(તારા અભાવમાં) – સંદીપ પૂજારા
કેવો મજાથી જીવું છું, તારા અભાવમાં!
તારું સ્મરણ છે શ્વાસની હર આવજાવમાં.
તારા ગયા પછી આ સફર એવી ચાલે છે,
જાણે કે એક છિદ્ર પડ્યું હોય નાવમાં!
દિલ શું ગઝલમાં પણ હવે તો માત્ર તું હશે,
એવું લખી દીધું છે જીવનનાં ઠરાવમાં.
તું સામે હોય એનું તો દુઃખ બમણું થાય છે,
જીવે તરસ, ને એય છલોછલ તળાવમાં.
હું વ્યસ્ત થઈ ગયો હતો બસ તારા સ્મિતમાં,
આવી શક્યો ન એટલે ખુદના બચાવમાં.
શીખી રહ્યાં છે લોકો બધા, જોઈને મને,
કેવી રીતે જીવાય પળેપળ તણાવમાં!
– સંદીપ પૂજારા
છ શેર… બધા જ મનનીય… પ્રવાહી છંદમાં કાફિયાનો નિર્વાહ યથોચિત કરાયો હોવાથી ગઝલ વારંવાર વાંચવી ગમે…
Sandip Pujara said,
December 28, 2024 @ 10:52 AM
ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ અને ટીમ લયસ્તરો
સુનીલ શાહ said,
December 28, 2024 @ 10:59 AM
કયા બાત.. વાહ
Agan rajyaguru said,
December 28, 2024 @ 11:06 AM
વાહ…વાહ…બહોત અચ્છે…
અભિનંદન સંદીપભાઈ…💐💐
Dipak Peshwani said,
December 28, 2024 @ 11:16 AM
વાહ વાહ
Nishtha bhatt said,
December 28, 2024 @ 11:19 AM
Super se uper
Geeta Thakkar said,
December 28, 2024 @ 11:26 AM
વાહ ખૂબ સરસ
Mita mewada said,
December 28, 2024 @ 11:46 AM
વાહ વાહ મસ્ત ગઝલ
Mita mewada said,
December 28, 2024 @ 11:48 AM
વાહ ભાઈ વાહ મસ્ત ગઝલ
Malaya Pathak said,
December 28, 2024 @ 11:52 AM
કેવી રીતે જીવાય પળેપળ તણાવમાં 👌
વાહ, સંદીપભાઈ, ખૂબ સરસ.
Dr. Ruchita Rathod said,
December 28, 2024 @ 12:02 PM
સંદીપજી ની બધી ગઝલો ખૂબ પ્રભાવી હોય છે. આ ગઝલ પણ કંઈક આવી જ જીવનની ફિલસૂફી સૂચવે છે.
દિના છેલાવડા said,
December 28, 2024 @ 12:06 PM
વાહ વાહ.. ખૂબ સરસ
Heena Shah said,
December 28, 2024 @ 12:22 PM
શાનદાર ગઝલ
વ્રજેશ મિસ્ત્રી said,
December 28, 2024 @ 12:23 PM
વાહહ… તરસ
Mahek said,
December 28, 2024 @ 12:23 PM
ખૂબજ સુંદર 👌🏻👌🏻
વ્રજેશ મિસ્ત્રી said,
December 28, 2024 @ 12:23 PM
વાહહ… તરસ અદભુત
Sejal Desai said,
December 28, 2024 @ 12:24 PM
વાહ..ખૂબ સરસ ગઝલ
Manisha Veera 'મન' said,
December 28, 2024 @ 12:24 PM
Superbbb …ખૂબ સરસ કાંઈક હટ કે…👌
સુનીલ રાચાણી 'અંતર' said,
December 28, 2024 @ 12:25 PM
… છિદ્ર પડ્યું હોય નાવમાં! 👌
વાહ વાહ સંદીપભાઈ!👌🙏🙂
Manisha Veera મન said,
December 28, 2024 @ 12:27 PM
ગઝલ ખૂબ સરસ .. કાંઈક હટ કે
પિંકલ પટેલ said,
December 28, 2024 @ 12:41 PM
ખૂબ સરસ ગઝલ
Mayur Koladiya said,
December 28, 2024 @ 12:42 PM
વાહ કવિ વાહ…. તે બાત
Kiran Jogidas said,
December 28, 2024 @ 1:01 PM
વાહ… ખૂબ સરસ
Neha Sharan said,
December 28, 2024 @ 1:12 PM
Wahh ! Excellent 👌
Varij Luhar said,
December 28, 2024 @ 1:18 PM
સરસ ગઝલ
Yogesh Samani said,
December 28, 2024 @ 1:37 PM
સરસ ગઝલ 👌
જિવાય✅
Parimal Thakkar said,
December 28, 2024 @ 1:47 PM
બહુ સરસ ગઝલ છે.
Rashmi Agnihotri said,
December 28, 2024 @ 1:56 PM
વાહ…👏👏👏
Neha Patel said,
December 28, 2024 @ 2:04 PM
સરળ શબ્દો માં સુંદર ગઝલ… વાહ…
Neha Patel said,
December 28, 2024 @ 2:05 PM
સરળ શબ્દો માં સુંદર ગઝલ… વાહ
Hasmukh thakkar said,
December 28, 2024 @ 2:50 PM
ગઝલ હૃદય ના ઉંડાણ થી નીકળી છે.
ખૂબ સરસ
Trupti Viramgami said,
December 28, 2024 @ 5:27 PM
Very nice 🙂👍🌹
Kajal Shah said,
December 28, 2024 @ 5:45 PM
વાહ સરસ ગઝલ 👌🏻