છે ગઝલ દર્દની ગિરા ‘ઘાયલ’,
માત્ર ભાષાની ઘાલમેલ નથી.
અમૃત 'ઘાયલ'

સમય પણ રિસાયો – દિવ્યા મોદી

Divya Modi_samay pan risaayo
(દિવ્યા મોદીની એક અક્ષુણ્ણ કૃતિ એમના જ અક્ષરોમાં ‘લયસ્તરો’ માટે)

*

આ તડકા મહીં એમ વર્તાય છાંયો,
કેચ્હેરા ઉપર એક ચ્હેરો છવાયો.

ને આંખો અમારી સજળ હોય તો યે,
ખુશીનો જ તખ્તો ફરી ગોઠવાયો.

અમારી સબરના પુરાવા ન માંગો,
ઇમારત છું એવી, નથી જેનો પાયો.

પહેલાં હલેસું, પછી નાવ ડૂબી,
શનૈ: શનૈ: કિનારો ફસાયો.

બહેતર એ છે કે શિકાયત ન કર તું,
ખફા થઈને જ્યારે સમય પણ રિસાયો.

-દિવ્યા મોદી

ભીની માટી જેવા હૈયા પર પગલાંની અમીટ છાપ છોડી જાય એ સાચી કવિતા. દિવ્યાની આ ગઝલ વાંચો અને અંદર કશુંક અમીટ પડતું ન અનુભવાય તો જ નવાઈ. તડકા વિના છાંયાનું વળી અસ્તિત્વ કેવું ? બંને સાથે જ સંભવી શકે એ ખરું પણ કદી એકમેકમાં ભળી શકે ખરા ? આપણા ચહેરા પર કેટકેટલા ચહેરા પડતા રહે છે ! પણ આપણે આપણી ઓળખ કદી ગુમાવીએ ખરા ?

શનૈ: શનૈ: જેવો સંસ્કૃત શબ્દપ્રયોગ રાજેન્દ્ર શુક્લ જેવી સાહજિક્તાથી કરીને ઉત્તમ શેર પણ આપવા બદલ કવયિત્રી શું અભિનંદનને પાત્ર નથી ?

17 Comments »

  1. Rasheeda Damani said,

    November 28, 2009 @ 1:06 AM

    સરસ ભાવ બહુજ સુન્દર.

  2. viral rachh said,

    November 28, 2009 @ 2:21 AM

    VAAH MAZA AVI GAYI … EK DUM TARO TAAZA GAZAL .. ! SUNDAR BHAAV NI SARAL CHATA CHOTDAR RAJUAT BADAL ABHINANDAN…!

  3. pragnaju said,

    November 28, 2009 @ 6:41 AM

    બહેતર એ છે કે શિકાયત ન કર તું,
    ખફા થઈને જ્યારે સમય પણ રિસાયો.
    વાહ્

  4. kirankumar chauhan said,

    November 28, 2009 @ 6:50 AM

    બહુ જ સરસ ગઝલ.
    દિવ્યાબેન માટે મને મારો જ એક શે‘ર કહેવાનું મન થાય છે–
    ‘સોના જેવી ફસલ લખે છે,
    અલ્પ લખે પણ અસલ લખે છે.’

  5. Gaurang Thaker said,

    November 28, 2009 @ 8:30 AM

    વાહ સરસ ગઝલ….
    ને આંખો અમારી સજળ હોય તો યે,
    ખુશીનો જ તખ્તો ફરી ગોઠવાયો.

  6. Faruque Ghanchi (Babul) said,

    November 28, 2009 @ 9:51 AM

    ખૂબ સુંદર દિવ્યાબેન – આ મહેફિલને ડોલાવનારી રચના છે. આ શેર તો ખાસ કાબિલે દાદ છે…..

    પહેલાં હલેસું, પછી નાવ ડૂબી,
    શનૈ: શનૈ: કિનારો ફસાયો

  7. pink said,

    November 28, 2009 @ 10:30 AM

    બહેતર એ કે શિકાયત ન કર તુ

  8. Girish Parikh said,

    November 28, 2009 @ 12:30 PM

    દિવ્યાબહેનની દિવ્ય ગઝલ!

  9. sudhir patel said,

    November 28, 2009 @ 10:44 PM

    ખૂ બ સરસ મિજાજથી ભરપૂર ગઝલ!
    દિવ્યાબેનને અભિનંદન!
    સુધીર પટેલ.

  10. kanchankumari parmar said,

    November 29, 2009 @ 6:07 AM

    દોડ જિંદગિ ની પાછિ પડી છે;હલેશા મારતા ય હોડિ મારી ડૂબિ છે…….

  11. Lata Hirani said,

    November 29, 2009 @ 6:15 AM

    અફલાતુન ગઝલ… ખુબ ખુબ અભિનંદન કવયિત્રીને…

    લતા હિરાણી

  12. કવિતા મૌર્ય said,

    November 29, 2009 @ 1:13 PM

    ને આંખો અમારી સજળ હોય તો યે,
    ખુશીનો જ તખ્તો ફરી ગોઠવાયો.

    અમારી સબરના પુરાવા ન માંગો,
    ઇમારત છું એવી, નથી જેનો પાયો.

    સુંદર શેર !

  13. neha purohit said,

    November 29, 2009 @ 2:05 PM

    દીવ્યાબેન, મજા આવી ગઈ ગઝલ વાંચીને….ને આંખો અમારી….સજળ! કારણ? ખુશીનો જ તખ્તો જો ને ગોઠવાયો!

  14. Pinki said,

    December 1, 2009 @ 6:21 AM

    અમારી સબરના પુરાવા ન માંગો,
    ઇમારત છું એવી, નથી જેનો પાયો.

    પરંપરાગત ગઝલ અને

    પહેલાં હલેસું, પછી નાવ ડૂબી,
    શનૈ: શનૈ: કિનારો ફસાયો.

    સંસ્કૃતનો સુભગ સમન્વય !!

  15. MAYAANK TRIVEDI SURAT said,

    December 1, 2009 @ 10:23 AM

    ને આંખો અમારી સજળ હોય તો યે,
    ખુશીનો જ તખ્તો ફરી ગોઠવાયો
    મજા આવી ગઈ
    ને આંખો અમારી….સજળ!
    અફલાતુન
    keep it up

  16. Dhaval said,

    December 1, 2009 @ 11:38 AM

    આ તડકા મહીં એમ વર્તાય છાંયો,
    કેચ્હેરા ઉપર એક ચ્હેરો છવાયો.

    – સરસ … તુમકો દેખા તો યે ખયાલ આયા, જીન્દગી ધૂપ તુમ ઘના સાયા… યાદ આવી ગયું !

  17. Pancham Shukla said,

    December 1, 2009 @ 6:53 PM

    વાહ. સરસ ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment