(ગુમ) – અરવિંદ ભટ્ટ
બત્તી કરું ને જેમ થતો અંધકાર ગુમ,
ક્યાં એમ થઈ શકે છે તમારો વિચાર ગુમ!
ને બર્ફ જેમ ઓગળી શકાય પણ નહીં
મારામાં કોઈ થઈ ગયું છે આરપાર ગુમ.
ઘર ભુલભુલામણી છે પુરાતન મહેલની,
અંદર પ્રવેશ આપીને થઈ જાય દ્વાર ગુમ.
પાદરના પથ્થરોને હજુ પણ પૂછ્યા કરું
કે ક્યાં થઈ ગયો છે એ ઘોડેસવાર ગુમ!
દેખાય જો મને તો સલામત રહે નહીં,
તેથી જ થઈ ગયો છે આ પરવરદિગાર ગુમ.
– અરવિંદ ભટ્ટ
પાંચ શેર. પાંચેય ટકોરાબંધ.
આશિષ ફણાવાલા said,
October 24, 2024 @ 12:29 PM
ખૂબ સરસ…!!!
arvind bhatt said,
October 24, 2024 @ 1:37 PM
ખૂબ ખૂબ આભાર, કવિ.
Devendra Shah said,
October 24, 2024 @ 1:52 PM
💐💐પ્રભુ, સુપર્બ પ્રસાદ, આભાર, પ્રણામ.💐💐
હર્ષદ દવે said,
October 24, 2024 @ 4:24 PM
વાહ…સરસ ગઝલ. પ્રત્યેક શેર ઉત્તમ.
Sapana53 said,
October 24, 2024 @ 8:12 PM
વાહ સર્વ ગુમ !
Harihar Shukla said,
October 24, 2024 @ 8:46 PM
ઓહો!👌💐
Aasifkhan Pathan said,
October 24, 2024 @ 10:59 PM
વાહ વાહ સરસ ગઝલ
Dhruti Modi said,
October 25, 2024 @ 2:54 AM
હરેક શેર લાજવાબ ! અભિનંદન !
Sejal Desai said,
November 3, 2024 @ 6:29 PM
વાહ..સરસ ગઝલ
Poonam said,
November 6, 2024 @ 11:29 AM
ઘર ભુલભુલામણી છે પુરાતન મહેલની,
અંદર પ્રવેશ આપીને થઈ જાય દ્વાર ગુમ. Aahaa !
– અરવિંદ ભટ્ટ –