તારા વિચારમાંય કોઈ તડ પડી ગઈ
મોજું સભાનતાનું અટકતું નથી હવે
– જવાહર બક્ષી

સ્વાગત-સપ્તાહ :૦૧: ફકત પાટા ઉપર – મયંક ઓઝા

સહેજ લખવા જાઉં સન્નાટા ઉપર,
ત્યાં ટકોરા થાય દરવાજા ઉપર.

આગગાડી જેમ છે મારી ગતિ,
દોડવાનું પણ ફકત પાટા ઉપર.

માત્ર હું ખળખળ ધ્વનિને પી શકું,
આમ રહેવાનું સતત કાંઠા ઉપર.

કેટલી અફવાઓ લટકે છે હજી,
બંધ ઘરનાં બારણે તાળા ઉપર.

પ્રેમ, પીડા ને વિરહ મહેકી ઊઠે,
જો રચાતી હો ગઝલ રાધા ઉપર.

સુખ હથેળીમાં જ શોધે છે ‘મયંક’,
ના કરી દૃષ્ટિ કદી કાંડા ઉપર.

– મયંક ઓઝા

લયસ્તરો પર કવિના નવલા સંગ્રહ ‘ક્ષણોના પ્રતિબિંબ’ને આવકારીએ…

સામાન્યરીતે એક કે બે શેર ઉપર આખી ગઝલ તરી જતી જોવા મળતી હોય છે, પણ અહીં કાંઠાવાળા એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર ખૂબ જ બળકટ થયા છે એની મજા છે… પાટા અને તાળાવાળા શેર પર તો કુરબાન થઈ જવાનું મન થાય…

11 Comments »

  1. Anil Vala said,

    April 14, 2025 @ 12:15 PM

    સુંદર…

  2. Anil Vala said,

    April 14, 2025 @ 12:17 PM

    સરસ ગઝલ છે.

  3. હેમા તૃષિત મહેતા said,

    April 14, 2025 @ 12:22 PM

    વાહ પ્રેમ અને પીડાનુ સરસ આલેખન.
    👌🙏

  4. Mayank Oza said,

    April 14, 2025 @ 12:23 PM

    આનંદ . . આભાર . . વિવેકભાઈ
    🌹🙏🌹

  5. Mayur Koladiya said,

    April 14, 2025 @ 12:25 PM

    ખૂબ સરસ રચનાં… હથેળીથી કાંડા સુધી જવાનું છે

  6. Varij Luhar said,

    April 14, 2025 @ 12:29 PM

    વાહ.. સરસ ગઝલ

  7. Ramesh Maru said,

    April 14, 2025 @ 1:59 PM

    વાહ…

  8. વ્રજેશ મિસ્ત્રી said,

    April 14, 2025 @ 8:26 PM

    સુપર્બ

  9. DILIPKUMAR CHAVDA said,

    April 15, 2025 @ 10:33 AM

    વાહ વાહ વાહ
    કેટલી મજાની રચના
    ફરીથી વાહ
    સર્જકને અભિનંદન

  10. Vipul jariwala said,

    April 15, 2025 @ 2:05 PM

    Excellent …

  11. Kishor Ahya said,

    April 15, 2025 @ 6:14 PM

    કવિ શ્રી મયંક ઓઝાનું સ્વાગત.
    બધાજ શેર સરસ છે
    મતલા પછી ની બીજો શેરનો અર્થ થોડો મુશ્કેલ લાગ્યો પણ મે કંઈક આવો અર્થ કાઢ્યો.

    ‘માત્ર હું ખળખળ ધ્વનિ ને પી શકું,
    આમ રહેવાનું માત્ર કાંઠા ઉપર.’

    કવિ કહે છે , હું સંસારની તકલીફો (ખળખળ ધ્વનિ ) ને પી શકું છું. કારણ કે રહેવાનું માત્ર કાંઠા ઉપર છે એટલેકે સંસારના કાંઠે (સંસારમાં ઊંડા ઊતર્યા વિના ) રહું છું.

    સરસ ગઝલ અને આસ્વાદ. શ્રી મયંક ઓઝા ને તેમના ગઝલ સંગ્રહ ‘ક્ષણોના પ્રતિબિંબ ‘ અંગે અભિનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment