ગાંધી-વિશેષ:૨: તમે ગાંધીજીને જોયા હતા ? – પ્રિયકાન્ત મણિયાર
એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,
‘તમે ગાંધીજીને જોયા હતા?’
ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,
અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને
અને બબડી ગયો-
‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં
પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’
હું હવે કોને કહું કે ‘ના તમે,
એ તો અમે ?’
-પ્રિયકાન્ત મણિયાર
પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય ‘ગાલગાગા’ના નિયત આવર્તન ધરાવતું છંદોબદ્ધ મુક્તપદ્ય છે. આ નાનકડી કવિતામાં જે ધારદાર કટાક્ષ પિયકાન્ત મણિયારે કર્યો છે એ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. ગાંધીજીને સાચા અર્થમાં કોણે જોયા છે?
dr, j. k. nanavati said,
October 2, 2009 @ 4:00 AM
ગાંધી વાણી..!!
સાંઈઠ વરસ તો
એની ઉપર
ખીચડી રાંધી……
તોયે ભૂખ્યા
રહ્યા તો
પકડ્યા બીજા
ગાંધી…….!!!!
pragnaju said,
October 2, 2009 @ 5:18 AM
તેઓ જીવનમાં કદી અસત્ય નહોતા બોલ્યા. અસત્ય તેમના માટે જીવનનો સહુથી મોટો અપરાધ હતો. … તેમણે કહ્યું તેમ કરતાં કરતાં ઈચ્છાઓ તેની જાતે જ દબાતી ગઈ. બહુ સંઘર્ષ કરવો પડ્યો. …. જ રહી છે. આપણાં દરેક નાડી-ધબકાર સાથે એ પરમ ચૈતન્ય તેમની હાજરીનો પ્રત્યક્ષ પુરાવો આપી રહ્યા છે! …
ગાંધીજીને આ સાચા અર્થમાં કોણે જોયા છે?
Kirtikant Purohit said,
October 2, 2009 @ 11:23 AM
ગાઁધીને જોવાનુઁ નસીબ નથી પણ અનુભવઈ કે વાઁચીએ તો પણ ઘણુઁ.
ધવલ said,
October 2, 2009 @ 11:25 AM
ગાંધી નામનું અમૃત ઝીલવા માટે પાત્ર પણ એવું જ જોઈએ …
rajakumar said,
October 3, 2009 @ 4:38 AM
સરસ રચના.
ગાંધી જયંતિએ હમણાં રાકેશ ઠક્કરની વાંચેલી ગઝલના શેર યાદ આવી ગયા.
દિલમાં આંધી ગઝલ,
સત્યમાં ગાંધી ગઝલ.
છોડવું ગમશે બધું,
એક આ બાંધી ગઝલ.
Hiral Navsariwala said,
October 6, 2009 @ 9:19 AM
I also want to put my gujarati gazal. please guide me
ચંપક said,
October 7, 2009 @ 2:10 AM
યાર તમે તમારો બ્લોગ લખો……
blogspot.com
પર અને અહિ આવિ રોજ રોજ તે બ્લોગ ની લિન્ક મુકી જવાની..
સમજયા….?
હુ પન એવુ જ કરવાનો છુ….
ચંપક said,
October 7, 2009 @ 2:11 AM
http://quillpad.in/editor.html
પર જય મે ગુજરાતી મા type કરી ને તે copy કરી શકાય્..
ચંપક said,
October 7, 2009 @ 2:18 AM
પ્લિઝ ગાંધી જી સાથે કોઈએ માથા-કુટ કરવી નહી
તેમને વાચ્યા .. અને ફીલ કર્યા પછી જ તેમના વિશે બોલવુ…