(ગાંડાં કાઢે!) – સંદીપ પૂજારા
કાઢે, પણ કંઈ આવાં કાઢે?
ગઝલોમાં જે ગાંડાં કાઢે!
ભૂલથી પણ જો ભૂલ બતાવો,
કેવાં કેવાં બહાનાં કાઢે!
જાણે પણ એ માને તો નહિ,
ભૂલને ઢાંકવા રસ્તા કાઢે!
ખુદને સાચા સાબિત કરવા,
અન્યોમાં પણ વાંધા કાઢે!
અહમ્ ઘવાશે એવા ભયથી,
સૂચન સૌનાં પાછાં કાઢે!
એમ ભણાવે સૌને, જાણે
બાવો દોરાધાગા કાઢે!
– સંદીપ પૂજારા
પ્રવર્તમાન ગુજરાતી ગઝલનો ચહેરો જેટલો ઉજ્જવળ છે, એટલો જ કાલિમાયુક્ત પણ છે. એક વર્ગ એવો છે જે ગંભીરતાપૂર્વક ગઝલસાધના કરે છે, પણ બહુ મોટો ફાલ એવો છે જે તુકબંદીને જ ગઝલ માની બેઠો છે. વળી આ વર્ગની સૉશ્યલ મિડિયા પર ઉપસ્થિતિ તથા પ્રભુત્વ એટલું બધું છે કે નવોદિતો આ તુકબંદીને જ ગઝલકાળનું એકેમેવ સત્ય ગણી લે તો નવાઈ નહીં. સત્વશીલ વાંચનના શરણે જવાના બદલે વૉટ્સએપ અને ફેસબુક યુનિવર્સિટીમાં જ સાહિત્ય ભણતાં આ કથિત સાહિત્યકારોએ તો દાટ વાળ્યો જ છે, પણ પ્રસ્તુત ગઝલનું નિશાન આવા નવશીખિયાઓ કરતાં વધારે “વિદ્યા ભણતાં વધ્યો શેર; ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો”નો સિદ્ધાંત આત્મસાત્ કરીને જીવતા સિદ્ધહસ્ત પણ આત્મરતિમાં રત સર્જકો તરફ છે. અખાના છપ્પાની જેમ જ આ ગઝલ આવા સર્જકોને સણસણતા ચાબખા મારે છે. ઈશ્વર સહુને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના…
Sunil Rachani said,
February 28, 2025 @ 11:43 AM
satire at its best
Deepal Shah said,
February 28, 2025 @ 11:55 AM
Waah
gaurang thaker said,
February 28, 2025 @ 12:11 PM
વાહ.. સત્વશીલ ગઝલો લખાતી થાય એ દિશાનાં પ્રયત્નોમાં મિત્ર સંદીપ પૂજારાએ આ ગઝલ લખી એ આવકારદાયક પગલું છે. કવિને અભિનંદન..
DILIPKUMAR CHAVDA said,
February 28, 2025 @ 12:19 PM
વાહ વાહ સંદીપભાઈ જરૂરિ આયનો બતાવવાનું કાર્ય તમારી ગઝલ થકી..
Kiran Jogidas said,
February 28, 2025 @ 12:42 PM
વાસ્તવિકતા

Sejal Desai said,
February 28, 2025 @ 12:44 PM
સરસ ગઝલ..સચોટ…અભિનંદન
Yogesh Samani said,
February 28, 2025 @ 12:45 PM
મજાની ગઝલ. ગઝલનાં નામે ગતકડાં લખનારાઓને અને ભૂલ બતાવીએ તો ટસના મસ નહીં થનારાઓને ખાસ લાગુ પડતી ગઝલ. મોજ આવી ગઈ.
Megha Joshi said,
February 28, 2025 @ 12:58 PM
વાહ… સચોટ..
Girish guman said,
February 28, 2025 @ 1:09 PM
Wah
Deval said,
February 28, 2025 @ 1:26 PM
પ્રોબ્લેમ આપણી ઇચ્છા શક્તિઓનો છે , આપણે ગાલિબ, ફૈઝ , મીર, શયદા , મરીઝ અને ઘાયલ ના શેર પણ – ” આ શેર ક્યાંથી કોપી કરેલો છે કે inspired છે તેવું નથી ને ? ‘” _ તેવું શોધવા કે ગંધ પણ આવે તો થોથાં ઉથલાવવા બેસી જતાં, જ્યારે કથિત social University ના હરખઘેલાઓ ‘સામે હોય તે સત્ય ‘ એવું માની બેસે છે , કશું શોધવું , ફંફોળવું, મથવું , હેલ્ધી અવિશ્વાસ એવું કશું જ નહીં એમના માટે. પછી જોડકણાં ગઝલ લેખાય ને અછાંદસ નું રાઇમિંગ ગીત લેખાય એમાં નવું શું! હું તો કહું છું કે આવા ચાબખા વાળી એક આખી સિરીઝ ચાલુ કરો સર અને તેમાં ચોરટાઓ ને ચાબુક મારવા વાળાઓ ને પણ અગ્રતા આપો ….
Bhavika Thakkar said,
February 28, 2025 @ 1:34 PM
છંદશાસ્ત્ર ના જ્ઞાન વગર સારી ગઝલ શક્ય જ નથી. Gen z
ના જમાનામાં અમુક વ્યક્તિ દરેક અભિવ્યક્તિને મૌલિકતાનો ઈજારો ગણે છે. ભાવ ની અભિવ્યક્તિ મૌલિક જ હોય પણ ગઝલનું એક શાસ્ત્ર છે. પ્રસ્તુત ગઝલ દ્વારા કવિશ્રી એ ગઝલ નું એક ઉદાહરણ જ નહિ પરંતુ સાચા અર્થમાં ગઝલના પોથી પંડિતો પર એક ચોટદાર વ્યંગ કર્યો છે.
Pragnya Vyas said,
February 28, 2025 @ 2:12 PM
ખૂબ સરસ. અભિનંદન..
Aasifkhan Pathan said,
February 28, 2025 @ 2:52 PM
સરસ ગઝલ
Jigisha Desai said,
February 28, 2025 @ 2:52 PM
ખૂબસરસ
Parul adhvaryu said,
February 28, 2025 @ 3:47 PM
Wahh kavi saras gazal
Chhand nu saru gyan hoy ane arthpurn gazal lakhata hoy eva kavi o sacha arth ma sahitya ni ssva kare chhe
Mita mewada said,
February 28, 2025 @ 4:48 PM
સટીક વાત
Shailesh Gadhavi said,
February 28, 2025 @ 5:45 PM
સચોટ ગઝલ છે.
Bhumi Prakash Patel said,
February 28, 2025 @ 7:39 PM
વાહ…આજ ના સમયનુ વાસ્તવિક નિરૂપણ
Poonam said,
March 11, 2025 @ 12:23 PM
Aaswad thi Sahamat sir ji