સાંજ બે અર્થમાં ઢળી ગઈ છે – શૈલેશ ગઢવી
સાંજ બે અર્થમાં ઢળી ગઈ છે,
એ બહુ દૂર નીકળી ગઈ છે.
માત્ર વીંટીનો પ્રશ્ન ક્યાં છે અહીં?
હાથની એક આંગળી ગઈ છે.
નીકળી ગઈ છે ચિત્રમાંથી એ-
વ્યક્તિ બીજી તરફ વળી ગઈ છે.
એ જ દેખાય છે બધી બાજુ,
લાગે છે પ્રાર્થના ફળી ગઈ છે!
એકધારો પ્રવાસ કરવાની,
ઝંખના જિંદગી કળી ગઈ છે.
શોધતાં હાથ લાગી એકલતા,
એ પછી સાંત્વના મળી ગઈ છે.
– શૈલેશ ગઢવી
આમ તો આખી ગઝલ બહુ મજાની થઈ છે, પણ હું તો માત્ર મત્લા પર જ સમરકંદો-બુખારા ઓવારી બેઠો… પ્રિયતમના પહોંચ બહાર ચાલ્યા જવાની વાતને સાંજના ઢળવા સાથે સાંકળીને કવિએ જે કમાલ કરી છે, એ દીર્ઘકાળ સુધી સ્મૃતિપટલ પરથી દૂર થઈ શકનાર નથી… ઓછામાં ઓછા શબ્દોમાં અને સાવ સરળતમ સહજ ભાષામાં કવિએ સાચે જ જાદુ કરી દેખાડ્યો છે…
Sejal Desai said,
October 17, 2024 @ 11:33 AM
વાહ…સરસ ગઝલ
Shailesh Gadhavi said,
October 18, 2024 @ 5:49 PM
લયસ્તરો પર આ ગઝલ સમાવવા ઉપરાંત મતલાનો અતિસુંદર આસ્વાદ કરાવવા બદલ ખૂબખૂબ આભાર વિવેકભાઈ 💐
Dipak Peshwani said,
October 18, 2024 @ 7:38 PM
વાહ વાહ… સાદ્યંત સુંદર છે.. મજા પડી…
Varij Luhar said,
October 18, 2024 @ 7:42 PM
વાહ.. સરસ ગઝલ
સિદ્દીકભરૂચી said,
October 18, 2024 @ 8:30 PM
વાહ
Agan Rajyaguru said,
October 18, 2024 @ 10:11 PM
વાહ..વાહ…
VIPUL jariwala said,
October 19, 2024 @ 7:18 AM
Very good
Shriya ` Shah said,
October 22, 2024 @ 4:41 AM
શોધતાં હાથ લાગી એકલતા,
એ પછી સાંત્વના મળી ગઈ છે.
khub saral bhasha ma kavi e khub sundar vaat kari che aa Ghazal ma.