તેં મને બચપણ દીધું, ગઢપણ દીધું, દીધું મરણ;
તે ન દીધું જીવવાનું કોઈ કારણ, હદ કરી !
રમેશ પારેખ

ગઝલ – પરાજિત ડાભી

લખવા જેવું કાંઈ નથી ને તોય લખું છું – પાગલ છું હું
કહેવા જેવું કાંઈ નથી ને તોય કહું છું – પાગલ છું હું.

ભીડની વચ્ચે જન્મેલો છું, ભીડ મને ભીંસે છે કાયમ,
ખસવા જેવું કાંઈ નથી ને તોય ખસું છું – પાગલ છું હું.

ચારે કોર પડ્યા છે પથ્થર, ચકમકનો આભાસ ધરીને,
ઘસવા જેવું કાંઈ નથી ને તોય ઘસું છું – પાગલ છું હું.

સાચા-ખોટા, અસલી-નકલી, બંધન તોડી મુક્ત થવાને,
મથવા જેવું કાંઈ નથી ને તોય મથું છું – પાગલ છું હું.

ફેલાઈ છે ગંધ હવામાં, મરતા માણસનાં મડદાંની,
શ્વસવા જેવું કાંઈ નથી ને તોય શ્વસું છું – પાગલ છું હું.

આમ જુઓ તો ભીડ શહેરમાં, આમ જુઓ તો ખાલીખમ છે,
વસવા જેવું કાંઈ નથી ને તોય વસું છું – પાગલ છું હું.

– પરાજિત ડાભી

ગઝલની લાંબી રદીફ ક્યારેક મરાલીની ડોકમાં અધમણ દાગીનાની જેમ ગઝલ પર ચડી બેસતી હોય છે. પણ કવિ અહીં લાંબી રદીફની હારોહાર કાફિયા બેવડાવીને ધારી અસર ઉપજાવવામાં અને ગઝલનું અંતર્ગત સૌંદર્ય ઉજાગર કરવામાં સફળ રહ્યા છે.

6 Comments »

  1. Manish V. Pandya said,

    April 30, 2015 @ 3:01 AM

    પાગલ ગઝલપ્રેમીઓને ગમે તેવી અને પરાજિત થઇ જાય તેવી પાગલ ગઝલ.

  2. yogesh shukla said,

    April 30, 2015 @ 11:48 AM

    ફેલાઈ છે ગંધ હવામાં, મરતા માણસનાં મડદાંની,
    શ્વસવા જેવું કાંઈ નથી ને તોય શ્વસું છું – પાગલ છું હું.

    આવી જ ગઝલ ગમે છે કેમ કે હું ગઝલપ્રેમી પાગલ છું ,

  3. Rina said,

    May 1, 2015 @ 10:40 AM

    Waaahhhh

  4. jugalkishor said,

    May 1, 2015 @ 9:57 PM

    સાચ્ચે જ આ પ્રયોગ સફળ છે. લય પણ બહુ મોટો ભાગ ભજવે છે. પાગલપન એના વિરોધી અર્થ સાથે ડહાપણ તરીકે પ્રગટ થયું છે.

    સાભાર, – જુ.

  5. Raksha Shukla said,

    May 2, 2015 @ 1:52 PM

    વાહ, ખરેખર ગમી. સુંદર..

  6. vd said,

    March 14, 2016 @ 1:23 PM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment