ 11:30 PM
વીડીઓ બરાબર સંભળાતે તો ઔર મઝા રહેતે!
ખૂબ જાણીતી રચના સદા આનંદ આપે…