લો ! તમારા આગમન ટાણે જ ફૂટે આયનો
એક ચહેરો ને હજારો બિંબ ડોકાયા કરે
યામિની ગૌરાંગ વ્યાસ

પિંજરું – પન્ના નાયક

લટકતા બટકું રોટલાની લાલચે
પિંજરામાં સપડાઈ ગયેલા
અગણ્ય ઉંદરો
આપણે બહાર – આપણે અંદર.

આ કુટુંબકબીલા ફરજીયાત નોકરી
સમૃદ્ધિને જરૂરિયાત બનાવી
એને પોષવામાં પ્રતિદિન પ્રાપ્ત થતું રંકત્વ
આપણી બહાર જવાની અશક્તિ
આપણી અંદર રહેલી નિરાંત
છતાં (સૃષ્ટિમાં સૂર્ય છે તો ય)
પ્રલંબ રાત્રિના
પાંજરામાં આપણી દોડાદોડી
ઉત્તરથી દક્ષિણ ધ્રુવ લગીની લંબાઈની –
બટક બટક રોટલો ખવાઈ ગયો છે તોય
ને નાનકડું બારણું ખુલ્લું છે તોય
કોઈ બહાર નીકળતું નથી !
આપણે બહાર – આપણે અંદર !

– પન્ના નાયક

આ કવિતાના રૂપકો ને સંદર્ભોમાં ખાસ કશું નવું નથી. આની આ જ વાત કેટલાય કાવ્યોમાં, વાર્તાઓમાં, ફિલ્મોમાં અને ખાસ કરીને, કેટલીય જીંદગીઓમાં, આપણે જોઈ જ ચૂક્યા છે.  અકળામણ એની એ જ છે. સવાલ એનો એજ છે. પણ ઉત્તર ન મળે ત્યાં લગી ફરી ફરી એ સવાલ પૂછે જ છૂટકો.

7 Comments »

  1. SV said,

    June 29, 2006 @ 6:37 AM

    Congratulations Dhavalbhai on the move to WordPress. Loved the look. Also, note that this url is added to Samelan.

  2. Suresh Jani said,

    June 29, 2006 @ 7:34 AM

    Congratulations and welcome on the wordpress platform.

  3. mrugesh shah said,

    June 29, 2006 @ 11:33 AM

    very good layout and nice arragement by poetwise.
    Welcome on wordpress.
    my best wishes.
    namaste
    aavjo

  4. Neha said,

    June 29, 2006 @ 11:46 AM

    Contgratulations !!!

    I also attracted by Collection of poems, which r Categorize by poet.
    In fact i found many new author in that,r also a very good peot.

    Thanks a lot for providing Gujju stuff in beautiful manner.

  5. વિવેક said,

    June 30, 2006 @ 3:04 AM

    વાત ભલે ને એની એ જ હોય, સમસ્યા પણ કેમ એની એ જ ન હોય અને અભિવ્યક્તિ પણ કેમ નવી ને હોય…. આ કાવ્ય હકીકતમાં અદભૂત છે. રાત્રિનું પાંજરૂ અને બે ઘ્રુવોના આયામ અને બટકું રોટલો અને સદાકાળથી કિંકર્તવ્યમૂઢ મનુષ્ય – પન્ના નાયકનું કવિકર્મ દિલની ધડકનોનીં નિયમિતતા અચાનક ખોરવી દેતું હોય એમ કેમ લાગે છે?

  6. સિદ્ધાર્થ said,

    July 1, 2006 @ 7:57 PM

    ધવલ,

    ખરેખર સરસ વેબસાઈટ બની છે. હમણા મારે જૂનુ ઘર ખાલી કરવાનું હોવાથી ઈન્ટરનેટનો વપરાશ ઘટી ગયો છે, પરંતુ આજે મિત્રને ત્યાથી નેટ પર તમારી સાઈટ જોઈને ઘણો જ આનંદ થયો. સરસ પ્રયત્ન છે.

    સિદ્ધાર્થ

  7. Rucha Jani said,

    August 3, 2006 @ 1:15 PM

    આ કવિતા મને તો બહુ ગમઈ. પહેલિ વખત ગુજરાતિ મા લખુ છઉ. પપ્પા, સરસ બ્લોગ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment