સપ્તપદી વિશેષ: પદ ૬: લાડો લાડી જમે રે કંસાર
(ચિત્ર : નૈનેશ જોશી)
[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Lado-Ladi-Jame-Re-Kansar.mp3]
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
નાખે મહીં ઘી કેરી ધાર, સંસાર પાયો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
સાસુજી શુભ સજી શણગાર, પીરસવાને આવિયાં રે
ભીની વડી સાકર તૈયાર, ઝારી ભરીને લાવિયાં રે
પીરસતાં મન મલકાય, આનંદ અંગ અંગમાં રે
ભેગા બેસી જમે વરકન્યાય અધિક ઊંચા રંગમાં રે
પાસે બેઠી સૈયરો બે-ચાર તપાસ રાખે તે તણી રે
રત્ને જડ્યો બાજોઠ વિશાળ મૂકે છે મુખ આગળ રે
લાડો લાડી જમે રે કંસાર, આનંદ આજ અતિઘણો રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
*
જાનૈયાઓ તો ક્યારના ભોજન માટે ગોઠવાઈ ગયા છે પરંતુ માંડવામાં થોડીઘણી વિધિ તો હજીબાકી છે. જેમ કે વરકન્યા એકબીજાનું મ્હોં મીઠું કરાવતા હોય… લગ્નના દિવસે વર અને વધૂ ઉપવાસ કરે (મોટાભાગના કિસ્સામાં માત્ર વધૂ) એવો રિવાજ છે.. આ ઉપવાસના પારણાં કંસાર વડે થાય અને કંસારની મીઠાશ સંસારમાં ઉતરે એવી આશા સેવાય…
PURVI SHUKLA said,
November 6, 2009 @ 6:55 AM
i like to put it in to my own collaction of songs
Hiten Ganatra said,
November 6, 2009 @ 7:50 AM
Our Gujarathi Film Harun Arun got Special Prizes at Chicago International Children’s film Festival. 248 Films competing for the award.“The prize is given to a film which positively addresses (for children) difficult topics such as racism and prejudice; abuse and conservation of the planet; alternative dispute resolution (of individuals, organizations, and/or countries) or the exploration of any topic which brings children closer to understanding the global culture in which they function,” says the festival jury. Screening of Harun-Arun was very well received in Chicago with a full house attending it.
Today’s Mumbai Times of India (Page 17)& Yesterday’s Times of India, Ahmedabad edition has carried big news about our film. I am sending a following link for your ready reference. This is important news coverage before release of our film in Gujarat.
Link to see more detail:
http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Gujarati-film-wins-Chicago-peace-award/articleshow/5194350.cms
Link to see detail from Chicago
http://www.cicff.org/content/2009-cicff-awards/78
Regards,
Hiten
Kirtikant Purohit said,
November 6, 2009 @ 11:29 AM
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
નવો શરુ થતો સંસાર પણ ગળ્યો ગળ્યો જ લાગે તે વખત!
Rohit Darji said,
November 6, 2009 @ 11:30 AM
આ ગીત સામ્ભળીને મને કન્સાર ખાવાનુ મન થઈ ગયુ. અત્યારની પેઢિને તો કન્સાર બનાવતા પણ નહિ આવડતુ હોય.આ ભુલાઈ રહેલી વનગી ની કેટલી અગત્યતા છે, તે આગીત પરથી સમજાયછે. આભાર.
Jayshree said,
November 6, 2009 @ 3:11 PM
આવતી કાલે પ્રભુતામાં પગલા માંડનાર વર-વધુનો સંસાર… કંસાર જેટલો જ ગટચટ્ટો હંમેશા રહે એવી શુભેચ્છા…!
dr ashok jagani said,
November 7, 2009 @ 12:54 AM
આજ ના દિવસે ધવલ અને મોનલ માતે આ લગ્ન ગિત બરાબર શોભે
Pinki said,
November 7, 2009 @ 5:00 AM
સંસાર કંસાર જેવો ગળચટ્ટો લાગે તેવી મનોકામના !
@ hiten,
nice info…
thanks for sharing.